ભારતમાં ઉદાર હાથે દાન કરનારાઓએ વર્ષમાં 54000 કરોડ રૂપિયાથી વધુનું દાન કર્યું!

ભારતની અંદર કરવામાં આવેલું દાન એક વર્ષમાં આશરે 54,000 કરોડ રૂપિયા જેટલું થઇ જાય છે, જેમાં સૌથી મોટો ભાગ ધાર્મિક સંસ્થાઓને જાય છે. 'હાઉ ઈન્ડિયા ગિવ્સ 2025-26' રિપોર્ટ મુજબ, વ્યક્તિગત દાનનો 45.9 ટકા ભાગ ધાર્મિક સંગઠનોને જાય છે, જ્યારે 41.8 ટકા ભાગ સીધો ગરીબો, જરૂરિયાતમંદ અને ભિખારીઓ સુધી પહોંચે છે. બિન-ધાર્મિક સંસ્થાઓ કુલ દાનના માત્ર 14.9 ટકા જ મેળવે છે.

Indian-Donate1
hindi.asianetnews.com

આ અભ્યાસ 20 રાજ્યોમાં હાથ ધરાયેલા સર્વેક્ષણ પર આધારિત છે. આ રિપોર્ટનો હેતુ એ સમજવાનો હતો કે, સામાન્ય ભારતીયો રોકડ, માલ અથવા સેવાઓમાં કેવી રીતે યોગદાન આપે છે. રિપોર્ટ મુજબ, 68 ટકા લોકોએ કોઈને કોઈ સ્વરૂપમાં દાન આપ્યું હોવાનું સ્વીકાર્યું છે.

'હાઉ ઈન્ડિયા ગિવ્સ 2025-26' રિપોર્ટ દર્શાવે છે કે, ભારતમાં સામાન્ય ઘરો દાન આપવા માટેનો સૌથી મોટો સ્ત્રોત છે. બધા આવક જૂથોમાં રોજિંદા દાન જોવા મળ્યું હતું. રૂ. 4,000થી રૂ. 5,000ની માસિક આવક ધરાવતા પરિવારોમાં પણ, લગભગ અડધા લોકો દાન આપે છે. જેમ જેમ આવક વધે છે, તેમ તેમ દાનમાં તેમની ભાગીદારી 70 થી 80 ટકા સુધી પહોંચે છે. મોટાભાગનું દાન મફત ખાવાનું આપતી સંસ્થાની સામુહિક રસોઈ થતી હોય ત્યાં અન્ન સ્વરૂપમાં હોય છે. ધાર્મિક સંસ્થાઓની સેવા કરવી એ આજકાલ સૌથી સામાન્ય સામાજિક યોગદાન બન્યું છે.

Indian-Donate2
thumbsupbharat.com

આ અહેવાલમાં દાનની પદ્ધતિઓનું પણ વિશ્લેષણ કરવામાં આવ્યું છે. કોઈ સામાન અથવા વસ્તુઓના રૂપમાં મદદનો હિસ્સો સૌથી વધુ લગભગ 46-48 ટકા છે. રોકડ દાનનો હિસ્સો 44 ટકા છે, જ્યારે લગભગ 30 ટકા લોકોએ સમય આપીને સ્વયંસેવક તરીકે હાજરી નોંધાવી છે. અહેવાલમાં એ પણ દર્શાવવામાં આવ્યું છે કે, ભારતમાં દાન ફક્ત નાણાકીય નથી, પરંતુ સમુદાય અને સંબંધો પર આધારિત પણ હોય છે.

