અનુરાગ કશ્યપે સાસૂ-વહુની સિરિયલ અંગે એવું શું કહ્યું કે એકતા કપૂરે અનુરાગને મૂર્ખ કહી દીધો

ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપ છેલ્લા કેટલાક સમયથી બોલિવૂડ છોડવાથી લઈને OTT પ્લેટફોર્મ પરના પ્રશ્નો સુધી સમાચારમાં છવાયેલો રહે છે. જોકે, આ ફિલ્મ નિર્દેશકનું એક નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે. ત્યારપછી એકતા કપૂરે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને મજાક ઉડાવી છે.

Ekta Kapoor
aajtak.in

એકતા કપૂરે ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપની 'સાસુ-વહુ' વાળી ટિપ્પણી પર એકદમ કડક જવાબ આપ્યો છે. તેને 'ક્લાસિસ્ટ' ગણાવતા, એકતાએ અનુરાગ કશ્યપની ભારતીય ફેમિલી નાટકો અને દૈનિક ધારાવાહિકોને નજરઅંદાજ કરવા બદલ ટીકા કરી છે. ફિલ્મ નિર્માતાએ નેટફ્લિક્સના CEO ટેડ સારાન્ડોસની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે, 'સેક્રેડ ગેમ્સ' સાથે ભારતમાં OTT પ્લેટફોર્મ શરૂ કરવું એ 'ભૂલ' હતી. અનુરાગ કશ્યપને તેમના શબ્દો ગમ્યા નહીં, કારણ કે તેમણે જ 'સેક્રેડ ગેમ્સ'નું નિર્દેશન અને નિર્માણ સંભાળ્યું હતું.

Ekta Kapoor
navbharatlive.com

અનુરાગ કશ્યપે નેટફ્લિક્સના CEO ટેડ સારાન્ડોસની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપી હતી અને ઇન્સ્ટાગ્રામ પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તેમણે ટેડ પર કટાક્ષ કરતા કહ્યું કે, તેમણે OTT પ્લેટફોર્મને 'સાસુ-વહુ'ના નાટક સાથે લોન્ચ કરવું જોઈતું હતું. હવે આ બાબતો એકતા કપૂરને ગમી નથી કારણ કે તેણે દાયકાઓથી 'સાસુ-વહુ' TV શો બનાવ્યા છે અને બધા હિટ પણ રહ્યા છે.

એકતા કપૂરે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં અનુરાગ કશ્યપ માટે લખ્યું, 'તું એકદમ મૂર્ખ છો... તમે આ કહીને પોતાને સ્માર્ટ અને કૂલ માનો છો, પણ ના! ડાર્લિંગ, નમ્રતા અને સ્વ-જાગૃતિનું શું? આ એક એવી કળા છે જે ઘણા કલાકારો પાસે નથી!' એકતા કપૂરે કહ્યું કે 'સાસુ-વહુ' સિરિયલોએ ભારતીય જનતા પર, ખાસ કરીને મહિલાઓને અવાજ આપવા પર મોટી અસર કરી છે. તેણે એમ પણ કહ્યું કે, જે લોકો સમાવિષ્ટ વિશ્વની વાત કરે છે તેઓ ઘણીવાર પોતે ક્લાસિસ્ટ હોય છે.

Ekta Kapoor
navbharatlive.com

એકતા કપૂરે કહ્યું કે લોકશાહી અને ન્યાય માટે આપણે તે વલણ બદલવું પડશે, જેમાં વ્યક્તિ પોતાને બીજા કરતા શ્રેષ્ઠ માને છે અને તેમને નીચા બતાવે છે. અહીં તમને જણાવી દઈએ કે, ટેડે તાજેતરમાં નિખિલ કામથના પોડકાસ્ટ પર કહ્યું હતું કે, જો તેને ફરીથી તક મળે, તો તે થોડા સમય પછી નેટફ્લિક્સ પર 'સેક્રેડ ગેમ્સ' રિલીઝ કરત. તેણે વિચાર્યું કે કદાચ કોઈ બીજી ફિલ્મ કે શો પહેલા રિલીઝ થવું જોઈતું હતું, જે લોકોને વધુ ગમતું હોય.

About The Author

Related Posts

Top News

સ્મૃતિ મંધાનાએ પલાશ સાથે લગ્ન કેન્સલ કરી નાખ્યા, પોસ્ટ કરીને કહી દિલની વાત

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઉપ-કપ્તાન (vice-captain) સ્મૃતિ મંધાનાએ (Smriti Mandhana) રવિવારે એક જાહેર નિવેદન બહાર પાડીને સંગીતકાર પલાશ...
Sports 
સ્મૃતિ મંધાનાએ પલાશ સાથે લગ્ન કેન્સલ કરી નાખ્યા, પોસ્ટ કરીને કહી દિલની વાત

કિંજલ દવેએ કરી ધ્રુવિન શાહ સાથે સગાઈ, જાણો કોણ છે કિંજલનો મંગેતર

ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવેએ 6 ડિસેમ્બર 2025ના રોજ એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સગાઈ કરી લીધી છે. કિંજલ...
Entertainment 
કિંજલ દવેએ કરી ધ્રુવિન શાહ સાથે સગાઈ, જાણો કોણ છે કિંજલનો મંગેતર

‘ઓફિસ બાદ બોસનો ફોન ન ઉપાડવાનો હક’, લોકસભામાં રજૂ થયું રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ

એક તરફ દેશમાં 70 કલાક કામ કરવાને લઈને બહેસ ચાલી રહી છે. કેટલાક લોકો તેના પક્ષમાં છે, જ્યારે Gen-Z ...
National 
‘ઓફિસ બાદ બોસનો ફોન ન ઉપાડવાનો હક’, લોકસભામાં રજૂ થયું રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ

કંગના રણૌતે કેમ કહ્યું- રાહુલ ગાંધીએ ભાજપમાં આવી જવું જોઇએ

રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ભારતની મુલાકાતે આવે તે પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક નિવેદન આપ્યુ હતુ કે, સરકાર વિદેશી...
National 
કંગના રણૌતે કેમ કહ્યું- રાહુલ ગાંધીએ ભાજપમાં આવી જવું જોઇએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.