- Entertainment
- કિરણ રાવની 'લાપતા લેડીઝ'એ નેટફ્લિક્સ પર રણબીર કપૂરની આ ફિલ્મને પછાડી
કિરણ રાવની 'લાપતા લેડીઝ'એ નેટફ્લિક્સ પર રણબીર કપૂરની આ ફિલ્મને પછાડી

કિરણ રાવની ફિલ્મ 'લાપતા લેડીઝ' 1 માર્ચના રોજ મોટા પડદા પર રિલીઝ થઈ હતી. જયા, ફૂલ અને દીપકની વાર્તા. એક વાર્તા જેમાં બે દુલ્હનોની ઘૂંઘટને કારણે અદલા બદલી થઇ જાય છે. નાના બજેટમાં બનેલી ફિલ્મ. જેણે ખૂબ જ સંવેદનશીલ વિષય ઉઠાવ્યો હતો. ત્યારપછી એપ્રિલમાં તે નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી હતી. ઘણાના મોઢેથી થયેલા વખાણને કારણે તેણે ઘણી પ્રશંસા મેળવી હતી. આ ફિલ્મને એટલી પસંદ કરવામાં આવી કે, તેણે રણબીર કપૂરની ફિલ્મ એનિમલને પાછળ છોડી દીધી.
રણબીર કપૂરની 'એનિમલ' ગયા વર્ષે 1 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. તે રિલીઝ થયા પછી ખુબ હલચલ મચી ગઈ હતી. તેને ખૂબ જ ધ્રુવીકરણ સમીક્ષાઓ મળી. કેટલાક લોકોને તે ખૂબ ગમી હતી, કેટલાક લોકોને તે બિલકુલ પસંદ ન આવી, પરંતુ એકંદરે આ ફિલ્મે ઘણી સારી કમાણી કરી હતી. આ રણબીરના કરિયરની સૌથી મોટી ફિલ્મ બની. તેણે લગભગ 550 કરોડ રૂપિયાની કમાણી કરી.
પછી નેટફ્લિક્સ પર 'એનિમલ'ને રિલીઝ કરવામાં આવી. આ અંગે પણ અહીં ચર્ચા કરવામાં આવી હતી. દર અઠવાડિયે તેના વ્યુઅરશિપમાં વધારો થયો રહ્યો. પરંતુ Netflix પર 'લાપતા લેડીઝ' આવ્યા પછી 'Animal' પાછળ રહી ગઈ. એક મીડિયા ચેનલના રિપોર્ટ અનુસાર, 'લાપતા લેડીઝ'એ Netflix પર વ્યુઝના મામલામાં 'એનિમલ'ને પાછળ છોડી દીધી છે. જો આંકડાઓ પરથી સમજીએ તો Netflix પર અત્યાર સુધીમાં 'એનિમલ'ને લગભગ 13 મિલિયન વ્યૂઝ મળ્યા છે. જ્યારે 'લાપતા લેડીઝ'ને 13.8 મિલિયન વ્યૂઝ મળ્યા છે.
જો કે, 'લાપતા લેડીઝ' હજુ પણ વ્યૂના મામલામાં રિતિક રોશન અને દીપિકા પાદુકોણની ફિલ્મ 'ફાઇટર'થી પાછળ છે. 'ફાઇટર'ને નેટફ્લિક્સ પર લગભગ 14 મિલિયન વ્યૂઝ મળ્યા છે. 'લાપતા લેડીઝ' માત્ર ભારતમાં જ પસંદ કરવામાં આવી રહી નથી. હકીકતમાં, ભારત બહારના લોકો પણ આ ફિલ્મને ખૂબ પસંદ કરી રહ્યા છે. ફિલ્મ જોયા પછી ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ તેની પ્રશંસા પણ કરી રહ્યા છે. જે ઝડપે 'લાપતા લેડીઝ' ઓડિયન્સ મેળવી રહી છે, તે પ્રમાણે તે ટૂંક સમયમાં નેટફ્લિક્સ પર 'ફાઇટર'ને પાછળ છોડી શકે છે.
1 માર્ચે વિશ્વભરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'લાપતા લેડીઝ' આમિર ખાન અને જ્યોતિ દેશપાંડે દ્વારા બનાવવામાં આવી છે. આ ફિલ્મ બિપ્લબ ગોસ્વામીની નવલકથા પર આધારિત છે. જેનું નિર્દેશન કિરણ રાવે કર્યું છે. કિરણ રાવે અગાઉ 2010માં 'ધોબી ઘાટ'નું નિર્દેશન કર્યું હતું.
ચાલો કઈ નહીં, આ 'લાપતા લેડીઝ'ની સમીક્ષા છે. તમને 'એનિમલ' અને 'લાપતા લેડીઝ' કેવું લાગ્યું તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો.
Related Posts
Top News
ગ્રાહક પાસે પાણીની બોટલ પર 1 રૂપિયો GST લેવાનું મોંઘું પડ્યું, હવે રેસ્ટોરાંએ ચૂકવવા પડશે આટલા રૂપિયા
RBI જલદી જ જાહેર કરશે 20 રૂપિયાની નવી નોટ, કેવી દેખાશે અને શું થશે તમારી જૂની નોટોનું? જાણી લો
'ડિપ્રેશન ચરમસીમાએ, નોકરી નથી...', અમેરિકા જતા લોકોને ભારતીય વિદ્યાર્થીની ચેતવણી
Opinion
