સરકાર સામે આક્રોશ ઠાલવનાર શીતલબેને કહ્યું, મને મોદી સરકાર પર ભરોસો છે

પહેલગામમાં જીવ ગુમાવનાર શૈલેષ કળથિયાની સુરતના મોટા વરાછા વિસ્તારમાંથી જ્યારે અંતિમ યાત્રા નિકળી ત્યારે હાજર રહેલા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ સમક્ષ શૈલેષભાઇના પત્ની શીતલબેને બળાપો કાઢ્યો હતો અને કહ્યુ હતું કે, અમે ટેક્સ પે કરીએ છીએ પણ સામાન્ય માણસોને કોઇ સુવિધા મળતી નથી અને વીઆઇપીઓ માટે ગાડી અને હેલિકોપ્ટરની વ્યવસ્થા હોય છે.મારા સંતાનોના ભવિષ્યનું શું? આવો ઘણો બધા આક્રોશ તેમણે ઠાલવ્યો હતો અને તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થયો હતો.

 જો કે બીજા દિવસે શીતલબેન કળથિયાના સૂર બદલાઇ ગયા હતા. તેમણે કહ્યુ કે, જે લોકોએ પહેલાગામમમાં જીવ ગુમાવ્યા છે તેમને ઉરી અને પુલવામા વખતે જે રીતે સરકારે ન્યાય આપ્યો હતો એ રીતે ન્યાય મળે. મને મોદી સરકાર પર ભરોસો છે.

સાથે તેમણે કહ્યું કે, અમારે પહેલગામથી સુરત આવવું હતું, પરંતુ ફલાઇટ માટે ભારે ભીડ હતી ત્યારે સી આર પાટીલ અને હર્ષ સંઘવીએ અમને ઘણી મદદ કરી જેથી અમે સુરત આવી શક્યા.

About The Author

Related Posts

Top News

દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

દિલ્હી યુનિવર્સિટી (DU)એ ગુરુવારે સ્પષ્ટ કરી દીધું કે તેના કોઈપણ કોર્સમાં મનુસ્મૃતિ ભણાવવામાં નહીં આવે. આ નિવેદન ત્યારે...
Education 
દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

ભલે આજે દુનિયા આધુનિક બની ગઇ હોય, આસમાનમાં પહોંચવાની વાત થતી હોય, પરંતુ આજની તારીખે પણ દહેજનું દુષણ...
National 
કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

2016માં રિલીઝ થયેલી ફિલ્મ 'દંગલ'માં સુપરસ્ટાર આમિર ખાને મહાવીર સિંહ ફોગટની ભૂમિકા ભજવી હતી. તે કુસ્તીબાજો...
Entertainment 
આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

એવું લાગે છે કે ડાયમંડ ઉદ્યોગમાં એક પણ રત્નકલાકાર બેરોજગાર નથી!

ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં અઢી વર્ષથી કારમી મંદીને કારણે લાખો રત્નકલાકારોએ રોજગારી ગુમાવી છે એ વિશે દેશભરમાં ભારે ઉહાપોગ મચી જતા...
Gujarat 
એવું લાગે છે કે ડાયમંડ ઉદ્યોગમાં એક પણ રત્નકલાકાર બેરોજગાર નથી!
Copyright (c) Khabarchhe All Rights Reserved.