- Education
- ‘MBA કરીને શું કરીશ? તું પહેલાથી જ સફળ છે..’, કહીને અધિકારીએ US વીઝા રિજેક્ટ કરી દીધા
‘MBA કરીને શું કરીશ? તું પહેલાથી જ સફળ છે..’, કહીને અધિકારીએ US વીઝા રિજેક્ટ કરી દીધા
અમેરિકાના વીઝા માટે અરજી કરવી અને તે એકસેપ્ટ થઈ જવાને એક ઉપલબ્ધિ માનવામાં આવે છે. ઘણી વખત એવું સાંભળવા મળે છે કે ટૂરિસ્ટ વીઝા સરળતાથી મળી જાય છે, પરંતુ નોકરી કે અભ્યાસ માટે અમેરિકાના વીઝા મેળવવામાં મુશ્કેલીઓ આવે છે. આવો જ એક મામલો રેડિટ યુઝરે શેર કર્યો છે. તેના સ્ટુડન્ટ વીઝા (F-1 વીઝા) માત્ર એટલા માટે રિજેક્ટ કરી દેવામાં આવ્યા કારણ કે તે કંઈક વધારે જ ‘સફળ’ કે સક્સેસફૂલ વ્યક્તિ છે. શું છે આખો મામલો? ચાલો વિગતવાર સમજીએ.
એક ભારતીય યુઝરે રેડિટ પર પોસ્ટ કરીને ચોંકાવનારો દાવો કર્યો છે. યુઝરે જણાવ્યું કે, તે એમેઝોન જેવી પ્રતિષ્ઠિત કંપનીમાં 4 વર્ષથી વધુ સમયથી સીનિયર ઇનવેસ્ટિગેશન એન્ડ રિસ્ક એનાલિસ્ટ તરીકે કામ કરી રહ્યો છે. પોતાના પોર્ટફોલિયોને વધુ સુધારવા માટે તેણે અમેરિકાના સિએટલમાં સિટી યુનિવર્સિટીમાં MBA માટે અરજી કરી હતી, પરંતુ વીઝા અધિકારીએ તેના વીઝા રિજેક્ટ કરી દીધા. અધિકારીએ રિજેક્શન સ્લિપમાં લખ્યું કે, ‘તમે પહેલાથી જ સક્સેસફૂલ છો.’
યુઝરના મતે તેના વીઝા ઇન્ટરવ્યૂમાં આપેલા જવાબોથી કદાચ તે સ્પષ્ટ ન કરી શક્યો કે ભારતમાં તેના ભાવિ કરિયર માટે MBA કેટલું મહત્ત્વપૂર્ણ છે. જોકે યુઝરે લખ્યું કે તે ફરીથી વીઝા માટે અરજી કરવાની યોજના બનાવી રહ્યો છે. સાથે જ તે પોતાના પ્રોફેશનલ ડેવલપમેન્ટ માટે MBAની જરૂરિયાત અને ભારત પાછા ફરીને ઉચ્ચ હોદ્દા પર કામ કરવાના તેના ઇરાદા પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેણે લખ્યું કે, ‘જો તમારી પાસે એક સ્થિર નોકરી અને સારું કરિયર છે, તો તમારે અધિકારીને બતાવવાની જરૂર છે કે તમારી વર્તમાન સફળતા માત્ર એક નાનકડું પગલું છે અને તમારા દ્વારા પસંદ કરાયેલો કોર્ષ અથવા પ્રોગ્રામ તમને એક મોટું લક્ષ્ય પ્રાપ્ત કરવામાં સીધી મદદ કરશે અને તે પ્રાપ્ત કરવા માટે તમારે આ કોર્ષમાં એડમિશન લેવાની જરૂર છે.
NDTVના રિપોર્ટ મુજબ, એક્સપર્ટ્સનું કહેવું છે કે અરજદારોએ એ સ્પષ્ટ જણાવવું પડશે કે તેમનો પસંદ કરેલો પ્રોગ્રામ તેમના કરિયર અને ટારગેટ સાથે કેવી રીતે જોડાયેલો છે. સાથે જ અભ્યાસ બાદ તેમની વાપસી સુનિશ્ચિત કરવા માટે તેમણે પોતાના દેશ સાથે મજબૂત સંબંધો દર્શાવવા પડશે. જો તેઓ આમ ન કરી શક્યા, તો વીઝા રિજેક્ટ થઈ શકે છે.

