ગોવિંદાએ કર્યો દાવો, કેમેરોને 18 કરોડમાં 'અવતાર' ફિલ્મ ઓફર કરી હતી, ટાઇટલ પણ મેં જ આપેલું

બોલિવૂડના હીરો નંબર 1 ગોવિંદા તેની પત્ની સુનિતા સાથે છૂટાછેડાની અફવાઓને કારણે હેડલાઇન્સમાં છે. પરંતુ હવે તે પોતાના એક નિવેદનને કારણે ચર્ચામાં આવ્યો છે. ગોવિંદાએ દાવો કર્યો છે કે, ફિલ્મ નિર્માતા જેમ્સ કેમેરોને તેમને 18 કરોડ રૂપિયામાં અવતારમાં મુખ્ય ભૂમિકાની ઓફર કરી હતી. અભિનેતાએ વધુમાં જણાવ્યું કે, તેણે કેમેરોનને ફિલ્મનું શીર્ષક પણ સૂચવ્યું હતું.

Govinda, Avatar
timesnownews.com

મુકેશ ખન્ના સાથે વાત કરતાં ગોવિંદાએ કહ્યું, 'મેં 21.5 કરોડ રૂપિયાની ઓફર છોડી હતી અને મને તે યાદ છે, કારણ કે તેને છોડવી ખૂબ જ પીડાદાયક હતી. હું અમેરિકામાં એક સરદારજીને મળ્યો અને તેમને એક બિઝનેસ આઈડિયા આપ્યો જે કામ કરી ગયો. થોડા વર્ષો પછી, તેમણે મને જેમ્સ કેમેરોન સાથે પરિચય કરાવ્યો. તેમણે મને જેમ્સ સાથે ફિલ્મ બનાવવા કહ્યું, તેથી મેં તેને ચર્ચા કરવા માટે રાત્રિભોજન માટે આમંત્રણ આપ્યું. મેં ફિલ્મનું ટાઇટલ આપ્યું 'અવતાર'.

Govinda, Avatar
indianexpress.com

'જેમ્સે મને કહ્યું કે ફિલ્મનો હીરો વિકલાંગ છે, તેથી મેં કહ્યું કે હું આ ફિલ્મ નથી કરી રહ્યો. તેમણે મને આ માટે 18 કરોડ રૂપિયાની ઓફર કરી અને કહ્યું કે મારે 410 દિવસ શૂટિંગ કરવું પડશે. મેં કહ્યું ઠીક છે, પણ જો હું મારા શરીરને કલર કરાવીશ, તો હું હોસ્પિટલમાં હોઈશ.'

ગોવિંદાએ આગળ કહ્યું, 'આપણું શરીર જ આપણું એકમાત્ર સાધન છે. ક્યારેક, કેટલીક વસ્તુઓ વ્યાવસાયિક રીતે ખૂબ જ આકર્ષક લાગે છે, પરંતુ તમારે તમારા શરીર પર તેની અસરો પર પણ ધ્યાન આપવું પડશે. ક્યારેક, તમારે વર્ષો સુધી ફિલ્મ નકારવા બદલ લોકોની માફી માંગવી પડે છે. ભલે તેઓ નજીકના હોય, પરંતુ તેમનો અહંકાર ખૂબ જ મજબૂત હોય છે.'

Govinda, Avatar
navbharattimes.indiatimes.com

અહીં તમને જણાવી દઈએ કે, ગોવિંદા અને પત્ની સુનિતાના લગ્નને 37 વર્ષ થઈ ગયા છે. છૂટાછેડાની અફવાઓએ સર્વત્ર સનસનાટી મચાવી દીધી. પરંતુ એવું બહાર આવ્યું કે, પત્ની સુનિતાએ 6 મહિના પહેલા છૂટાછેડાની નોટિસ આપી હતી, ત્યારપછી દંપતીએ સમાધાન કર્યું હતું. વર્કફ્રન્ટની વાત કરીએ તો, ગોવિંદા ટૂંક સમયમાં 6 વર્ષ પછી મોટા પડદા પર પાછા ફરવા જઈ રહ્યા છે. તે તાજેતરમાં ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શોમાં જોવા મળ્યો હતો.

Govinda, Avatar
ottplay.com

અહીં તમને બતાવી દઈએ કે, પહેલી 'અવતાર' ફિલ્મ 2009માં રિલીઝ થઈ હતી, જેમાં સેમ વર્થિંગ્ટન અને ઝો સલ્ડાના મુખ્ય ભૂમિકામાં હતા. તેનો બીજો ભાગ 'ધ વે ઓફ વોટર' 16 ડિસેમ્બર, 2022ના રોજ રિલીઝ થયો હતો. ત્રીજો ભાગ 2025માં સિનેમાઘરોમાં રિલીઝ થવાની ધારણા છે, જ્યારે 'અવતાર 4' 2029માં અને 'અવતાર 5' 2031માં રિલીઝ થવાની ધારણા છે.

About The Author

Related Posts

Top News

7 રાજ્યોના પેટા ચૂંટણીના પણ પરિણામો આવી રહ્યા છે, જાણો ભાજપ-કોંગ્રેસ ક્યાં છે આગળ

બિહાર ચૂંટણીની સાથે, છ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશ, જમ્મુ અને કાશ્મીરમાં આઠ વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણીઓ યોજાઈ...
National 
7 રાજ્યોના પેટા ચૂંટણીના પણ પરિણામો આવી રહ્યા છે, જાણો ભાજપ-કોંગ્રેસ ક્યાં છે આગળ

બિહાર ચૂંટણી પરિણામઃ ફરી બની રહી છે નીતિશ સરકાર, NDA 157 સીટ પર આગળ, કોંગ્રેસે ફરી ખેલ બગાડ્યો

2025ની બિહાર વિધાનસભા ચૂંટણી માટે મત ગણતરી શરૂ થઈ ગઈ છે. શરૂઆતના વલણોમાં NDA સૌથી આગળ ચાલી રહ્યું છે...
National 
બિહાર ચૂંટણી પરિણામઃ ફરી બની રહી છે નીતિશ સરકાર, NDA 157 સીટ પર આગળ, કોંગ્રેસે ફરી ખેલ બગાડ્યો

શ્રી સરદાર પટેલ ગૌરવ સમિતિ સુરત દ્વારા આયોજિત પ્રજા વાત્સલ્ય પ્રતિનિધિ અભિવાદન સમારોહ

શ્રી ભાવનગર જિલ્લા પટેલ એજ્યુ & મેડીકલ ટ્રસ્ટ સુરત પ્રેરીત શ્રી સરદાર પટેલ ગૌરવ સમિતિ સુરત દ્વારા આયોજિત પ્રજા વાત્સલ્ય...
Gujarat 
શ્રી સરદાર પટેલ ગૌરવ સમિતિ સુરત દ્વારા આયોજિત પ્રજા વાત્સલ્ય પ્રતિનિધિ અભિવાદન સમારોહ

એક વ્યક્તિ કારમાં આવ્યો અને વકીલની ઓફિસ બહારથી અખબાર ચોરી ગયો!

મધ્યપ્રદેશના શિવપુરીમાં એક અનોખી ચોરીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક વ્યક્તિ કારમાં આવ્યો અને વકીલની ઓફિસની બહાર પડેલું...
National 
એક વ્યક્તિ કારમાં આવ્યો અને વકીલની ઓફિસ બહારથી અખબાર ચોરી ગયો!
Copyright (c) Khabarchhe All Rights Reserved.