‘મને આમીર ખાને ફિલ્મમાંથી કઢાવ્યો, કેમ કે હું..’, એક્ટર દયા શંકર પાંડેનો મોટો ખુલાસો

લગાન અને સ્વદેશમાં પોતાની એક્ટિંગથી ચર્ચામાં આવેલા દયા શંકર પાંડેએ તાજેતરમાં એક મોટો ખુલાસો કર્યો છે. તેણે આમિર ખાન સાથે જોડાયેલી એક ઘટના શેર કરી હતી. તેણે કહ્યું કે, આમિરે સ્ટ્રગલના દિવસોમાં તેને એક ફિલ્મમાંથી કઢાવી મૂક્યો હતો. પાંડેના જણાવ્યા અનુસાર, એ સમયે તે આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો હતો. એવામાં, આમિરના આ નિર્ણયે તેને દયાશંકર પાંડેની નજરમાં વિલન બનાવી દીધો. ચાલો જાણીએ શું છે આખો મામલો.

આમિર અને દયાશંકર પાંડેએ લગાનઅને ગુલામજેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. બંને વર્ષ 1995માં આવેલી ફિલ્મ અકેલે હમ અકેલે તુમમાં પણ સાથે જોવા મળવાના હતા, પરંતુ આમિરે તેને એમ કહીને ફિલ્મમાંથી કઢાવી મૂક્યો તે આ ભૂમિકા માટે ઓવરક્વાલિફાઇડ છે. ફ્રાઈડે ટોકીઝ નામની યુટ્યુબ ચેનલ સાથે થયેલી વાતચીતમાં તેણે કહ્યું કે, ‘મારી પાસે કોઈ કામ નહોતું. હું આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો હતો. મારા પરિવારે પણ મને સમર્થન આપવાનો ઇનકાર કરી દીધો હતો અને મેં વિચારી લીધું હતું કે, હવે હું પોતે જ પૈસા કમાઈશ. મેં ફિલ્મ અકેલે હમ અકેલે તુમના આસિસ્ટન્ટ ડિરેક્ટરને કહ્યું કે, મને કોઈ પણ નાની-મોટી ભૂમિકા આપી દો. તેમણે મને તે ફિલ્મમાં 12 દિવસનું કામ અપાવ્યું અને મને દરરોજ 2000 રૂપિયા મળવા લાગ્યા!

Daya Shankar Pandey
indianexpress.com

 

તેમના જણાવ્યા અનુસાર આમિરે અને તેમણે અગાઉ બાઝીફિલ્મમાં સાથે કામ કર્યું હતું. એટલા આમિરને ખબર હતી. તે જાણતો હતો કે આ એક સારો એક્ટર છે. જોકે, આ ભૂમિકાને કારણે, તે સેટ પર આમિરની નજરોમાં આવતો બચી રહ્યો હતો. પરંતુ એક દિવસ આમિરે તેને જોઈ લીધો અને પૂછ્યું કે તે સેટ પર શું કરી રહ્યો છે. દયાશંકરે જણાવ્યું કે તે આ ફિલ્મમાં જુનિયર આર્ટિસ્ટના રૂપમાં જોડાયો છે. આ સાંભળીને આમિરે ફિલ્મના ડિરેક્ટર મન્સૂર ખાન અને આસિસ્ટન્ટ ડિરેક્ટરને કહ્યું કે દયાશંકરના ટેલેન્ટને આ રીતે બર્બાદ ન કરો. તે ખૂબ જ સારો એક્ટર છે. પાંડે કહે છે કે તે સમયે તેને આમિરની પ્રશંસા જોઈતી નહોતી. તે માત્ર પોતાના પૈસા લઈને ઘરે જવા માગતો હતો. તેમના જણાવ્યા અનુસાર, ‘અંદરથી ન મને આમિર ખાન વિલેન લાગી રહ્યો હતો. મેં કહ્યું- ઓકે. મને પેકઅપ કરી દીધો.

Daya Shankar Pandey
quora.com

 

જોકે, આમિરે તેને અકેલે હમ અકેલે તુમમાં જૂનિયર આર્ટિસ્ટ તરીકે કામ ન કરવા દીધો, પરંતુ બાદમાં તેણે તેની ભરપાઈ જરૂર કરી દીધી. પાંડે કહે છે કે આમિરે તેને લગાનમાં પણ પોતાની સાથે કાસ્ટ કર્યો. એટલું જ નહીં, તેણે 'ગુલામ'માં પણ એક મહત્ત્વપૂર્ણ ભૂમિકાની ઓફર પણ કરી હતી. આ ફિલ્મોમાં કામ કર્યા બાદ, તેની પાસે કામની કોઈ કમી નહોતી. આજે તે ફિલ્મો સાથે-સાથે ટીવીમાં પણ ખૂબ એક્ટિવ છે. તેણે લગાનઅને ગુલામસિવાય, ‘વેલકમ ટૂ સજ્જનપુર’, ‘મકડીઅને ગંગાજલજેવી ફિલ્મોમાં પણ કામ કર્યું. સાથે જ ચર્ચિત ટીવી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ઈન્સ્પેક્ટર ચાલૂ પાંડેની ભૂમિકામાં પણ જોવા મળે છે.

About The Author

Related Posts

Top News

અમદાવાદ પ્લેન ક્રૅશમાં બચી ગયેલા વિશ્વાસ કુમારને ઉંઘ નથી આવતી, કોઈને મળતા નથી

આજે દુનિયાના ઘણા લોકો તેમને સૌથી ભાગ્યશાળી વ્યક્તિ માને છે, પરંતુ 12 જૂનના રોજ એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં બચી...
Gujarat 
અમદાવાદ પ્લેન ક્રૅશમાં બચી ગયેલા વિશ્વાસ કુમારને ઉંઘ નથી આવતી, કોઈને મળતા નથી

મહારાષ્ટ્રમાં ભાષાને લઈને ફરી વિવાદ, ઓટો ડ્રાઇવરની પિટાઈ

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વિરારમાં શનિવારે એક ઓટો રિક્ષા ચાલકને માર મારવામાં આવ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો....
National 
મહારાષ્ટ્રમાં ભાષાને લઈને ફરી વિવાદ, ઓટો ડ્રાઇવરની પિટાઈ

ટાઈમ બગાડતા ક્રાઉલી પર ગીલ ગુસ્સે થયો તો ઇંગ્લિશ કોચે કહ્યું- શુભમન પણ મસાજ કરાવતો હતો...

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સ ટેસ્ટ મેચનો ત્રીજો દિવસ (12 જુલાઈ) નાટકીય રીતે સમાપ્ત થયો. ઇંગ્લિશ ઓપનર જેક ક્રાઉલીએ...
Sports 
ટાઈમ બગાડતા ક્રાઉલી પર ગીલ ગુસ્સે થયો તો ઇંગ્લિશ કોચે કહ્યું- શુભમન પણ મસાજ કરાવતો હતો...

રીલ જોઈ મહિલાએ હળદરની ગોળીઓ ખાવાનું શરૂ કર્યું, લીવર નિષ્ફળ જવાની આરે હતું, પરંતુ બચાવી લેવાઈ

હળદરના વધુ પડતા ડોઝને કારણે 57 વર્ષીય મહિલાનું લીવર ખરાબ થવાના આરે હતું. હાલમાં, મહિલા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે....
World 
રીલ જોઈ મહિલાએ હળદરની ગોળીઓ ખાવાનું શરૂ કર્યું, લીવર નિષ્ફળ જવાની આરે હતું, પરંતુ બચાવી લેવાઈ
Copyright (c) Khabarchhe All Rights Reserved.