કંગનાએ દ્વારકામાં કહેલી વાત પર પિતાએ મત્તું માર્યું, ભાજપમાંથી ચૂંટણી...

બોલિવુડ એક્ટ્રેસ કંગના રણૌતને લઈને સતત ચૂંટણી લડવાની ચર્ચાઓ ચાલી રહી છે. તો હવે તેના પિતાએ આ ચર્ચાઓ પર પૂર્ણવિરામ લગાવી દીધો છે. કંગના રણૌતના પિતાએ તેના (કંગના) લોકસભા ચૂંટણી લડવાની વાત સ્વીકારી છે. જો કે, પિતાએ એમ પણ કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી (BJP) નક્કી કરશે કે દીકરી કંગનાને ક્યાંથી ચૂંટણી લડાવવાની છે. એક્ટ્રેસ કંગના રણૌતના પિતા અમરદીપે સ્પષ્ટ કર્યું કે કંગના રણૌત ભાજપની ટિકિટ પર જ ચૂંટણી લડશે, પરંતુ તે ક્યાંથી ચૂંટણી લડશે, એ વાતને પાર્ટી નેતૃત્વએ જ નક્કી કરવાનું છે.

મોટી વાત એ છે કે કંગના રણૌતે 2 દિવસ અગાઉ કુલ્લુમાં પોતાના ઘર પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા સાથે પણ મુલાકાત કરી હતી. મુલાકાત બાદથી તેની ચૂંટણી લડવાની ચર્ચાઓને હજુ વેગ મળ્યો હતો, પરંતુ હવે પિતાએ સ્પષ્ટ કરી દીધું છે કે કંગના રણૌત ચૂંટણી લડશે.

ગયા અઠવાડિયે હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) તરફથી સોશિયલ મીટ કાર્યક્રમ કરાવવામાં આવી હતી. તેમાં પણ કંગના રણૌત પહોંચી હતી અને કહ્યું હતું કે RSSની વિચારધારા, તેની વિચારધારાથી મળે છે. કંગના મંડી લોકસભા સીટ કે પછી ચંડીગઢથી ચૂંટણી લડે તેવી સંભાવના છે.

ફિલ્મ એક્ટ્રેસ કંગના રણૌત મૂળ મંડી જિલ્લાના સરકાઘાટ વિધાનસભા ક્ષેત્રના ભાંબલા ગામની રહેવાસી છે. તેને મનાલીમાં પણ એક ઘર બનાવી રાખ્યું છે. તેનો પરિવાર હવે મનાલીમાં જ રહે છે. થોડા મહિના અગાઉ જ કંગનાએ દ્વારકામાં મીડિયા સાથે વાતચીત કરી હતી કે જો ભગવાનની કૃપા રહી તો તે ચૂંટણી જરૂર લડશે. ત્યારબાદ કંગના ચૂંટણી લડવાને લઈને ખબરોનો બજાર ગરમ છે.

બે દિવસ અગાઉ જ જે.પી. નડ્ડા સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ કંગના રણૌતની ચૂંટણી લડવાની ચર્ચાઓએ હજુ તેજી પકડી લીધી હતી. આ મુલાકાત કૂલ્લુમાં થઈ હતી. આ દરમિયાન જે.પી. નડ્ડાની ધર્મપત્ની મલ્લિકા નડ્ડા પણ ઉપસ્થિત રહી હતી. આ કણકારી કંગના રણૌતે પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી છે.

તેણે સોશિયલ મીડિયા પર જાણકારી આપતા લખ્યું કે, ‘કુલ્લૂમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા અને તેમના ધર્મપત્ની મલ્લિકા નડ્ડા સાથે મુલાકાત થઈ. આ મુલાકાતમાં તેમણે સહયોગ, સલાહ અને માર્ગદર્શન મળ્યું, જેથી તે પોતાને ભાગ્યશાળી માની રહી છે.’

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 15-06-2025 દિવસ: રવિવાર મેષ:  તમારે વ્યવસાય માટે નજીક અને દૂર મુસાફરી કરવી પડી શકે છે. તમારા જીવનસાથીના સહયોગ અને...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

દિલ્હી યુનિવર્સિટી (DU)એ ગુરુવારે સ્પષ્ટ કરી દીધું કે તેના કોઈપણ કોર્સમાં મનુસ્મૃતિ ભણાવવામાં નહીં આવે. આ નિવેદન ત્યારે...
Education 
દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

ભલે આજે દુનિયા આધુનિક બની ગઇ હોય, આસમાનમાં પહોંચવાની વાત થતી હોય, પરંતુ આજની તારીખે પણ દહેજનું દુષણ...
National 
કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

2016માં રિલીઝ થયેલી ફિલ્મ 'દંગલ'માં સુપરસ્ટાર આમિર ખાને મહાવીર સિંહ ફોગટની ભૂમિકા ભજવી હતી. તે કુસ્તીબાજો...
Entertainment 
આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ
Copyright (c) Khabarchhe All Rights Reserved.