- Central Gujarat
- લીડ ઓછી આવી, શું ગુજરાતના 10 ધારાસભ્યો સામે એક્શન લેવાશે?
લીડ ઓછી આવી, શું ગુજરાતના 10 ધારાસભ્યો સામે એક્શન લેવાશે?

લોકસભા 2024ની ચૂંટણીમાં જે ધારાસભ્યોના મત વિસ્તારોમાં ઓછા મત પડ્યા છે તેમની સામે એક્શનની તલવાર લટકી રહી છે. જાણવા મળેલી માહિતી મુજબ 10 ધારાસભ્યો એવા છે જેમના વિસ્તારમાં ભાજપને ઓછા મત મળ્યા.
લોકસભાની ચૂંટણીમાં ભાજપે ગુજરાતમા બનાસકાંઠાની બેઠક ગુમાવી, પરંતુ મતનું સૌથી વધારે નુકશાન ભરૂચના ઝઘડીયામાં જોવા મળ્યું. ઝઘડીયામાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાને 35890 વધારે મત મળ્યા. આ વિસ્તારના ધારાસભ્ય રિતેશ વસાવાનું પ્રદર્શન નબળું રહ્યું.
બળવંત સિંહ સિદ્ધપુરના ધારાસભ્ય છે અને ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રી છે, તેમના વિસ્તારમાં પણ મત ઘટ્યા.
આ ઉપરાંત ભિલોડાના ધારાસભ્ય પી સી બરંડા, પાલનપુરના અનિકેત ઠાકર, વ્યારાના મોહન કોંકણી, કપરાડાના જીતુ ચૌધરી, દિયોદરના કુશાજી ચૌહાણ, માંડવીના કુંવરજી હળપતિ, નિઝરના જયરામ ગામીત અને દરિયાપુરના અશોક જૈનના વિસ્તારમાં પણ ભાજપના મત ઘટ્યા.
Related Posts
Top News
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
નેપાળની આ 5 કંપનીઓ દુનિયાભરમાં પ્રખ્યાત, આ વસ્તુની દરેક ઘરમાં છે ડિમાન્ડ!
પત્રકાર સામે મની લોન્ડરિંગના કેસમાં જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે ED અને ગુજરાત સરકાર પાસે માગ્યો જવાબ
Opinion
