મુકેશ ખન્ના રણવીર સિંહને 'શક્તિમાન' બનવા દેશે નહીં; તેમણે કહ્યું- કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે!

ચાર વર્ષ પહેલાં પ્રતિષ્ઠિત ભારતીય સુપરહીરો શક્તિમાન પર આધારિત એક ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી, અને એવા અહેવાલો પણ આવ્યા હતા કે રણવીર સિંહ મુખ્ય ભૂમિકા ભજવશે. જોકે, મુકેશ ખન્નાએ આ કાસ્ટિંગનો વિરોધ કર્યો હતો. તેમણે અનેક વખત જાહેરમાં કહ્યું છે કે તેઓ રણવીરને આ ભૂમિકા ભજવવા દેશે નહીં. હવે, મુકેશ ખન્નાએ ફરી એકવાર આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે.

હકીકતમાં, પહેલીવાર મુકેશ ખન્નાએ રણવીર સિંહના અભિનયની પ્રશંસા તો કરી છે, પરંતુ તેમણે એ પણ સ્પષ્ટ કર્યું છે કે 'શક્તિમાન'ની ભૂમિકા તેમના માટે સ્ટારડમ કરતાં વધુ મહત્વપૂર્ણ છે.

Mukesh-Khanna-Ranveer-Singh1
zeenews.india.com

એક TV ચેનલ સાથેના ઇન્ટરવ્યુમાં, મુકેશ ખન્નાએ ખુલ્લેઆમ રણવીરની પ્રશંસા કરી. તેમણે કહ્યું, 'જોકે, તે જબરદસ્ત ઉર્જા ધરાવતો એક મહાન અભિનેતા છે, અને તે 'ધુરંધર', 'ગલી બોય' અને 'ખિલજી' જેવા પાત્રો ભજવી શકે છે.' ખન્નાએ એ વાત પર ભાર મૂક્યો કે શક્તિમાનની ભૂમિકા ભજવવા માટે ફક્ત પ્રતિભા કરતાં કંઈક વિશેષ હોવાની વધુ જરૂર છે. તેમણે કહ્યું, 'તમારે ફક્ત એક અભિનેતાની જ જરૂર નથી, પરંતુ પાત્રની જેવો મળતો ચહેરો પણ જોઈએ.'

Mukesh-Khanna-Ranveer-Singh3
indiatv.in

'પૃથ્વીરાજ ચૌહાણ જેવા ઐતિહાસિક પાત્રને ખરેખર તેવા જ દેખાવની જરૂર છે, જેવા તે હકીકતમાં દેખાતા હતા, જે ફિલ્મમાં કોસ્ચ્યુમ અને વિગ પહેર્યા પછી પણ અક્ષય કુમાર તેમના જેવા દેખાતા ન હતા. જ્યારે મેં ઐતિહાસિક પાત્રોની ભૂમિકા ભજવી હતી, ત્યારે મને તૈયાર થવામાં દોઢ કલાક જેટલો સમય લાગી જતો હતો, જેમાં સાત ઇંચનો મુગટ પહેરવાનો પણ સમાવેશ થાય છે.'

Gujarat-High-Court2
livehindustan.com

મુકેશ ખન્નાએ એમ પણ બતાવ્યું કે, તેમના આ કડક વલણના કારણે તેમને ભારે નુકસાન ઉઠાવવું પડી શકે છે, કારણ કે સોની પિક્ચર્સ આ ફિલ્મને આગળ વધારવા માટે ઉત્સુક છે. 'આ મારું જ નુકસાન છે. મને કરોડોનું નુકસાન થઇ રહ્યું છે, કારણ કે સોની મને તેટલી રકમ ચૂકવવા તૈયાર છે.' પરંતુ મેં કહ્યું, 'એક મિનિટ થોભી જાઓ, મને આ કાસ્ટિંગ મંજુર નથી.' તેઓ એક સ્ટાર ઇચ્છે છે, મને નહીં. જો મને પરવાનગી મળે, તો હું દેશભરમાં ઓડિશન કરાવીશ, જેથી કરીને મને કોઈ એવો વ્યક્તિ મળી જાય, જે ખરેખર શક્તિમાન જેવો દેખાતો હોય, એટલે કે, દેખાવમાં સુંદર, સીધો-સરળ અને દયાળુ. મારા મતે, કોઈપણ એવો અભિનેતા, જેની પાસે પહેલાથી જ બની ગયેલી કે બનાવવામાં આવેલી પોતાની ઇમેજ હોય તે શક્તિમાનનું પાત્ર ભજવી શકે નહીં.'

