પત્નીને મુસ્લિમ હોવા પર ગર્વ, મને હિન્દુ હોવા પર ગર્વ:બાજપેયી,અમારી વચ્ચે ધર્મ..

હાલમાં બોલિવૂડના તેજસ્વી અભિનેતા મનોજ બાજપેયી સોશિયલ મીડિયા પર રાજ કરી રહ્યા છે. વાસ્તવમાં, તેણે તેની પત્ની મુસ્લિમ અને તેના ધર્મ વિશે કેટલીક એવી વાતો કહી છે, જેના કારણે તે લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો છે. મનોજ બાજપેયીએ કહ્યું છે કે, તેઓ તેમની પત્ની શબાના રઝા સાથે ક્યારેય ધર્મની ચર્ચા કરતા નથી. મનોજ બાજપેયીએ કહ્યું, જ્યારે તેણે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો ત્યારે તેને પરિવાર તરફથી કોઈપણ પ્રકારના વિરોધનો સામનો કરવો પડ્યો નહોતો.

મનોજ બાજપેયી બોલિવૂડના સૌથી બહુમુખી પ્રતિભા ધરાવતા અભિનેતાઓમાંના એક છે. તેણે તેની ફિલ્મો અને વેબ શો દ્વારા તેની અભિનય ક્ષમતા સાબિત કરી છે. તાજેતરમાં, અભિનેતાએ 'ધ ફેમિલી મેન' અને 'ગુલમોહર' દ્વારા ચાહકોનું દિલ જીતી લીધું હતું. અભિનેતાએ શબાના રઝા સાથે લગ્ન કર્યા છે અને બંને સાથે ખૂબ જ ખુશ છે. જો કે અભિનેતાની પત્ની લાઈમલાઈટથી દૂર રહે છે, પરંતુ તે તેના વખાણ કરવાથી અટકતા નથી. મીડિયા સાથેના તાજેતરના ઇન્ટરવ્યુમાં મનોજ બાજપેયીએ તેની અને તેની પત્ની વચ્ચેના ધાર્મિક તફાવત વિશે વાત કરી હતી.

પોતાના લગ્ન વિશે વાત કરતાં મનોજ બાજપેયીએ ખુલાસો કર્યો કે, શબાના રઝા સાથેના તેમના લગ્ન ધર્મ કરતાં વધુ અમુક બાબતો વિશે છે. તેણે એમ પણ કહ્યું કે, જો ભવિષ્યમાં તેમના બંનેમાંથી કોઈએ પણ તેમના જીવનના આ આદર્શોને બદલી નાંખ્યા તો, તેમના લગ્ન ચાલશે નહીં. મનોજ બાજપાયીએ એમ પણ કહ્યું કે, તે બ્રાહ્મણ પરિવારમાંથી તેમજ સમૃદ્ધ પરિવારમાંથી છે પરંતુ તેણે ક્યારેય કોઈ વાંધો ઉઠાવ્યો નથી. તેણે કહ્યું કે તેની પત્ની ધાર્મિક નથી.

મનોજ બાજપાયીએ કહ્યું, તે આધ્યાત્મિક છે, ખૂબ જ આધ્યાત્મિક છે. તે એક ગૌરવપૂર્ણ મુસ્લિમ છે અને હું ગૌરવપૂર્ણ હિંદુ છું પરંતુ તે એકબીજા સાથે વિરોધાભાસી નથી. ભલે તેઓ મારી પત્નીના ધર્મ વિશે વાત કરે છે, છતાં મારી સામે વાત કરવાની કોઈની તાકાત કે હિંમત નથી. કારણ કે, તેઓ જાણે છે કે હું આ વાતો પર વિશ્વાસ કરતો નથી, જ્યારે કોઈ આવી વાત કરે છે ત્યારે હું ખૂબ જ કડક બની જાઉં છું. હું ભાગ્યે જ આવો સખ્ત બની જાવ છું. ત્યારે હું સખત વ્યક્તિ છું. લોકો હજુ પણ મારા ગુસ્સેલ સ્વભાવ વિશે વાતો કરે છે.

 
 
 
View this post on Instagram

A post shared by Manoj Bajpayee (@bajpayee.manoj)

અભિનેતા છેલ્લે 'ગુલમોહર'માં જોવા મળ્યો હતો. કૌટુંબિક ડ્રામા પીઢ કલાકારો શર્મિલા ટાગોર અને અમોલ પાલેકર, સિમરન બગ્ગા અને બીજા ઘણા અભિનેતાઓ છે. તે રાજ અને DK દ્વારા નિર્મિત તેની ક્રાઈમ થ્રિલર ફ્રેન્ચાઈઝી 'ધ ફેમિલી મેન'ની ત્રીજી સીઝન સાથે ટૂંક સમયમાં જ OTT સ્પેસ પર પાછા ફરવાનું પણ આયોજન કરી રહ્યો છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.