સુનીલ-અથિયા વિવાદ: કુદરતી ડિલિવરી, સીઝેરિયન કરતા શ્રેષ્ઠ હોવાની માન્યતા ખોટી છે

તાજેતરમાં અભિનેતા સુનીલ શેટ્ટી તેની દીકરી અથિયા શેટ્ટીના કુદરતી ડિલિવરી વિશે આપેલા નિવેદનને કારણે વિવાદમાં આવી ગયા હતા. તેમના નિવેદનને ઘણા લોકોએ સીઝેરિયન (C-section) ડિલિવરી કરાવનારી માતાઓને નીચું દેખાડવાનું હોય તેવું માન્યું. જોકે, વિવાદ ઊભો થતા સુનીલ શેટ્ટીએ માફી માંગતા જણાવ્યું કે તેમનો ઉદ્દેશ કોઈ મહિલાના માતૃત્વના અનુભવને ઓછું દેખાડવાનો નહોતો.

આ ઘટના એક મોટા સામાજિક મુદ્દા તરફ ધ્યાન ખેંચે છે  —ઘણા લોકો કુદરતી ડિલિવરીને ઉત્તમ માને છે અને સીઝેરિયનને નબળું માનવાની માનસિકતા ધરાવે છે. જોકે, આ બન્ને પ્રકારની માન્યતા ધરાવનારાઓમાંથી મોટા ભાગના લોકો તેની પાછળની જટિલતાઓથી અજાણ હોય છે. આવી માન્યતાઓની અસરથી ઘણીવાર ગર્ભવતી મહિલાઓ ઉપર અણધાર્યો માનસિક દબાણ સર્જાય છે.

01

તબીબી નિષ્ણાતોની ભૂમિકા મહત્વપૂર્ણ

પ્રસવ એક જટિલ તબીબી પ્રક્રિયા છે. તેની પદ્ધતિ શું હોય એ નિર્ણય gynecologist અને obstetrician જેવા લાયક તબીબો દ્વારા લેવો જોઈએ. તેઓ માતા અને બાળકની તબિયત, સંભવિત મુશ્કેલીઓ વગેરેને ધ્યાનમાં રાખીને સૌથી સુરક્ષિત રીત પસંદ કરે છે. સ્ત્રીઓની પસંદગીઓ મહત્વની છે પણ તે તબીબી સલાહ સાથે સંતુલિત હોવી જોઈએ.

03

માતાઓ માટે માહિતી મહત્વપૂર્ણ છે

સ્ત્રીઓને ડિલિવરી પહેલા તેમની પાસે રહેલા વિકલ્પો વિશે પૂરી માહિતી હોવી ખૂબ જરૂરી છે. એવી માહિતી તેમને તબીબો સાથે ખુલ્લી ચર્ચા કરીને યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરે છે. છતાં, અમુક વખતે પરિસ્થિતિમાં ફેરફાર આવતા પોતાને ગમતા નિર્ણયથી હટવું પડે — એટલે ફ્લેક્સિબલિટી જરૂરી છે.

સામાજિક માન્યતાઓથી દૂર થવું પડશે

કુદરતી ડિલિવરી સીઝેરિયન કરતાં શ્રેષ્ઠ જ છે —એવી માન્યતાઓ ખોટી અને નુકસાનકારક છે. C-section એ એક મોટી સર્જરી છે અને ઘણીવાર જીવન બચાવનારી સાબિત થાય છે. એનો નિર્ણય કોઇ ખાસ પરિસ્થિતિમાં જ લેવાય છે. ખરેખર એ માતાના સમર્પણ કે શક્તિને નાપવાનો માપદંડ જરાય નથી. આપણે સમાજમાં પ્રવર્તતી માન્યતાઓથી દૂર રહેવું જોઇએ. નહીં તો નુક્સાન કરી બેસીશું. 

04

દરેક માતા માટે પ્રસવ એક જુદો  અનુભવ છે. એના નિર્ણયનો આધાર સમયની માગ અનુસાર ડોક્ટરની સલાહ અને માતાને અપાતી યોગ્ય માહિતી પર હોવો જોઈએ, ન કે સામાજિક માન્યતાઓથી ઊભા થતા દબાણ પર. તબીબી નિષ્ણાતોની સલાહનું માન રાખીને અને માતાઓના વ્યક્તિગત અનુભવને સન્માન આપીને જ આપણે એક વધુ સમજદારીભર્યો દૃષ્ટિકોણ વિકસાવી શકીશું.

About The Author

Dr. Dipti Patel Picture

Dr. Dipti Patel is a senior gynecologist and obstetrician based in Surat, Gujarat, with over 34 years of experience. She co-founded *Love N Care Hospital* in 1990 and specializes in maternity care, IVF, laparoscopic surgery, and cosmetic gynecology. An alumna of Government Medical College, Surat, she has pursued advanced training in Germany and the U.S. Known for her compassionate approach and clinical expertise, Dr. Patel is a trusted name in women’s healthcare.

Related Posts

Top News

શું કેપ્ટન હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સથી નારાજ છે? ઈન્સ્ટાગ્રામ એક્ટિવિટીથી વધી અટકળો

રવિવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 સીઝન દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સ (MI) રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB...
Sports 
શું કેપ્ટન હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સથી નારાજ છે? ઈન્સ્ટાગ્રામ એક્ટિવિટીથી વધી અટકળો

ટ્રેનમાં સૂતો રહ્યો પતિ અને સીટમાંથી ગાયબ થઇ ગઇ હતી પત્ની, 6 દિવસ પછી મળી

ઊંડી શ્રદ્ધા અને ભક્તિ સાથે બાબા કેદારનાથના દર્શન કરીને પરત ફરતા પરિણીત કપલની ખુશીઓ એ સમયે દુઃખ અને ચિંતામાં ફેરવાઈ...
National 
ટ્રેનમાં સૂતો રહ્યો પતિ અને સીટમાંથી ગાયબ થઇ ગઇ હતી પત્ની, 6 દિવસ પછી મળી

દેશભક્ત હો તો તેલ ખાવાનું ઓછું કરી દો..PM મોદીએ કહ્યું છે, જાણો કેમ? 

ગુજરાતીઓ માટે તેલ ઓછું ખાવું અઘરૂં કામ છે પરંતુ દેશ માટે તે કરવું પડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે...
Lifestyle 
દેશભક્ત હો તો તેલ ખાવાનું ઓછું કરી દો..PM મોદીએ કહ્યું છે, જાણો કેમ? 

દેશની તેલ કંપનીઓને રોજનું ₹1,000 કરોડનું નુકસાન

(ઉત્કર્ષ પટેલ) કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ તાજેતરમાં જાહેર કર્યું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ...
Opinion 
દેશની તેલ કંપનીઓને રોજનું ₹1,000 કરોડનું નુકસાન
Copyright (c) Khabarchhe All Rights Reserved.