આ અહેવાલમાં એમ પણ જણાવાયું છે કે, 90 ટકાથી વધુ લોકો દાનને ધાર્મિક ફરજ અથવા નૈતિક જવાબદારી તરીકે જુએ છે. આ જ કારણ છે કે ધાર્મિક સંસ્થાઓને સૌથી વધુ દાન મળે છે. રિપોર્ટ લોન્ચ સમયે બોલતા, સેન્ટર ફોર સોશિયલ ઇમ્પેક્ટ એન્ડ ફિલાન્થ્રોપી (CSIP)ના ડિરેક્ટર અને વડા, જીની ઉપ્પલે જણાવ્યું હતું કે, આ અભ્યાસ ભારતની ઉદારતાને પ્રકાશિત કરે છે, જેને ઘણીવાર ઓછો અંદાજવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, રાષ્ટ્રીય વપરાશ ડેટા પર આધારિત વિશ્લેષણ, ભારતમાં દાનની પ્રકૃતિ અને આર્થિક વિકાસ સાથે તે કેવી રીતે બદલાય છે તે સમજવામાં મદદ કરે છે.

Indian-Donate3
hindi.asianetnews.com

દાતાઓને ચાર શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવ્યા છે: પાયાના દાતાઓ, મહત્વાકાંક્ષી દાતાઓ, વ્યવહારુ દાતાઓ અને સમૃદ્ધ દાતાઓ.

તેમની પ્રેરણા, જાગૃતિ સ્તર અને આપવાની રીતો અલગ અલગ હોય છે. અહેવાલના તારણો દર્શાવે છે કે, ભારતની દાનની પરંપરા ઊંડી અને વ્યાપક છે, જે આવક, ક્ષેત્ર અને સામાજિક દરજ્જાને ધ્યાનમાં રાખીને સમાજના તમામ વર્ગોમાં ફેલાયેલી છે.

About The Author

Related Posts

Top News

બિનહરીફ જીત: વિશ્વકર્મા તો પાટીલને પણ ટપી ગયા!

ગુજરાતમાં સ્થાનીય સ્વરાજની ચૂંટણીઓમાં ફોર્મ ખેંચવાની તારીખ 15 એપ્રિલ હતી. ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ જાહેર કર્યું...
Politics 
બિનહરીફ જીત: વિશ્વકર્મા તો પાટીલને પણ ટપી ગયા!

ડાંગમાં સાસુ અને વહુ વચ્ચે ચૂંટણીનો જંગ, એકને ભાજપે ટિકિટ આપી તો બીજીને કોંગ્રેસે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હવે બરાબરનો માહોલ જામ્યો છે. પાર્ટીઓએ આપેલા મેન્ડેટ બાદ હવે બધા ઉમેદવારો ફોર્મ ભર્યા બાદ પ્રચાર...
Gujarat 
ડાંગમાં સાસુ અને વહુ વચ્ચે ચૂંટણીનો જંગ, એકને ભાજપે ટિકિટ આપી તો બીજીને કોંગ્રેસે

'મારી જિંદગીમાં પહેલી વાર મને કેસ પરથી કોઈએ હટી જવા કહ્યું છે' કેજરીવાલને આવું કહેનારા જસ્ટિસ સ્વર્ણ કાન્તા શર્મા કોણ છે?

જ્યારે ભૂતપૂર્વ CM અરવિંદ કેજરીવાલે સોમવારે દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ સ્વર્ણ કાન્તા શર્માને એક્સાઈઝ પોલિસી કેસની સુનાવણીમાંથી દૂર રહેવાની અપીલ કરી...
National 
'મારી જિંદગીમાં પહેલી વાર મને કેસ પરથી કોઈએ હટી જવા કહ્યું છે' કેજરીવાલને આવું કહેનારા જસ્ટિસ સ્વર્ણ કાન્તા શર્મા કોણ છે?

મેકગ્રાએ પ્રફુલ હિંગેનું ક્રિકેટ કરિયર કેવી રીતે બદલી નાખ્યું

એક તરફ, મેદાન પર વિનાશક બોલિંગ, અને બીજી તરફ, ઘરે ખુશી... આ પ્રફુલ હિંગેના IPL ડેબ્યૂની સાચી...
Sports 
મેકગ્રાએ પ્રફુલ હિંગેનું ક્રિકેટ કરિયર કેવી રીતે બદલી નાખ્યું
Copyright (c) Khabarchhe All Rights Reserved.