Mukesh-Khanna-Ranveer-Singh5
gnttv.com

મુકેશ ખન્નાએ એ પણ ખુલાસો કર્યો કે, તેઓ ભૂમિકા અંગે ચર્ચા કરવા માટે રણવીર સિંહને મળ્યા હતા, પરંતુ તે મુલાકાતથી તેમનો ઈરાદો બદલાયો નથી. તેમણે કહ્યું, 'આ સોની દ્વારા કરવામાં આવેલી એક પૂર્વ-આયોજિત મીટિંગ હતી, જ્યાં રણવીર મને કહેવા આવ્યો હતો કે તે શક્તિમાનનું પાત્ર ભજવી શકે છે. આ પહેલી વાર નહોતું જ્યારે તેણે આ ભૂમિકામાં રસ દાખવ્યો હોય.' ખન્નાએ વધુમાં બતાવ્યું કે, તેમણે બીજું એક સૂચન કર્યું હતું. તેમણે કહ્યું કે, રણવીર સિંહે તે શોના પ્રખ્યાત ખલનાયક 'તમરાજ કિલવિશ'ની ભૂમિકા ભજવવી જોઈએ. જોકે, ચર્ચા કોઈપણ જાતના પરિણામ વિના સમાપ્ત થઈ હતી.

About The Author

Related Posts

Top News

એક્શનમાં CM વિજય, મંદિર-મસ્જિદ, શાળાઓ અને બસ સ્ટેન્ડ નજીક દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ

પશ્ચિમ બંગાળની જેમ, તમિલનાડુમાં પણ નવી સરકારે સત્તા સંભાળી છે, અને શરૂઆતથી જ એક્શન મોડમાં હોય તેવું લાગે...
એક્શનમાં CM વિજય, મંદિર-મસ્જિદ, શાળાઓ અને બસ સ્ટેન્ડ નજીક દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ

વોટ્સએપ પ્લસ થયું લોન્ચ, મળશે વધુ ફીચર્સ, પણ ખિસ્સા હળવા કરવા પડશે

તમે કદાચ પહેલાથી જ વોટ્સએપનો ઉપયોગ કરી જ રહ્યા છો. હવે, વોટ્સએપ પ્લસ અજમાવીને જુઓ. અસલી, નકલી વર્ઝન...
Tech and Auto 
વોટ્સએપ પ્લસ થયું લોન્ચ, મળશે વધુ ફીચર્સ, પણ ખિસ્સા હળવા કરવા પડશે

ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને LPGના સ્ટોક અંગે કેન્દ્ર સરકારે આપી બધી માહિતી

વૈશ્વિક ઉર્જા બજારમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે, ભારત સરકારે દેશવાસીઓને મોટી રાહત આપતા સ્પષ્ટ કર્યું છે કે દેશમાં ઈંધણની...
National 
ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને LPGના સ્ટોક અંગે કેન્દ્ર સરકારે આપી બધી માહિતી

NEET (UG) પરીક્ષા 24 લાખ વિદ્યાર્થીઓ ફરીથી આપશે; નવી એક્ઝામ અંગે જાણો સંપૂર્ણ વિગતો

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા ગત 3 મે 2026ના રોજ લેવાયેલી NEET (UG) 2026ની પરીક્ષા સત્તાવાર રીતે...
Education 
NEET (UG) પરીક્ષા 24 લાખ વિદ્યાર્થીઓ ફરીથી આપશે; નવી એક્ઝામ અંગે જાણો સંપૂર્ણ વિગતો
Copyright (c) Khabarchhe All Rights Reserved.