ગુજરાતમાં 69 IPSની બઢતી-બદલી, અમદાવાદ-વડોદરાના પોલીસ કમિશનર જાણો કોણ

ગુજરાતમાં ગુરુવારે 69 IPS અને 1 SPS અધિકારીઓની સાગમટે બઢતી સાથે બદલી કરવામાં આવી છે. ગ્યાનેન્દ્રસિંહને અમદાવાદના નવા પોલીસ કમિશ્નર બનાવાયા છે. તેઓ દિલ્હીમાં ડેપ્યુટેશન પર હતા હવે હોમ કેડરમાં પાછા બોલાવી લેવામાં આવ્યા છે.

જ્યારે વડોદરાના પોલીસ કમિશ્નર ડો. સમશેર સિંહને ગાંધીનગરમાં DG ( લો એન્ડ ઓર્ડરની જવાબદારી સોંપવામાં આવી છે. તેમની જગ્યાએ અનુપમ સિંઘ ગેહલોતને વડોદરાના પોલીસ કમિશ્નર બનાવાયા છે. અનુપમ સિંઘ સીઆઇડી(ઇન્ટેલિજન્ટ)ના એડિશનલ ડિરેક્ટર જનરલ હતા.

ડો. નીરજા ગોટરૂની ડિરેક્ટર,સિવિલ ડિફેન્સ અને કમાન્ડન્ટ જનરલ, હોમગાર્ડસ, અમદાવાદ બદલી કરવામાં આવી છે.

સુરતમાં પોલીસ કમિશ્નર રહી ચુકેલા આર. બી. બ્રહ્મભટ્ટને ગાંધીનગર, CID ઇન્ટેલિજન્સમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

નરસિંહા એન કોમરની એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ કાયદો અને વ્યવસ્થા, ગાંધીનગર બદલી કરવામાં આવી છે.

ડો. એસ પાંડિયન રાજકુમારની એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ ( રેલવે), અમદાવાદ અને એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ, CID (ક્રાઇમ અને રેલવે) તરીકે બદલી કરવામાં આવી છે.

સુરતના રેન્જ IG પિયુષ પટેલની બદલી કરવામાં આવી છે, પરંતુ તેમનું પોસ્ટિંગ હજુ નક્કી કરવામાં આવ્યું નથી. સુરત રેન્જ  IG તરીકે વી. ચંદ્રશેખરની નિમણુંક કરવામાં આવી છે.

બ્રજેશ કુમાર ઝાની અમદાવાદ સિટી જોઇન્ટ કમિશ્નર તરીકે  બદલી કરવામાં આવી છે. આ પોસ્ટ પર IPS એમ. એસ. ભરાડા હતા.

સુરત પોલીસ કમિશ્નર સેક્ટર-1માં વબાંગ જમીરની બદલી કરવામાં આવી છે. આ પોસ્ટ પર  IPS પી એલ માલ હતા.

અભય ચુડાસમાની ઇન્સ્પેકટર જનરલ ઓફ પોલીસ તરીકે ગ્રેડથી કેડર પોસ્ટમાં નિમણુંક કરવામાં આવી છે.

એમ. એ. ચાવડાની GSRTC, અમદાવાદની ખાલી પડેલી જગ્યા પર એક્સ કેડર પોસ્ટ પર નિમણુંક કરવામાં આવી છે.

સુરતના જોઇન્ટ પોલીસ કમિશ્નર ( ટ્રાફીક) ડી.એચ. પરમારની ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ ( આર્મ્ડ યુનિટ), વડોદરાની ખાલી પડેલી એક્સ કેડર પોસ્ટ પર નિમણુંક કરવામાં આવી છે. તેમની જગ્યા પર એચ. આર ચૌધરીની જોઇન્ટ પોલીસ કમિશ્નર, સુરત ( ટ્રાફીક) તરીકે નિમણુંક કરવામાં આવી છે.

અમદાવાદના  ઇન્ચાર્જ પોલીસ કમિશ્નર પ્રેમવીર સિંઘની અમદાવાદ, રેન્જ IG તરીકે બદલી કરવામાં આવી છે.

About The Author

Related Posts

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.