અનંત અંબાણીનું ફરી વધી ગયુ વજન, જાણો વેઇટ લોસ બાદ ફરી શા માટે વધી જાય છે વજન

દુનિયાના મોટા ઉદ્યોગપતિઓમાં સામેલ મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીએ પોતાનું વજન 108 કિલોગ્રામ સુધી ઘટાડી લીધુ હતું. આશરે ત્રણ વર્ષોથી તેનું વજન બેલેન્સ હતું. દરમિયાન તેણે પોતાની ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચન્ટ સાથે સગાઈ કરી લીધી અને ખૂબ જ જલ્દી લગ્ન કરવાના છે. અનંત અંબાણીની આ એંગેજમેન્ટ સેરેમનીમાં તેનું વજન વધેલું દેખાઈ રહ્યું છે. અનંત અંબાણીના ફરીવાર મેદસ્વિ થવાને કારણે લોકો આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે કે આખરે તેનું વજન ફરીવાર કઈ રીતે વધી ગયુ. એમાં હવે સવાલ એ થાય છે કે, વજન ઘટાડ્યા બાદ તેને મેન્ટેન રાખવું પણ જરૂરી છે. તેને માટે સૌથી પહેલા આપણે એ સમજવુ પડશે કે વજન ઘટ્યા બાદ વધ્યું શા માટે?

2017માં અનંત અંબાણીએ માત્ર 18 મહિનામાં પોતાનું વજન 108 કિલો ઘટાડી લીધુ હતું. તે એટલો પાતળો અને સ્માર્ટ થઈ ગયો હતો કે લોકો ઓળખી પણ નહોતા શકતા. અનંત અંબાણીના કોચ વિનોદ ચન્નાના નેતૃત્વમાં વર્કઆઉટના માધ્યમથી પોતાનું વજન ઓછું કર્યું હતું. અનંત અંબાણી દરરોજ 5-6 કલાક એક્સરસાઈઝ કરતો હતો જેમા 21 કિલોમીટર રોજ વોક કરતો હતો.

આ ઉપરાંત યોગ, વેટ ટ્રેનિંગ અને અન્ય પ્રકારની એક્સરસાઈઝ કરતો હતો. આ ઉપરાંત, ડાયટનું ખાસ ધ્યાન રાખતો હતો. અનંતની ડાયટમાં હેલ્ધી ફેટ, પ્રોટીનનો વધુ ડોઝ જતો હતો. આ સાથે જ ફળ, પનીર, ક્વેનોઆ આપવામાં આવતા હતા. હવે તેનું વજન ફરીવાર વધેલું દેખાઈ રહ્યું છે. વજનને કંટ્રોલ કર્યા બાદ તેને મેનેજ કરવું ખૂબ જ જરૂરી છે.

હેલ્થ વેબસાઈટ હેલ્થલાઈન અનુસાર, ફરીવાર વજન વધવાના ઘણા કારણો હોઈ શકે છે જેમા પહેલું કારણ એ છે કે જે દિનચર્યા વેટ લોસ પહેલા હતી, એ જ દિનચર્યા ફરીવાર શરૂ કરવી. એટલે કે અનંત અંબાણી પહેલાની જેમ જ અનહેલ્ધી ડાયટ લઈ રહ્યો છે અને એક્સરસાઈઝ કરવાની તેણે છોડી દીધી છે એટલે જ તેનું ફરીવાર વજન વધી ગયુ છે.

કઈ રીતે કરવું મેન્ટેન

જ્યારે શરીરમાં ફેટ ઘટે છે તો ફરીથી શરીરમાં ભૂખવાળા હોર્મોન વધવા માંડે છે. તેમજ કેલેરી ખાવાથી અને મસલ્સ લોસ થવાથી મેટાબોલિઝ્મ પણ ધીમુ થવા માંડે છે. મેટાબોલિઝ્મ જ્યારે સ્લો થઈ જાય છે તો તેનો મતલબ છે કે શરીરમાં પોષક તત્વોનું અવશોષણ ઘટી જાય છે એટલે કે શરીરમાં ફરીથી ફેટ જમા થવા માંડે છે. આ જ કારણ છે કે, અનંત અંબાણીનું વજન ફરીથી વધી ગયુ છે.

એક અધ્યયન અનુસાર, કિશોરાવસ્થામાં ડાયટિંગ કરવાથી ભવિષ્યમાં મેદસ્વિતા વધવાનું જોખમ રહેલું છે. અનંત અંબાણીએ જિમ સમયે વેટ ઘટાડવાનું શરૂ કર્યું હતું, ત્યારે તેની ઉંમર ખૂબ જ નાની હતી. ફરીવાર મેદસ્વિતા માટે અનહેલ્ધી ફૂડ, ગતિહીન લાઈફસ્ટાઈલ અને સ્ટ્રેસ સૌથી વધુ જવાબદાર છે. એવામાં જો તમે વજન ઘટાડી લીધુ છે તો હંમેશાં એક્સરસાઈઝ કરતા રહો અને હેલ્ધી ડાયટ લો. આ સાથે જ સેચુરેટેડ ફેટ, પ્રોસેસ્ડ ફૂડ, વધુ પડતું તેલ, ઘી ન ખાવા જોઈએ અને દરરોજ ઓછામાં ઓછી એક કલાક એક્સરસાઈઝ કરો.

વજન ઓછું કર્યા બાદ હંમેશાં તેને મેન્ટેન રાખવા માટે અપનાવો આ ટિપ્સ

વિવાંશ ફિટનેસના એક્સપર્ટ સંદીપના જણાવ્યા અનુસાર, વજન ઓછું કર્યા બાદ વજન ફરીવાર વધવા માટે કેટલીક ખોટી આદતો જવાબદાર છે. જો તમે વજન ઓછું કરી લીધુ છે અને ત્યારબાદ તમે વેટ ટ્રેનિંગ કરવાની છોડી દીધી છે તો તમારું વજન ઝડપથી વધી શકે છે. આથી, તમે અઠવાડિયામાં એકથી બેવાર વેટ ટ્રેનિંગ જરૂર કરો.

જો તમે તમારી ખાવાની આદતો જેવી કે જંક ફૂડ ખાવાની આદત અને ઓઈલી ફૂડ્સનું સેવન કરવાની આદતને ફરીવાર અપનાવી લીધી તો ઝડપથી વેટ ગેન થઈ શકે છે.

વેટ ગેન કરવા માટે તમારું ડાયટ મહત્ત્વો રોલ પ્લે કરે છે. દરરોજ ગળપણનું સેવન કરવાથી ઝડપથી વજન વધે છે આથી સ્વીટ ખાવાથી દૂર રહેવુ જોઈએ.

જો તમે હંમેશાં સ્લિમ અને સુંદર દેખાવા માંગતા હો તો પૂરતી ઊંઘ લો અને વેટ ગેનમાં ઊંઘનો મહત્ત્વનો રોલ છે.

પ્રોટીનનું સેવન હંમેશાં કરો. પ્રોટીનનું વધુ સેવન તમારા વજનને હંમેશાં કંટ્રોલ રાખશે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.