સૈફ અલી ખાન પર હુમલાના આરોપી શરીફુલે કોર્ટમાં કર્યો મોટો દાવો- 'ધરપકડના સમયે મને...'

બોલિવુડ એક્ટર સૈફ અલી ખાન પર તેના ઘરે થયેલા ચોરીનો નિષ્ફળ પ્રયાસ અને જીવલેણ હુમલાના કેસમાં એક મોટું અપડેટ સામે આવ્યું છે. આ કેસમાં, મુંબઈ પોલીસે આરોપી શરીફુલ ઇસ્લામની જામીન અરજી ફરી એક વખત કોર્ટમાં સખત વિરોધ કર્યો હતો. જામીન અરજી પર સુનાવણી હવે 17 એપ્રિલ સુધી ટાળી દેવામાં આવી છે. આરોપી મોહમ્મદ શરીફુલ ઇસ્લામ શહજાદે મુંબઈ સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી છે, જેના પર બુધવારે (9 એપ્રિલ) બીજી વખત સુનાવણી થઈ હતી. મુંબઈ પોલીસે કહ્યું હતું કે, જે છરીથી સૈફ અલી ખાન પર હુમલો કરવામાં આવ્યો હતો, તેના ત્રણેય ટુકડા ફોરેન્સિક તપાસમાં મેળ ખાતા જોવા મળ્યા છે. પોલીસે કોર્ટમાં દાવો કર્યો હતો કે, આરોપી વિરુદ્ધ આ એક મહત્ત્વનો પુરાવો છે.

Saif-Ali-Khan-Attack-Case1
indiatoday.in

મુંબઈ પોલીસે શરીફુલના જામીનનો કેમ વિરોધ કર્યો?

આ સાથે મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે, આરોપી શરીફુલ બાંગ્લાદેશી નાગરિક છે અને ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતો હતો. જો તેને જામીન મળી જાય તો તે બાંગ્લાદેશ ભાગી જાય તેવી શક્યતા છે. આ જ કારણે મુંબઈ પોલીસે જામીન અરજીનો વિરોધ કર્યો છે.

તો, આરોપીએ પોતાની જામીન અરજીમાં દાવો કર્યો છે કે, તેને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યો છે. આરોપી મોહમ્મદ શરીફુલ ઇસ્લામ શહજાદનું કહેવું છે કે, પોલીસે ધરપકડના સમયે તેને કારણ બતાવ્યુ નહોતું અને તેના મૌલિક અધિકારોનું હનન થયું છે. ઉલ્લેખનીય છે કે, મુંબઈ પોલીસે 1000 પાનાંની ચાર્જશીટ દાખલ કરી છે.

Saif-Ali-Khan-Attack-Case2
indiatoday.in

રીફુલના વકીલનું કહેવું છે કે, પોલીસ પાસે કોઈ મજબૂત પુરાવા નથી અને FIRમાં ઘણી ખામીઓ છે. એક્ટરના ઘરે હુમલાની ઘટના 16 જાન્યુઆરીના રોજ સવારે લગભગ 2:00 વાગ્યાની છે, જ્યારે આરોપીએ કથિત રીતે ઘરમાં ઘૂસીને ઘરેલુ સહાયક પર હુમલો કર્યો હતો અને પછી જ્યારે સૈફ અલી ખાને વચ્ચે બચાવ કરવાનો પ્રયાસ કર્યો તો તેના પર પણ છરીથી હુમલો કરી દેવામાં આવ્યો હતો.

About The Author

Top News

CSK છોડવાની અટકળો વચ્ચે રવીન્દ્ર જાડેજાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ગાયબ, ફેન્સ ટેન્શનમાં

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી સીઝન માટે મિની ઓક્શન 15 ડિસેમ્બરે થવાની સંભાવના છે. ઓક્શન અગાઉ બધી 10...
Sports 
CSK છોડવાની અટકળો વચ્ચે રવીન્દ્ર જાડેજાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ગાયબ, ફેન્સ ટેન્શનમાં

એરપોર્ટ પર જાહેરમાં નમાઝ અદા કરતા વિવાદ, BJPનો કોંગ્રેસ પર પ્રહાર

બેંગ્લોરના કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટર્મિનલ-2નો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કેટલાક...
National 
એરપોર્ટ પર જાહેરમાં નમાઝ અદા કરતા વિવાદ, BJPનો કોંગ્રેસ પર પ્રહાર

દિલ્હીમાં લાલ કિલ્લા પાસે કારમાં જોરદાર ધમાકો, એકનું મોત, હાઇ એલર્ટ જાહેર

દિલ્હીમાં લાલ કિલ્લાની નજીક એક ઇકો વાનમાં જોરદાર ધમાકો થયો છે, જેના કારણે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ છે. આ...
National 
દિલ્હીમાં લાલ કિલ્લા પાસે કારમાં જોરદાર ધમાકો, એકનું મોત, હાઇ એલર્ટ જાહેર

તમારા બાળકની સ્માઇલના બધા કરશે વખાણ જો તે આ રીતે કરશે બ્રશ

દરેક માતા–પિતાને ઈચ્છા હોય છે કે તેમનું બાળક દિવસની શરૂઆત એક સુંદર સ્મિતથી કરે અને તેનું મન પણ શાંત અને...
Charcha Patra 
તમારા બાળકની સ્માઇલના બધા કરશે વખાણ જો તે આ રીતે કરશે બ્રશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.