સાઇકલ ચલાવીને બોર્ડની પરીક્ષા આપવા ગયેલા વિદ્યાર્થીને પરીક્ષામાં બેસવા ન દેવાયો

મધ્ય પ્રદેશમાં 5 ફેબ્રુઆરીથી મધ્ય પ્રદેશ બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ. પરીક્ષાના પહેલા દિવસે ઘણા પ્રકારના વિવાદ પણ સામે આવી રહ્યા છે. શ્યોપુરમાં એક વિદ્યાર્થી 10માં ધોરણની પરીક્ષા આપવા 8 કિલોમીટર દૂર સાઇકલ ચલાવીને પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યો હતો. તે અડધો કલાક લેટ થઈ ગયો. લેટ થવાના કારણે તેને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ ન આપવામાં આવ્યો. પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ ન મળવાથી વિદ્યાર્થી ત્યાં જ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. તેણે પરીક્ષા કેન્દ્રના પ્રભારી અને અન્ય સ્ટાફને વારંવાર આજીજી કરી, પરંતુ કોઈએ તેની એક વાત ન સાંભળી.

બધાએ તેને નિયમોનો સંદર્ભ આપીને ના પાડી દીધી. ઘણા સમય બાદ પોલીસકર્મીઓ અને સ્થાનિક લોકોના સમજાવ્યા બાદ તે ઘરે પાછો જતો રહ્યો. આ ઘટના વીરપુર તાલુકાના હેડક્વાર્ટરની હાયર સેકન્ડરી સ્કૂલ પરીક્ષા કેન્દ્રની છે. 10માં ધોરણનો વિદ્યાર્થી અંકેશ કેવટ નિતનવાન ગામમાં રહે છે. તેનું સોમવારે હિન્દીનું પેપર હતું. પરીક્ષા કેન્દ્ર તેના નિતનવાન ગામથી 8 કિલોમીટર દૂર વીરપુરમાં હતું. 4 ફેબ્રુઆરીએ અહી દિવસે અને રાત્રે વરસાદ પણ પડ્યો. આ કારણે અંકેશના ઘર આગળ રસ્તા પર કાદવ થઈ ગયો છે.

આ પરિસ્થિતિમાં અંકેશ સોમવારે સવારે પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં મોડું થઈ ગયું. પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવાનો સમય સવારે 8:30 વાગ્યાનો હતો, પરંતુ એ 9:45 વાગ્યા સુધી તેને પ્રવેશ આપી શકાય છે. જો કે, આંકેશ 9:00 વાગ્યે પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યો હતો. આ કારણે પરીક્ષા કેન્દ્રના પ્રભારીએ તેને પ્રવેશ ન આપ્યો. આ કારણે તે પરીક્ષાના પહેલા દિવસે પરીક્ષાથી વંચિત રહી ગયો.

તો મધ્ય પ્રદેશ બોર્ડની 10માંની પરીક્ષા સોમવારે શરૂ થઈ. સોમવારે હિન્દીનું પેપર હતું. પરીક્ષાના થોડા કલાકો અગાઉ જ પરીક્ષાનું પેપર વિભિન્ન ઈન્ટરનેટ મીડિયાના ગ્રુપોમાં આઉટ થઈ ગયું. જો કે, એ પેપર સાચું છે કે નહીં એ વાતની પુષ્ટિ થઈ શકી નથી. હિન્દીનું આ પેપર વૉટ્સએપ અને ટેલિગ્રામના વિભિન્ન ગ્રુપોમાં તેજીથી વાયરલ થઈ ગયું. બીજી તરફ માધ્યમિક શિક્ષણ મંડળના સચિવ કે.ડી. શ્રીવાસ્તવે આ લીક પેપરને નકલી બતાવ્યું.

About The Author

Top News

નેહા સાથે લગ્ન કર્યાના 15 દિવસમાં પતિએ પોલીસ ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા

હાપુરની એક નવપરિણીત દુલ્હનની ખુશીને ત્યારે મોટો ઝટકો લાગ્યો જ્યારે તેનો પતિ લગ્નના 15 દિવસ પછી જ તેને છોડીને મંદિરમાં...
National 
નેહા સાથે લગ્ન કર્યાના 15 દિવસમાં પતિએ પોલીસ ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા

હું ભગવાનમાં માનતો નથી, હું દશરથના માર્ગે ચાલું છુંઃ કમલ હાસન

દક્ષિણ અભિનેતા કમલ હાસન આ દિવસોમાં તેમની આગામી ફિલ્મ 'ઠગ લાઈફ'ને લઈને સમાચારમાં છે. અભિનેતા તેના પ્રમોશનમાં...
Entertainment 
હું ભગવાનમાં માનતો નથી, હું દશરથના માર્ગે ચાલું છુંઃ કમલ હાસન

સુરતના પ્રસિદ્ધ ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ ડૉ. જેની ગાંધી મુખ્યમંત્રી દ્વારા સન્માનિત

સુરત: ગુજરાત અને સુરતના જાણીતા ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ ડૉ. જેની ગાંધીને ન્યુરોવાસ્ક્યુલર અને પેરિફેરલ વાસ્ક્યુલર ઇન્ટરવેન્શન રેડિયોલોજીના ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન બદલ...
Gujarat 
સુરતના પ્રસિદ્ધ ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ ડૉ. જેની ગાંધી મુખ્યમંત્રી દ્વારા સન્માનિત

ડૉ. ગૌરવ ખંડેલવાલનું સ્પાઈન સર્જરીના ક્ષેત્રમાં મુખ્યમંત્રીએ કર્યું બહુમાન

સુરતઃ શેલ્બી હોસ્પિટલ્સ લિમિટેડ, સુરતના સ્પાઈન સર્જરી વિભાગના વડા ડૉ. ગૌરવ ખંડેલવાલ દેશના અગ્રણી સ્પાઈન સર્જન તરીકે ઓળખાય છે. તેમણે...
Gujarat 
ડૉ. ગૌરવ ખંડેલવાલનું સ્પાઈન સર્જરીના ક્ષેત્રમાં મુખ્યમંત્રીએ કર્યું બહુમાન
Copyright (c) Khabarchhe All Rights Reserved.