કંગના રણૌતને આંચકો, કોર્ટે જાવેદ અખ્તર સામે 'ખંડણી'નો કેસ ફગાવી દીધો

જાવેદ અખ્તર અને કંગના રણૌત વચ્ચેની કાનૂની લડાઈએ નવો વળાંક લીધો છે. એક તરફ જ્યારે કોર્ટે જાવેદ અખ્તરને સમન્સ મોકલીને 5 ઓગસ્ટના રોજ કોર્ટમાં હાજર થવા માટે કહ્યું છે, તો બીજી બાજુ તેની સામેના 'ખંડણી' સહિતના 4 આરોપોને ફગાવી દીધા છે. મંગળવારે, કોર્ટે કહ્યું હતું કે, ગીતકાર જાવેદ અખ્તર સામે ખંડણીનો કોઈ કેસ બનતો નથી. મુંબઈની મેજિસ્ટ્રેટ કોર્ટે એમ પણ કહ્યું હતું કે, કોઈ વ્યક્તિને લેખિત માફી માંગવાનું કહેવું એ 'મૂલ્યવાન રક્ષણ' હેઠળ આવતું નથી, કારણ કે પોતાની સગવડતા અનુસાર કાનૂની અધિકાર ન તો બનાવી શકાય છે, ન તો તેને સ્થાનાંતરિત કરી શકાય.

કંગના રણૌતની જાવેદ અખ્તર સામેની ફરિયાદનો આ મામલો અભિનેતા રિતિક રોશન સાથેના જાહેર ઝઘડાની આસપાસ ફરે છે. અભિનેત્રીની અરજી અનુસાર, માર્ચ 2016માં જાવેદ અખ્તરે તેને અને તેની બહેન રંગોલી ચંદેલને પોતાના ઘરે બોલાવી અને માંગ કરી કે તે રિતિક રોશનની માફી માંગે. કંગનાએ અરજીમાં કહ્યું છે કે, રિતિક રોશન સાથેના તેના વિવાદને જાવેદ અખ્તર સાથે કોઈ લેવાદેવા નથી.

કંગનાએ તેના આરોપોમાં જણાવ્યું છે કે, આરોપી (જાવેદ અખ્તર)એ તેને અને તેની બહેનને માર્ચ 2016ના મહિનામાં જુહુ સ્થિત તેના ઘરે બોલાવ્યા અને ગુનાહિત ઈરાદાથી તેને ડરાવી અને ધમકાવી. તેમજ તેને બળજબરીથી તેના કો-સ્ટાર (રિતિક રોશન)ની લેખિતમાં માફી માંગવા માટે કહેવામાં આવ્યું હતું. તેણે આવું એટલા માટે કર્યું કે તે સાથી કલાકારના સમર્થનમાં પેપર પ્રૂફ (મૂલ્યવાન સુરક્ષા) બનાવી શકે.

આ સિવાય કંગના રણૌતે જાવેદ અખ્તર પર પાયાવિહોણા નિવેદનો આપવા અને તેના નૈતિક ચારિત્ર્ય પર હુમલો કરવાનો, તેની ગરિમા અને પવિત્રતાને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે. અભિનેત્રીએ દાવો કર્યો છે કે, જાવેદ અખ્તરે ઈરાદાપૂર્વક તેના નમ્ર વ્યવહારનું અપમાન કર્યું હતું, તેના અંગત જીવનમાં ઘુસવાનો પ્રયાસ કર્યો હતો અને કો-સ્ટાર સાથેના તેના અંગત સંબંધો પર ટિપ્પણી કરી હતી.

આ વર્ષની શરૂઆતમાં કંગના રણૌતે અંધેરી મેજિસ્ટ્રેટ કોર્ટમાં પોતાનું નિવેદન આપ્યું હતું. આમાં તેણે 2021માં એક ઇન્ટરવ્યુમાં અગાઉ જે કહ્યું હતું તેને પુનરાવર્તિત કર્યું. આ ઈન્ટરવ્યુના આધારે જાવેદ અખ્તરે કંગના રણૌત વિરુદ્ધ માનહાનિની ફરિયાદ દાખલ કરી હતી. કંગનાની બહેન રંગોલીએ પણ જાવેદ અખ્તરની વાતચીત અંગે અભિનેતા દ્વારા કરાયેલા દાવાને સમર્થન આપતા કોર્ટમાં પોતાનું નિવેદન આપ્યું હતું.

મંગળવારે, દલીલો અને રજૂઆતોને ધ્યાનમાં લીધા પછી, મેજિસ્ટ્રેટ R.M. શેખ એ નિષ્કર્ષ પર આવ્યા કે, કંગના રણૌત દ્વારા કરવામાં આવેલા છ આરોપોમાંથી, ફક્ત બે પર આગળની કાર્યવાહીની જરૂર છે. પરિણામે, મેજિસ્ટ્રેટે જાવેદ અખ્તરને ગુનાહિત ધાકધમકી અને મહિલાની નમ્રતાનું અપમાન કરવાના આરોપસર સમન્સ મોકલ્યું હતું. ગીતકારને 5 ઓગસ્ટે અંધેરી કોર્ટમાં હાજર થવાનું છે.

About The Author

Related Posts

Top News

પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

તેલંગાણાના નિર્મલ જિલ્લાના આ ચૂંટણીના સમાચાર સાબિત કરે છે કે, દરેક લોકોએ મત આપવો કેટલો મહત્વપૂર્ણ હોય છે. અહીં...
National 
પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.