બિગ બોસ 16માંથી બહાર થઈ ટીના દત્તા, જણાવ્યો અનુભવ, કહ્યું- શોકમાં હતી ઘરમાં

ટીના દત્તા રિયાલિટી શો બિગ બોસ 6ના ઘરમાંથી બહાર થઈ ગઈ છે. વીકેન્ડ પર થયેલા એલિમિનેશનમાં ટીના દત્તાના બહાર જવા પર વોટ કરવામાં આવ્યા હતા. તેની સાથે એલિમિનેશન માટે શિવ ઠાકરે, શાલિન ભનોટ અને પ્રિયંકા ચૌધરી નોમિનેટ થયા હતા. પરંતુ ટીનાને દર્શકોના સૌથી ઓછા મત મળ્યા હતા અને આથી તેણે બિગ બોસના ઘરમાંથી બેઘર થવું પડ્યું હતું. ટીનાનો ઘરમાં સફર ઉતર-ચઢાવ વાળો રહ્યો હતો. તેના અને શાલિનના સંબંધને લઈને પણ ચર્ચાઓ કરવામાં આવી રહી હતી. જોકે તેના બિગ બોસમાંથી બહાર થવા પહેલા શોના ફેન્સ તેનાથી નારાજ રહેવા લાગ્યા હતા.

ઘરમાંથી બહાર આવ્યા પછી ટીનાએ એક પ્રેસની સામે આવીને પોતાનો અનુભવ શેર કર્યો હતો. તેણે પોતાના સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે બિગ બોસ 16 માટે તે સાઈન અપ કરવા અંગે હું અચકાતી હતી કારણ કે આ ઘરમાં પોતાને સંભાળવું ઘણું મુશ્કેલ થઈ શકે છે. હવે હું મારા પરિવારને મિત્રોને મળીને ઘણી ખુશ છું. ટીનાએ એ પણ કહ્યું કે બિગ બોસ 16ના ઘરની અંદર તે સદમામાં રહી છે. તેણે ઘરની બહાર આવીને તેણે જાણ્યું કે તે ટ્રેન્ડ કરી રહી છે તો હું ઘણી ખુશ છું.

તેણે કહ્યું કે તેને ઘણી વખત ઘરમાં ગેમ સરખી રીતે રમવા દેવામાં આવી ન હતી કારણ કે ઘણી તકો પર ઘરની અંદર તેને બેકલેશ કરવામાં આવી રહી હતી. શોના હોસ્ટ સલમાન ખાને વસ્તુઓને સમજવામાં તેની પૂરી મદદ કરી હતી. તેણે એ પણ કહ્યું હતું કે મેં શોમા જીવનના જેટલા નવા પાઠ શીખ્યા છે, તેટલા કોઈએ નવી અનુભવ મને શીખવાડ્યા નથી. આ શોને ચલાનારા બધાને ઘણી મહેનત માટે પણ ધન્યવાદ માન્યો હતો.

ટીને એ પણ કહ્યું કે તે પ્રિયંકા ચાહર ચૌધરીને સપોર્ટ કરી રહી છે. હવે જ્યારે હું ઘરની બહાર છું તો મને લાગે છે કે હું કંઈ કરી શકું છું. ટીનાએ શાલિન અંગે વાત કરતા કહ્યું કે શાલિન ભનોટવાળા ટોપિકની મારી પણ ઘણી અસર થઈ છે અને હું વિચારી રહી હતી કે શું હું મારી ગેમ રમી શકું છું. જ્યારે હાલમાં જ મારી પ્રિયંકા સાથે મિત્રતા થઈ છે, તો ફરાહ ખાન મેમે મને કહ્યું કે અમે બંને વાસ્તવમાં મસતલબી છીએ. અને દર્શકો દ્વારા શોમાં સૌથી વધારે નફરત કરનારી છોકરીઓ. હું બિગ બોસના ઘરમાં ઘણી સદમામાં હતી.

About The Author

Related Posts

Top News

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.