રીલ બનાવે છે ટીચર, ભણાવતા નથી, પરેશાન બાળકોના વાલીઓએ DMને કરી ફરિયાદ

સોશિયલ મીડિયાના આ યુગમાં લાઇક અને શેરના મોહથી શિક્ષકો પણ બચ્યા નથી. ઉત્તર પ્રદેશની એક સરકારી શાળામાં મહિલા શિક્ષિકાઓને સ્ટાર બનવાનો એવો ક્રેઝ સવાર થયો કે, વિદ્યાર્થીઓને લાઇક અને શેર કરવા માટે મજબૂર કરવા લાગી. જ્યારે વાલીઓને આ વાતની જાણકારી મળી તો તેણે શિક્ષિકાઓને પાઠ ભણાવવાનું મન બનાવી લીધું. તેઓ DM સાહેબ પાસે પોતાની ફરિયાદ લઈને જતા રહ્યા. હવે આ ખબર પર હોબાળો મચી રહ્યો છે. આ ઘટના અમરોહા જિલ્લાની છે.

મહિલા શિક્ષિકા રોજ શાળામાં રીલ્સ બનાવતી હતી. એક શિક્ષિકાએ આ વીડિયો શૂટ કર્યો છે. આરોપ છે કે પોતાના વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટને લાઇક અને શેર કરીને અને તેના અકાઉન્ટને સબ્સ્ક્રાઇબ કરવા માટે મજબૂર કરવામાં આવ્યો. વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ, ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ રવિપૂજા પર આ રીલ અપલોડ કરવામાં આવે છે. વિદ્યાર્થિનીઓએ દાવો કર્યો કે શિક્ષકો શાળામાં ડ્યૂટી દરમિયાન ઇન્સ્ટાગ્રામ માટે કન્ટેન્ટ બનાવે છે અને અમારી પાસે લાઇક કરાવે છે.

ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટપર લાઇક, શેર અને સબ્સ્ક્રાઇબ કરવા માટે મજબૂર થયેલા વિદ્યાર્થીઓના માતા-પિતાએ આ અંગે કાર્યવાહીની માગ કરી છે. તેમણે જિલ્લા મેજિસ્ટ્રેટ (DM)ને આ સિલસિલામાં સંપર્ક કર્યો. ઘટનાની તપાસ ખંડ શિક્ષણ અધિકારી ગંગેશ્વરી આરતી ગુપ્તા કરી રહ્યા છે. વિદ્યાર્થીઓએ કહ્યું કે, શિક્ષિકા શાળામાં રિલ રેકોર્ડ કરે છે અને વિદ્યાર્થીઓ પર તેને લાઇક અને શેર કરવા માટે દબાવ નાખે છે. એમ ન કરવા માટે તમને મારવાની ધમકી પણ આપે છે.

અન્ય એક વિદ્યાર્થિનીએ કહ્યું કે, શિક્ષિકા તેને ભોજન બનાવવા માટે, ચા બનાવવા માટે મજબૂર કરે છે. વિદ્યાર્થિની કહ્યું કે, શાળામાં અભ્યાસ થતો નથી. ટીચર ખાવા-પીવામાં વ્યસ્ત રહે છે. અભ્યાસ કરાવતા નથી. અંબિકા ગોયલ, પૂનમ સિંહ, નિતુ કશ્યપનું નામ સામે આવ્યા છે. તો મહિલા શિક્ષિકાઓનું કહેવું છે કે અમે બાળકોને લગનથી ભણાવીએ છીએ. તેમણે શીખવવા માટે ઇન્સ્ટાગ્રામ વીડિયો બનાવીએ છીએ. કંઈક એવા જ દાવા શિક્ષિકા પૂનમ સિંહ અને નિતુ કશ્યપે પણ કર્યા છે.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.