તારક મહેતાની TRPમાં ઘટાડો, સીરિયલ છોડી ચૂકેલા ડિરેક્ટરની પત્ની બોલી-શૉ બંધ..

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ એક પોપ્યુલર શૉ છે. લગભગ 14 વર્ષથી ચાલતા આ સિટકૉમની TRP હંમેશાં જ હાઇ રહી છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી શૉમાંથી ઘણા લોકોએ એક્ઝિટ લીધો છે. હાલમાં જ તારક મેહતા સીરિયલને ડિરેક્ટ કરી રહેલા માલવ રાજદાએ પણ અલવિદા કહી દીધું છે. માનવામાં આવી રહ્યું છે કે, તેનાથી શૉની TRPમાં મોટું નુકસાન થઇ શકે છે, પરંતુ આ વાતથી શૉનો હિસ્સો રહેલી રીટા રિપોર્ટર એટલે કે પ્રિયા આહુજાએ આ વાત પર અસહમતી વ્યક્ત કરી છે.

પ્રિયા, ડિરેક્ટર માલવ રાજદાની પત્ની છે, તે પણ આ શૉમાંથી ખૂબ પહેલા એક્ઝિટ લઇ ચૂકી છે. તારક મેહતામાંથી માલવ રાજદાથી પહેલા શૈલેષ લોઢા, દિશા વાકાણી, ભવ્યા ગાંધી, રાજ અનદકટ જેવા કેટલાક મોટા નામ શૉ છોડીને જઇ ચૂક્યા છે, પરંતુ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શૉ ફેન્સની ફેવરિટ લિસ્ટમાં યથાવત રહ્યો. જો કે, કેટલીક વખત એવા સવાલ ઉઠ્યા કે હવે શૉમાં એ વાત રહી નથી. જ્યાં શૉથી આ ફેમસ એક્ટર્સનું જવાનું મેકર્સ માટે પણ ચિંતાની વાત રહી, તો ફેન્સને પણ એમ લાગ્યું કે હવે શૉની TRP પહેલા જેવી નહીં રહે.

શૉની ઘટતી TRP પર માલવની એક્ટ્રેસ પત્ની પ્રિયાએ કહ્યું કે, શૉની ક્વાલિટીમાં કોઇ ઘટાડો આવ્યો નથી, પરંતુ તે બધા જોનારાઓના નજરિયાના ફરકના કારણે થયું છે. એક અંગ્રેજી અખબારને આપેલા ઇન્ટરવ્યૂમાં પ્રિયાએ કહ્યું હતું કે, મને ક્યારેય આ TRPના નંબર ગેમ સમજ આવી નથી, પરંતુ હું માનતી નથી કે તારક મેહતા સીરિયલ બંધ થવાની કગાર પર છે. શૉની ક્વાલિટીના સપોર્ટમાં પ્રિયાએ કહ્યું કે, TRP ઉપર નીચે થતી રહે છે કેમ કે લોકો આજકાલ ટી.વી. સીરિયલ્સ સિવાય ઘણી બધી વસ્તુ જુએ છે.

આજ કાલ લોકો એક નક્કી સમય પર ટી.વી. પર શૉ જોવાની જગ્યાએ એપ્સ પર જઇને પોતાની સુવિધાઓના હિસાબે જોવાનું પસંદ કરે છે. દરેક પોતાના કામથી ફ્રી થઇને પોતાના મન મુજબ શૉ કે ફિલ્મો જોવાનું પસંદ કરે છે. દિશા વાકાણીના શૉ છોડવા અને તેના રિપ્લેસમેન્ટ પર પ્રિયાએ કહ્યું કે, એ વાત યોગ્ય નથી કે કેટલાક કેરેક્ટર એવા હોય છે જે દર્શકો પર અલગ જ છાપ છોડે છે. લોકો તે કેરેક્ટરના ડિવોટી થઇ જાય છે, પરંતુ મને લાગે છે કે લોકો તેનાથી વધારે શૉ માટે સમર્પિત છે.

About The Author

Related Posts

Top News

90 ડિગ્રીના પુલની ડિઝાઇનમાં ફેરફાર કરાશે, રેલવે વધારાની જમીન આપવા સહમત થઈ ગઈ

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં બનેલો ઐશબાગ રેલવે ઓવર બ્રિજ (ROB) તેના ઉદ્ઘાટન પહેલા જ વિવાદોમાં ફસાયેલો હતો, પરંતુ હવે...
National 
90 ડિગ્રીના પુલની ડિઝાઇનમાં ફેરફાર કરાશે, રેલવે વધારાની જમીન આપવા સહમત થઈ ગઈ

ટેસ્ટ મેચને વધુ લોકપ્રિય બનાવવા માટે 5ને બદલે 4 દિવસની રમાડશે પણ ભારત...

નાના દેશોમાં ટેસ્ટ ક્રિકેટને વ્યવહારુ અને લોકપ્રિય બનાવવા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એક મોટું પગલું ભરવા જઈ રહી...
Sports 
ટેસ્ટ મેચને વધુ લોકપ્રિય બનાવવા માટે 5ને બદલે 4 દિવસની રમાડશે પણ ભારત...

એવી કંપની સાથે અનિલ અંબાણીએ કરી ડીલ કે સ્ટોકમાં લાગી ગઈ અપર સર્કિટ

શેર બજારમાં ઘટાડા વચ્ચે પણ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના શેરમાં શાનદાર તેજી જોવા મળી રહી છે. બુધવારે બપોરે...
Business 
એવી કંપની સાથે અનિલ અંબાણીએ કરી ડીલ કે સ્ટોકમાં લાગી ગઈ અપર સર્કિટ

ગુજરાતના બાપ-દીકરાએ કોર્ટના બેંક ખાતામાંથી જ 64 લાખની ઉઠાંતરી કરી લીધી

મધ્યપ્રદેશના ઇન્દોરની જિલ્લા કોર્ટના બેંક ખાતામાં ચોરીનો એક બનાવ પ્રકાશમાં આવ્યો છે. મધ્યપ્રદેશના એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ...
National 
ગુજરાતના બાપ-દીકરાએ કોર્ટના બેંક ખાતામાંથી જ 64 લાખની ઉઠાંતરી કરી લીધી
Copyright (c) Khabarchhe All Rights Reserved.