- Entertainment
- સૂર્યકુમાર યાદવ પર મોટો આરોપ, ખુશી મુખર્જીએ કહ્યું- એ મને મેસેજ કરતો પણ...
સૂર્યકુમાર યાદવ પર મોટો આરોપ, ખુશી મુખર્જીએ કહ્યું- એ મને મેસેજ કરતો પણ...
અભિનેત્રી ખુશી મુખર્જીએ ભારતીય ક્રિકેટ ટીમના T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ બાબતે એક સનસનાટીભર્યો દાવો કર્યો છે. તેનું કહેવું છે કે સૂર્યકુમાર યાદવ તેને મેસેજ કરતો હતો, પરંતુ હવે તેમની વચ્ચે વાતચીત થતી નથી. બોલ્ડ ડ્રેસિંગ સ્ટાઇલ દ્વારા મોટાભાગે સોશિયલ મીડિયા પર અવારનવાર છવાઈ રહેતી ખુશી મુખર્જીના જણાવ્યા અનુસાર ઘણા ક્રિકેટરો તેની પાછળ પડ્યા હતા, જેમનું નામ મોટાભાગે ઘણી પ્રખ્યાત હસ્તીઓ સાથે જોડવામાં આવે છે.
E24 સાથેની વાતચીત કરતા ખુશી મુખર્જીએ કહ્યું કે, ‘ઘણા ક્રિકેટરો મારી પાછળ પડ્યા હતા. સૂર્યકુમાર યાદવ મને ખૂબ મેસેજ કરતો હતો, પરંતુ હવે અમારી વધારે વાતચીત થતી નથી. હું કોઈ સાથે જોડાવા પણ નથી માગતી અને મને પોતાની જાત સાથે કોઈ પણ પ્રકારનું લિંકઅપ પસંદ નથી, વાસ્તવમાં કોઈ લિંકઅપ નહીં.
https://www.instagram.com/reel/DS0CTkljw1R/?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==
આ અગાઉ ખુશી મુખર્જીએ ખુલાસો કર્યો હતો કે તાજેતરમાં તેના મિત્રોએ તેને નશો આપીને ઘરમાંથી કિંમતી વસ્તુઓ ચોરી લીધી હતી. ચોરાવામાં આવેલા ઘરેણાના 25 લાખ રૂપિયાના છે. બોલિવુડલાઈફના અહેવાલ મુજબ તેણે કહ્યું હતું કે, હું શું કરી શકતી હતી? માફ કરી દેતી અથવા નજરઅંદાજ કરી દેતી. જ્યારે બંને વિકલ્પો અશક્ય નથી. જ્યારે મિત્રો દુશ્મન બની જાય છે, ત્યારે પ્રતિસ્પર્ધા વધી જાય છે, અને ઈર્ષ્યા સફળતાથી ઉપર થઇ જાય છે. મારા મિત્રોએ મને નશો અપીને મારા ઘરમાંથી ઘરેણાં ચોરી લીધાં... હું ઉદાર છું, પરંતુ કદાચ હું જીવનમાં પોતાનો રસ્તો ભટકી રહી છું. એવું લાગે છે કે મારે હાર માની લેવી જોઈએ.
કોણ છે ખુશી મુખર્જી
કોલકાતામાં જન્મેલી ખુશી મુખર્જી 29 વર્ષની છે અને ઘણા વર્ષોથી TV ઇન્ડસ્ટ્રીનો હિસ્સો છે. તેની કારકિર્દીની શરૂઆત 2013માં તમિલ ફિલ્મ ‘અંજલિ થુરાઈ’થી થઈ હતી. તેણે તેલુગુ અને હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે, પરંતુ તેને અસલી ઓળખ ભારતીય ટેલિવિઝન અને રિયાલિટી શૉ દ્વારા મળી. તે MTVના ‘સ્પ્લિટ્સવિલા 10’ અને ‘લવ સ્કૂલ 3’માં આવ્યા બાદ ખૂબ લોકપ્રિય બની.

