ફરાહે કહ્યુ-આ છોકરીને ફાલતુ ડ્રેસિંગ માટે ફટકાર લગાવો, ઉર્ફીએ આપ્યો જડબાતોડ જવાબ

ઉર્ફી જાવેદ બોલ્ડ અને સિઝલિંગ હોવાની સાથોસાથ ખૂબ જ બિંદાસ પણ છે. ઉર્ફી મોટાભાગે પોતાના અતરંગી અને રિવીલિંગ કપડાંને લઈને ટ્રોલર્સના નિશાના પર રહે છે, છતા તે એ જ પેહેરે છે, જે તેને પસંદ છે. પોતાના કપડાંને લઈને ઉર્ફી કોઈની પણ દખલઅંદાજી પસંદ નથી કરતી. હવે ઉર્ફીએ પોતાના કપડાંને ઘટિયા કહેવા પર સુઝેન ખાનની બહેન ફરાહ ખાન અલીને જડબાતોડ જવાબ આપ્યો છે. સુઝેન ખાનની બહેન ફરાહ ખાન અલીએ ઉર્ફી જાવેદના ડ્રેસિંગ સેન્સથી કંટાળીને એક ટ્વીટ કર્યું હતું. ઉર્ફી જાવેદના ફેશન પર વ્યંગ કરતા ફરાહ અલી ખાને લખ્યું હતું- કેહેતા માફી માગુ છું પરંતુ, આ યંગ છોકરીને તેના ફાલતુ ડ્રેસિંગ માટે ફટકાર લગાવવાની જરૂર છે. લોકો તેની મજાક કરી રહ્યા છે અને તે વિચારે છે કે લોકો તેના ડ્રેસઅપને પસંદ કરે છે. આશા કરું છું, કોઈ તેને આ વાત જણાવે.

ફરાહ ખાન અલીની આ કમેન્ટ બાદ ઉર્ફી જાવેદ પણ ચુપ ના બેઠી. તેણે પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર ઘણી બધી નોટ લખીને ફરાહને જડબાતોડ જવાબ આપ્યો છે. ઉર્ફી જાવેદે પોતાની પહેલી સ્ટોરીમાં ફરાહ ખાન અલીના ટ્વીટનો સ્ક્રીનશૉટ શેર કરીને લખ્યું- ફરાહ ખાન અલી મૈમ, ટેસ્ટફુલ ડ્રેસિંગ આખરે શું હોય છે? પ્લીઝ મારા માટે તેને ડિફાઈન કરો. મને ખબર છે કે, હું જે રીતે ડ્રેસઅપ કરું છું તે લોકોને પસંદ નથી. હું કોઈ બબલમાં નથી જીવી રહી, પરંતુ હું લોકોના અભિપ્રાયની દરકાર નથી કરતી.

ઉર્ફીએ આગળ લખ્યું- તમે ડિઝાઈનર કપડાં પહેરો છો તો તે ટેસ્ટફુલ થઈ જાય છે? તમારા સગા-સંબંધીઓએ એવી ફિલ્મો પ્રોડ્યૂસ કરી છે, જેમા આઈટમ નંબર્સમાં મહિલાઓ ખૂબ જ નાના કપડાં પહેરી ચુકી છે. શું તે ટેસ્ટફુલ હતું? એક આઈટમ નંબર માટે કોઈ મહિલાની બોડીને સેક્સુલાઈઝ કરવી યોગ્ય છે? તમારે આ બધુ કરવાની જરૂર નહોતી. સ્ટારકિડ્સ જે ઈચ્છે છે તે પહેરી શકે છે અને તે ટેસ્ટફુલ હોય છે.

પોતાની બીજી સ્ટોરીમાં ઉર્ફીએ ફરીથી ફરાહ ખાન અલીને જવાબ આપતા લખ્યું- તમે કહ્યું કે, લોકોને મારી ડ્રેસિંગ સેન્સ નથી પસંદ, તો મારે બદલી નાંખવી જોઈએ. તમારી ફેમિલી વિશે લોકો પાસે ઘણું બધુ છે બોલવા માટે. શું તેને સાંભળીને તમારી ફેમિલી પોતાને બદલે છે? સ્ટારકિડ્સ પણ ટ્રોલ થાય છે પોતાની ડ્રેસિંગ સેન્સ માટે, શું તમે તેમને પોતાની સ્ટાઈલ બદલવા માટે કહેશો? ભવિષ્યમાં લોકો તમારા બાળકોને કેહશે કે તેમને તમારા બાળકોનો ચેહરો નથી પસંદ, તો તેને બદલી નાંખવો જોઈએ? શું લોજિક છે. તમે તમારી દીકરીને આ શીખવશો? તમારા જેવી મહિલા પાસેથી આવી આશા નહોતી. મેં તમને કોઈ સ્ટારકિડને પબ્લિકલી આવી સલાહ આપતા નથી જોયા.

ઉર્ફીએ પોતાની ત્રીજી સ્ટોરીમાં ફરાહ ખાન અલીનો એક ફોટો શેર કર્યો છે, જેમા તે બ્લેક બિકિનીમાં દેખાઈ રહી છે. આ સાથે જ ઉર્ફીએ લખ્યું- કોઈ મહિલાને નીચી ના બતાવવી જોઈએ, પરંતુ દોગલાપણું જોઈને મને ગુસ્સો આવે છે. તમે જે ઈચ્છો તે પહેરી શકો છો. કંઈ પણ પોસ્ટ કરી શકો છો. તે ટેસ્ટફુલ છે. પરંતુ, જે હું પહેરું છું તે ટેસ્ટફુલ નથી?

Related Posts

Top News

‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

પ્રિયદર્શનની હિટ કોમેડી ફિલ્મ 'હેરા ફેરી'ના ફેન્સ માટે એક ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે. એવા સમાચાર...
Entertainment 
‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

સુરતના ડુમસ રોડ પર એરપોર્ટની સામે આવેલા સાયલન્ટ ઝોનમં મે 2025માં 2500 કરોડ રૂપિયાનું બોગસ પ્રોપર્ટી કાર્ડ કૌભાંડ સામે આવ્યું...
Gujarat 
સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં હરિયાણાની એક યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી છે. યુટ્યુબ સહિત ઇન્સ્ટગ્રામ પર પણ જ્યોતિએ ...
National 
પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...

દિલ્હીમાં આજે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો હતો, જ્યારે 15 કોર્પોરેટરોએ AAPમાંથી રાજીનામું આપીને પોતાની અલગ પાર્ટી...
Politics 
15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.