IIT બોમ્બેના પ્લેસમેન્ટમાં ઘટાડો, 36 ટકા વિદ્યાર્થીને હજુ નોકરીની ઓફર મળી નથી

જાન્યુઆરીમાં એક સમાચાર આવ્યા હતા કે, IIT બોમ્બેના 85 વિદ્યાર્થીઓને દર વર્ષે 1 કરોડ રૂપિયાની નોકરીની ઓફર મળી છે. નવીનતમ અપડેટ એ છે કે, આ વર્ષે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, બોમ્બે (IIT બોમ્બે)ના 36 ટકા વિદ્યાર્થીઓને હજુ સુધી કોઈ નોકરી મળી નથી. હકીકતમાં, આ દિવસોમાં IIT બોમ્બેમાં પ્લેસમેન્ટ ચાલી રહ્યા છે, જેમાં ભારત અને વિદેશની જાણીતી કંપનીઓએ ભાગ લીધો છે. એવા સમાચાર છે કે, પ્લેસમેન્ટમાં ભાગ લેવા માટે નોંધાયેલા 36 ટકા વિદ્યાર્થીઓને હજુ સુધી નોકરીની ઓફર મળી નથી. મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, IIT બોમ્બેના 2000 નોંધાયેલા વિદ્યાર્થીઓમાંથી, લગભગ 712ને આ સત્રમાં હજુ સુધી કોઈ પ્લેસમેન્ટ મળ્યું નથી. ગ્લોબલ IIT એલ્યુમની સપોર્ટ ગ્રુપ ધીરજ સિંહે આ ડેટા શેર કર્યો છે. પ્લેસમેન્ટની પ્રક્રિયા હાલમાં IIT બોમ્બેમાં ચાલી રહી છે જે મે 2024 સુધી ચાલુ રહેશે.

IIT બોમ્બેમાં કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ શાખાની સૌથી વધુ માંગ છે. દર વર્ષે આ શાળાના વિદ્યાર્થીઓને 100 ટકા પ્લેસમેન્ટ મળે છે. પરંતુ આ બ્રાન્ચના વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ ન મળ્યું હોય તેવી આ પ્રથમ ઘટના છે.

ગયા વર્ષે, IIT બોમ્બેના 32.8 ટકા વિદ્યાર્થીઓ નોકરી મેળવી શક્યા ન હતા. આ વર્ષે એવા વિદ્યાર્થીઓની સંખ્યામાં 2.8 ટકાનો વધારો થયો છે, જેઓ અત્યાર સુધી પ્લેસમેન્ટ મેળવી શક્યા નથી. નોંધાયેલા 2,209 વિદ્યાર્થીઓમાંથી 1,485 વિદ્યાર્થીઓએ પ્લેસમેન્ટ મેળવ્યું હતું. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, IIT-Bombayના પ્લેસમેન્ટ સેલના અધિકારીઓએ કહ્યું હતું કે, વૈશ્વિક આર્થિક મંદીને કારણે પ્લેસમેન્ટ સીઝન માટે કંપનીઓને બોલાવવી મુશ્કેલ બની ગઈ છે.

તાજેતરની પ્લેસમેન્ટ સીઝનમાં, વૈશ્વિક આર્થિક મંદી વચ્ચે ઘણી IITsમાં વિદ્યાર્થીઓને નોકરીની ઓફર કરવા માટે આવતા રિક્રૂટર્સની સંખ્યામાં અને પ્રકારમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે.

IITમાં પ્લેસમેન્ટ સેલ સાથે સંકળાયેલા એક ફેકલ્ટી મેમ્બરે કહ્યું કે, 'PPO બનાવવામાં આવી રહ્યા છે, પરંતુ ઘણી ઈન્ટરનેશનલ કંપનીઓ હજુ આગળ આવી નથી, તેઓ સિઝનના અંતમાં આવી શકે છે. અમેરિકા અને બ્રિટનની કેટલીક કંપનીઓ તેમના દેશની બહારના પ્રોજેક્ટ્સમાં રોકાણ કરવા માગતી નથી, તેથી તેઓ હજુ સુધી પ્લેસમેન્ટ માટે આવી નથી.'

Top News

સૌરાષ્ટ્રના આ ખેડૂત કોથિંબાની કાચરી થકી લાખોનો બિઝનેસ કરે છે

સૌરાષ્ટ્રના એક ખેડૂત કોથિંબાની કાયરીનો એવો ગૃહઉદ્યોગ ચલાવે છે જેનાથી તેઓ લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. ખેડૂતો અને આજના...
Gujarat 
સૌરાષ્ટ્રના આ ખેડૂત કોથિંબાની કાચરી થકી લાખોનો બિઝનેસ કરે છે

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 16-05-2025 દિવસ: શુક્રવાર મેષ: તમારી કેટલીક યોજનાઓ લાંબા સમયથી કાર્યસ્થળ પર લટકી રહી હતી, તેથી તમારે તેનું ધ્યાન રાખવું...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે

સામાન્ય રીતે એવી છાપ છે કે ભારતીય આર્મીમાં ગુજરાતીઓ જોડાતા નથી, ગુજરાતીઓને માત્ર બિઝનેસમાં જ રસ છે. પરંતુ ઓપરેશન...
Gujarat 
સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે

બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

પાકિસ્તાન અધિકૃત બલુચિસ્તાનમાં બલુચ લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને તેમનો રાષ્ટ્રીય ચુકાદો છે કે બલુચિસ્તાન પાકિસ્તાન નથી અને...
World 
બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન
Copyright (c) Khabarchhe All Rights Reserved.