ફિલ્મ ‘સેમ બહાદુર’ માટે વિકીને મળી આટલી ફી, જુઓ બધા કલાકારોની સેલેરી

બોલિવુડ અભિનેતા વિકી કૌશલ હાલમાં પોતાની બહુપ્રતીક્ષિત ફિલ્મ સેમ બહાદુર માટે ચર્ચામાં છે. ફિલ્મ પ્રેમીઓ વિકીની આ વોર ડ્રામા બાયોપિક ફિલ્મની રાહ જોઇ રહ્યા હતા, પરંતુ આ ફિલ્મને જોઈએ એવો દર્શકોને પ્રેમ મળ્યો નથી. ખેર, ફિલ્મની વાત કરીએ તો જાણીતા ફિલ્મ નિર્માતા રોની સ્કૂવાલાએ આ ફિલ્મને પ્રોડ્યુસ કરી છે. જે એવી બાયોગ્રાફિકલ ફિલ્મોને સપોર્ટ કરે છે જે દર્શકોના દિલોમાં છાપ બનાવી દે. મેઘના ગુલઝાર દ્વારા ડિરેક્ટ આ ફિલ્મ ભારતના પહેલા ફીલ્ડ માર્શલ, સેમ માનેકશૉના જીવન પર આધારિત છે. વિકી કૌશલે આ ફિલ્મમાં સેમ માનેકશૉનું પાત્ર ભજવ્યું છે.

વિકીની સાથે ફિલ્મમાં અન્ય ઘણાં પ્રતિભાશાળી કલાકારો પણ છે. જેમાં ફાતિમા સના શેખ, સાન્યા મલ્હોત્રા, નીરજ કાબી, મોહમ્મદ ઝીશાન આયૂબ જેવા કલાકારો સામેલ છે.

ઉરી અને રાઝી જેવી જોરદાર ફિલ્મોમાં અભિનય કર્યા બાદ વિકી કૌશલ હવે જીવની પર આધારિત યુદ્ધ ડ્રામા ફિલ્મમાં ભારતના પહેલા ફીલ્ડ માર્શલ સેમ માનેકશૉની ભૂમિકામાં જોવા મળશે. વિકીને આ ફિલ્મમાં તેની આ ભૂમિકા માટે 10 કરોડ રૂપિયા ફીના રૂપમાં આપવામાં આવ્યા છે.

વિકી કૌશલ પછી અભિનેત્રી ફાતિમ સના શેખ આ ફિલ્મમાં ભારતના પૂર્વ પ્રધાનમંત્રી ઈંદિરા ગાંધીના પાત્રમાં જોવા મળશે. જેને ફિલ્મ માટે 1 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. તો સાન્યા મલ્હોત્રા ફિલ્મમાં સેમ માનેકશૉના પત્ની સિલ્લૂ માનેકશૉની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મમાં સેમની પત્નીની ભૂમિકા માટે અભિનેત્રીને 1 કરોડ રૂપિયા સેલેરી પેટે આપવામાં આવ્યા હતા.

નીરજ કાબી આ ફિલ્મમાં ભારતના પહેલા પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નેહરૂની ભૂમિકામાં જોવા મળશે. આ પાત્ર માટે અભિનેતાને લગભગ 30 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે. ફિલ્મમાં લોર્ડ માઉન્ટબેટનનું પાત્ર કલાકાર એડવર્ડ સોનેનબ્લિક ભજવી રહ્યો છે. જેને પણ ફી પેટે 30 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે.

ફિલ્મમાં અભિનેતા મોહમ્મદ ઝીશાન આયૂબ ફિલ્મમાં પાકિસ્તાન રાષ્ટ્રપતિ યાહ્યા ખાનના પાત્રમાં જોવા મળશે. જેને 15 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે. ખેર, ફિલ્મ લગભગ 70-80 કરોડ રૂપિયાના બજેટમાં બની છે.

વિકી કૌશલ દ્વારા અભિનીત આ ફિલ્મ 1 ડિસેમ્બર 2023ના રોજ સંદીપ રેડ્ડી વાંગાની ‘એનિમલ’ સાથે થિએટર્સમાં રીલિઝ થઈ હતી, જેમાં રણબીર, રશ્મિકા, અનિલ કપૂર અને બોબી દેઓલ લીડ રોલમાં છે.

About The Author

Related Posts

Top News

અંગ્રેજી માધ્યમની સરકારી શાળાઓને લઈને ગુજરાત સરકાર કેમ નીરસ વલણ અપનાવી રહી છે?

શિક્ષણ દરેક વ્યક્તિ માટે ખૂબ જરૂરી છે, શિક્ષણ દરેક વ્યક્તિના  ઘડતરનો પાયો છે, શિક્ષણ થકી જ વ્યક્તિ પોતાના...
Education 
અંગ્રેજી માધ્યમની સરકારી શાળાઓને લઈને ગુજરાત સરકાર કેમ નીરસ વલણ અપનાવી રહી છે?

ભાઇચારાનું અદભુત ઉદાહરણ...3000 મુસ્લિમો, 250 હિન્દુઓ, તેમ છતા હિન્દુ મહિલા બન્યા સરપંચ

હરિયાણાના નૂહ જિલ્લાનું સિરોલી ગામ. વસ્તીની દ્રષ્ટિએ, આ ગામ મુસ્લિમ બહુમતી ધરાવતું છે. 3,296 મતદારોમાંથી 250 હિન્દુ મતદારો છે....
National 
ભાઇચારાનું અદભુત ઉદાહરણ...3000 મુસ્લિમો, 250 હિન્દુઓ, તેમ છતા હિન્દુ મહિલા બન્યા સરપંચ

રાજપૂત શૂરવીર રાણા સાંગા કોણ હતા?

સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ રામજીસાલ સુમને રાજ્યસભામાં રાણા સાંગેને ગદ્દાર કહ્યા હતા અને કહ્યું હતું કે, ભારતમાં  બાબરને લાવનાર...
National 
રાજપૂત શૂરવીર રાણા સાંગા કોણ હતા?

પોપ ફ્રાન્સિસના નિધન બાદ આ ફિલ્મ જોવા લોકો તૂટી પડ્યા

ગયા સોમવારે, ખ્રિસ્તીઓના સર્વોચ્ચ ધાર્મિક ગુરુ પોપ ફ્રાન્સિસના મૃત્યુના સમાચારથી વિશ્વભરના ખ્રિસ્તી સમુદાયમાં શોકની લહેર ફેલાઈ ગઈ. એક તરફ...
Entertainment 
પોપ ફ્રાન્સિસના નિધન બાદ આ ફિલ્મ જોવા લોકો તૂટી પડ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.