શાહરૂખની ‘ડંકી’ અને પ્રભાસની ‘સાલાર’ વચ્ચે ટક્કર, એક જ દિવસે આ તારીખે રીલિઝ થશે

વર્ષ 2023 બોલિવુડ ફિલ્મો માટે વરદાન સમાન રહ્યું છે. પઠાણ, જવાન, ગદર-2, તૂ ઝુછી મેં મક્કાર અને રોકી ઓર રાની કી પ્રેમ કહાની જેવી ફિલ્મો બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઇ છે. હવે 2023ના અંતમાં બે મોટી ફિલ્મો વચ્ચે ટક્કર થવા જઇ રહી છે. સુપરસ્ટાર શાહરૂખ ખાન અને બાહુબલી સ્ટાર પ્રભાસની ફિલ્મો એક જ દિવસે રીલિઝ થવા જઇ રહી છે.

ડિસેમ્બરના અંતમાં શાહરૂખ ખાનની ડનકી અને પ્રભાસની ફિલ્મ સાલાર રીલિઝ થવા જઇ રહી છે. બોક્સ ઓફિસ પર આ બંને ફિલ્મોની ટક્કર થવા જઇ રહી છે. શુક્રવારે હોમ્બલે ફિલ્મ્સે જાહેરાત કરી કે સાલાર 22 ડિસેમ્બર 2023ના રોજ રીલિઝ થઇ રહી છે. આ અવસરે ફિલ્મના નિર્માતાઓએ નવું પોસ્ટર પણ રીલિઝ કર્યું છે. જેમાં પ્રભાસ રફ લુકમાં જોવા મળી રહ્યો છે તેના હાથમાં તલવાર પણ જોવા મળી રહી છે.

2 મોટા સ્ટાર્સની બોક્સ ઓફિસર પર ટક્કર

22 ડિસેમ્બર ના રોજ સાલારની રીલિઝ ડેટ જાહેર કર્યા પછી એ નક્કી થઇ ગયું કે બોક્સ ઓફિસ પર શાહરુખની ફિલ્મ ડનકી અને પ્રભાસની સાલારની ટક્કર થશે. આ પહેલા સાલારની રીલિઝ તારીખ 28 સપ્ટેમ્બર 2023 નક્કી કરવામાં આવી હતી. બોક્સ ઓફિસ પર આ ફિલ્મની ટક્કર વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ વેક્સીન વોર સાથે થવા જઇ રહી હતી. જોકે, ત્યાર પછી પોસ્ટ પ્રોડક્શનનો હવાલો આપતી સાલારની રીલિઝ ડેટ પોસ્ટપોન્ડ કરી દેવામાં આવી હતી. સાલાર ફિલ્મની ડિરેક્શન KGF ફેમ પ્રશાંત નીલે કર્યું છે. ફિલ્મમાં પ્રભાસની સાથે પૃથ્વીરાજ સુકુમારન, શ્રુતિ હસન અને મીનાક્ષી ચૌધરી છે.

આ વર્ષે શાહરૂખની ત્રીજી ફિલ્મ થશે રીલિઝ

પઠાન અને જવાનની ઐતિહાસિત સફળતા પછી શાહરૂખ ખાન હવે વર્ષના અંતમાં પોતાની ત્રીજી ફિલ્મ Dunki લઇને ફેન્સની વચ્ચે જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન રાજ કુમાર હીરાનીએ કર્યું છે. ફિલ્મમાં શાહરૂખ ખાનની સાથે તાપસી પન્નૂ પણ જોવા મળશે. ફેન્સને આશા છે કે કિંગ ખાનની આ ફિલ્મ પણ કમાણીના બધા રેકોર્ડ તોડવામાં સફળ રહેશે.

About The Author

Related Posts

Top News

અમિત શાહે કેમ કહ્યું- બહેનોએ જે કર્યું છે તે એક કોર્પોરેટ કંપનીને કરવુ હોય તો તેમને પરસેવો વળી જાય

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 3 દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને શનિવારે તેમણે બનાસ ડેરીમાં કેટલાક ઉદઘાટન પણ કર્યા....
Gujarat 
અમિત શાહે કેમ કહ્યું- બહેનોએ જે કર્યું છે તે એક કોર્પોરેટ કંપનીને કરવુ હોય તો તેમને પરસેવો વળી જાય

શું ગોપાલને જૂતું ફેંકાયું એટલે કેજરીવાલ ગુજરાત દોડી આવ્યા?

જામનગરના ટાઉન હોલમાં એક સભામાં કોંગ્રેસના કાર્યકર છત્રપાલ સિંહ જાડેજાએ જૂતુ મારવાની ઘટનાને કારણે આમ આદમી પાર્ટી એકદમ જોરમાં આવી...
Politics 
શું ગોપાલને જૂતું ફેંકાયું એટલે કેજરીવાલ ગુજરાત દોડી આવ્યા?

‘પુતિન આવ્યા, રશિયાના સૌથી અમીર વ્યક્તિની સહી કરાવી અને બબાલ ખતમ..’, ઈન્ડિગો સંકટ વચ્ચે પુતિનનો 16 વર્ષ જૂનો વીડિયો વાયરલ

બરાબર એજ સમયે ભારતના ઘણા શહેરોમાં ઇન્ડિગોની અવ્યવસ્થા અને 1000થી વધુ ફ્લાઇટ્સ રદ થવાને કારણે હાહાકાર મચી ગયો હતો,...
World 
‘પુતિન આવ્યા, રશિયાના સૌથી અમીર વ્યક્તિની સહી કરાવી અને બબાલ ખતમ..’, ઈન્ડિગો સંકટ વચ્ચે પુતિનનો 16 વર્ષ જૂનો વીડિયો વાયરલ

આ દેશમાં પુરુષો ઓછા હોવાથી કલાકના ભાવે પુરુષોને ભાડે લઈ રહી છે મહિલાઓ

લાતવિયા (Latvia), 2024-2025ના આંકડા પ્રમાણે આ દેશમાં આશરે 15-16% વધુ સ્ત્રીઓ છે ( દર 100 પુરુષો પર 115 સ્ત્રીઓ )...
Lifestyle 
આ દેશમાં પુરુષો ઓછા હોવાથી કલાકના ભાવે પુરુષોને ભાડે લઈ રહી છે મહિલાઓ
Copyright (c) Khabarchhe All Rights Reserved.