- Education
- શાળાની મુલાકાતે પહોંચ્યા શિક્ષણમંત્રી,ગંદકી દેખાતા પોતે જ ટોઇલેટ સાફ કરવા લાગ્યા
શાળાની મુલાકાતે પહોંચ્યા શિક્ષણમંત્રી,ગંદકી દેખાતા પોતે જ ટોઇલેટ સાફ કરવા લાગ્યા

સુરતના કામરેજ વિધાનસભાના ધારાસભ્ય અને શિક્ષણ મંત્રીએ તેમના વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળામાં ટોયેલટ સાફ કરીને એક ઉદાહરણ પૂરું પાડ્યું હતું જેમાં સફાઈ અભિયાનને વેગ મળે અને ખાસ લોકોમાં જાગૃતતા આવે તે હેતુથી જાતે સફાઈ કરીને લોકોને જાગૃત કરવા પ્રયાસો કરવામાં આવ્યા હતા.
ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સફાઈ અભિયાનને વેગ આપવા દરેક વખતે પ્રયાસો કર્યા છે અને તેને લઈને લોકોમાં પણ જાગૃતતા આવી છે, ત્યારે સુરતના કામરેજ વિધાનસભાના ધારાસભ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા દ્વારા કામરેજ વિસ્તારમાં આવેલા ડુંગરા ગામે આવેલી પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી.
કામરેજ ના ડુંગરા ગામ પ્રાથમિક શાળામાં આજરોજ શિક્ષણ મંત્રીશ્રી પ્રફુલ પાનસેરિયા એ મુલાકાત કરી હતી શાળામાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને આજરોજ બાળકોના ટોયલેટ શિક્ષણ મંત્રીએ જાતે સાફ કરીને ઉદાહરણ બેસાડ્યું હતું કે સ્વચ્છતા એ સૌનો સહિયારો પ્રયાસ છે રા pic.twitter.com/w0qO5B5G39
— Sanjay Parmar (@SanjayP52221931) January 13, 2023
ત્યાં ટોયલેટ ગંદી હાલતમાં જોવા મળી હતી જેને લઈને શિક્ષણ મંત્રી દ્વારા જાતે પાણીની પાઇપ લઈને ટોયલેટની સફાઈ કરવામાં આવી હતી. સાથે સાથે અન્ય જગ્યાઓ પર પડેલા કચરા ઉઠાવીને સફાઈ હાથ ધરવામાં આવી હતી.
એક શિક્ષણમંત્રી ખુદ હાથમાં જાડું લઈને સફાઈ કરી રહ્યા છે, જેને લઈને લોકોમાં જાગૃતતા આવે અને લોકો પણ સફાઈ તરફે પ્રેરાઈ અને સફાઈ અભિયાન ને વેગ મળે તે માટે શિક્ષણ મંત્રીએ સફાઈ કરીને લોકોને સંદેશો પાઠવવામાં આવ્યો હતો.
Related Posts
Top News
ગ્રાહક પાસે પાણીની બોટલ પર 1 રૂપિયો GST લેવાનું મોંઘું પડ્યું, હવે રેસ્ટોરાંએ ચૂકવવા પડશે આટલા રૂપિયા
RBI જલદી જ જાહેર કરશે 20 રૂપિયાની નવી નોટ, કેવી દેખાશે અને શું થશે તમારી જૂની નોટોનું? જાણી લો
'ડિપ્રેશન ચરમસીમાએ, નોકરી નથી...', અમેરિકા જતા લોકોને ભારતીય વિદ્યાર્થીની ચેતવણી
Opinion
