જે દાઢી કપાવશે તેને હાંકી કાઢવામાં આવશે..દારુલ ઉલૂમે 4 વિદ્યાર્થીને કાઢી મૂક્યા

ઇસ્લામિક શિક્ષણ માટે વિશ્વમાં પ્રખ્યાત દારુલ ઉલૂમ દેવબંદે દાઢી કપાવવા બદલ 4 વિદ્યાર્થીઓને હાંકી કાઢ્યા છે. એટલું જ નહીં, મેનેજમેન્ટે નિર્દેશ બહાર પાડ્યો છે કે દાઢી કાપવા માટે દારુલ ઉલૂમમાં કડક સજાની જોગવાઈ છે, જે કોઈ પણ દાઢી કાપશે, તે વિદ્યાર્થીને મદરેસામાંથી કાઢી મૂકવામાં આવશે. એટલું જ નહીં નવા વિદ્યાર્થીઓને મદરેસામાં પ્રવેશ મળશે નહીં. જો કે, હાંકી કાઢવામાં આવેલા ચાર વિદ્યાર્થીઓએ 15 દિવસ પહેલા તેમની ભૂલ માટે માફી માંગી હતી. મદરેસા મેનેજમેન્ટે તેમની માફી સ્વીકારી ન હતી અને દાઢી કપાવનારા વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.

અહીં તમને જણાવી દઈએ કે, ઉત્તર પ્રદેશનું દેવબંદ એક ઈસ્લામિક શૈક્ષણિક સંસ્થા દારુલ ઉલૂમ મદરેસાને કારણે આખી દુનિયામાં પ્રખ્યાત છે. દારુલ ઉલૂમ દેવબંદમાં ઇસ્લામિક શિક્ષણ મેળવવા માટે માત્ર દેશમાંથી જ નહીં પરંતુ વિશ્વના દરેક ખૂણેથી વિદ્યાર્થીઓ આવે છે. વિદ્યાર્થીઓને અનુશાસનમાં રાખવા માટે દેવબંદ દારુલ ઉલૂમમાં પણ નિયમોને કડક બનાવવામાં આવ્યા છે. દારુલ ઉલૂમના શિક્ષણ વિભાગના પ્રભારી મૌલાના હુસૈન અહેમદ હરિદ્વારીએ ચોંટાડેલી નોટિસમાં વિદ્યાર્થીઓને અનુશાસનમાં રહેવાની સલાહ આપવામાં આવી છે. ખાસ કરીને વિદ્યાર્થીઓને દાઢી અંગે સ્પષ્ટ માર્ગદર્શિકા આપવામાં આવી છે.

નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, દારુલ ઉલૂમ દેવબંધના એડમિશન નિયમોના પેજ નંબર 19 પર સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે કે, અયોગ્ય મુદ્રા અને ખાસ કરીને દાઢી કાપવી કુરાન અને હદીસ વાંચનારા વિદ્યાર્થીઓને અનુકૂળ નથી. દારુલ ઉલૂમ દેવબંદ આ મામલે હંમેશા સંવેદનશીલ રહ્યું છે. મદરેસામાં સ્પષ્ટ ગાઈડલાઈન છે કે, ક્લીન શેવ કરેલા નવા કે જૂના વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં આવશે નહીં. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, લગભગ 15 દિવસ પહેલા તૂર હદીસના 4 વિદ્યાર્થીઓએ દાઢી કાપી હતી. જેના કારણે તેમને મદરેસામાંથી બહાર કાઢવાની કાર્યવાહી કરવામાં આવી છે. જોકે, વિદ્યાર્થીઓએ માફી પત્ર પણ લખીને આપ્યો હતો. આ માફીપત્રને સ્વીકારવામાં આવ્યો ન હતો. ભવિષ્યમાં તમામ વિદ્યાર્થીઓ નિયમોનું પાલન કરે.

ઉલેમા-એ-કરમ કહે છે કે, ફેશનેબલ દાઢી રાખવી એ સુન્નત નથી. કુરાન અને હદીસ મુજબ એક મુઠ્ઠી દાઢી રાખવી એ સુન્નત રીત છે. ફતવા ઓનલાઈન ફતવા વિભાગના પ્રભારી મુફ્તી અરશદ ફારૂકીએ કહ્યું કે, મુસ્લિમ માટે દાઢી કપાવવી હરામ છે. દાઢી રાખવાની સુન્નત રીત સમજાવતા તેમણે કહ્યું કે મુસ્લિમ માણસે એક હથેળીમાં સમાય જાય તેવી દાઢી રાખવી જોઈએ. આ જ સુન્નત છે.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.