વરસાદના વિઘ્નમાં કેવો રહ્યો બાબા બાગેશ્વરનો અમદાવાદ દરબાર

વિશ્વ પ્રસિદ્ધ ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રીજી મહારાજના દિવ્ય દરબાદનું આયોજન ગાંધીનગર પાસે રાઘવફાર્મ એન્ડ પાર્ટ પ્લોટ ખાતે કરાયું હતું. આ દિવ્ય દરબારના દિવસે અમદાવાદ અને ગાંધીનગરમાં અતિભારે વરસાદ વચ્ચે પણ બાબા બાગેશ્વરના હજારોની સંખ્યામાં ભક્તો, મહામેડલેશ્વરો અને ગુજરાતના સાધુ-સંતો કાર્યક્રમ સ્થળ ઉપર ઉપસ્થિત રહ્યાં હતા.

પ્રતિકૂળ વાતાવરણ અને ભારે વરસાદની જરાય ચિંતા કર્યાં વગર બાબાજી સમારોહ સ્થળ ઉપર આવી પહોંચ્યા હતાં તથા ભક્તો, મહામંડલેશ્વર અને સાધુ-સંતોને મળીને પ્રસન્નતા વ્યક્ત કરી હતી. બાબાજીએ હિંદુ એકતા, સામાજીક સમરસતા, જાતિવાદ રહિત સનાતન ધર્મ અને હિંદુ રાષ્ટ્રની ઘોષણા બાબતે પોતાના વિચારો નિખાલસતાથી રજૂ કર્યાં હતાં. હવામાનમાં અચાનક ફેરફારને કારણે સર્જાયેલા પડકારો વચ્ચે રાષ્ટ્ર વંદના મંચના પ્રમુખ ડી.જી. વણજારાએ કાર્યક્રમને સફળ બનાવવા તમામ પ્રયાસો અને વ્યવસ્થાઓ ગોઠવી હતી.

આ પ્રસંગે કથાકાર ડો. જલ્પેશ મહેતા, કથાકાર ડો. રામેશ્વરબાપુ હરિયાણી પણ ઉપસ્થિત રહ્યાં હતાં. મહત્વપૂર્ણ છે કે જાહેર જનતા માટે પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવ્યો હતો અને તેનો હજારોની સંખ્યામાં ભક્તોએ ઉત્સાહભેર પ્રતિસાદ આપ્યો હતો.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.