ગાંધીનગરમાં ગરબા પર પથ્થર ફેંકવાનીની ઘટના બાદ 190 દુકાનો પર બૂલડોઝર ફેરવી દેવાયું

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બહિયલ ગામમાં ત્રીજા નોરતાની રાત્રે સોશિયલ મીડિયા પોસ્ટના મામલે થયેલી ઘટના બાદ પ્રશાસન અને પોલીસતંત્ર એક્શન મોડમાં છે. ગરબા દરમિયાન પથ્થર*મારો, પોલીસ પર હુમલો અને ચાર જેટલી દુકાનોને આ*ગ ચાંપવા જેવી ગંભીર ઘટના બાદ કાયદાનું કડક પાલન કરાવવા માટે આજે (9 ઓક્ટોબર) વહેલી સવારથી વહીવટી તંત્ર દ્વારા ગામના મુખ્ય માર્ગો પરના ગેરકાયદે કાચા-પાકા દબાણો તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

bahiyal2
divyabhaskar.co.in

પ્રશાસન દ્વારા સમગ્ર વિસ્તારમાં લગભગ 190 ગેરકાયદેસર દબાણકારોને નોટિસ ફટકારવામાં આવી હતી. તેમને બાંધકામના પુરાવા રજૂ કરવા માટે 2 દિવસની સમયમર્યાદા આપવામાં આવી હતી. આ સમયમર્યાદા બુધવારે સાંજે પૂરી થઈ ગઈ. આ દરમિયાન, એક પણ દબાણકારે માર્ગ અને મકાન વિભાગ, દહેગામ કે રાજધાની આયોજન સબ-ડિવિઝનના નાયબ કાર્યકારી ઇજનેરને બાંધકામના પુરાવા રજૂ કર્યા નહોતા. જેથી કડક પોલીસ સુરક્ષા હેઠળ આજે સવારે ડિમોલિશનનું કામ શરૂ કરવામાં આવ્યું હતું.

બહિયલ ગામમાં ડિમોલિશન અભિયાન ચાલી રહી છે. ગાંધીનગરના પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમશેટ્ટીએ જણાવ્યું હતું કે, ‘કુલ 186 વ્યાવસાયિક સંસ્થાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ડિમોલિશન અભિયાન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે SDM, પંચાયત અધિકારી અને 300 પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત છે. અમે થોડા દિવસો અગાઉ પથ્થરમારાની ઘટનામાં સંડોવાયેલા લોકોની વ્યાવસાયિક સંપત્તિઓની ઓળખ કરી છે અને આજે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

રાયપુર-ઘામીજ કરોલી રોડ પર કુલ 190 દબાણકારોમાંથી 135 અને હાથીજન-બહિયાલ રોડ પર 51 દબાણકારોને નોટિસ ફટકારવામાં કરવામાં આવી છે. અધિકારીઓ બુલડોઝરનો ઉપયોગ કરીને દબાણ હટાવી રહ્યા છે. હિંસક ઘટનાની માહિતી મળતા જ પોલીસ એક્શનમાં આવી ગઈ. કાર્યવાહી કરતા 83 નામાંકિત વ્યક્તિઓ સામે અને 200 ટોળાના સામે કેસ દાખલ કર્યો છે. અત્યાર સુધીમાં 66થી વધુ શંકાસ્પદોની ધરપકડ કરીને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.

bahiyal1
divyabhaskar.co.in

ઉત્તર પ્રદેશના કાનપુરમાં આઈ લવ મુહમ્મદ લખેલા બેનરો લગાવવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પર પણ આવા જ બેનરો પોસ્ટ કરવામાં આવી રહ્યા હતા. ગાંધીનગર નજીક બહિયાલ ગામના એક હિન્દુ યુવકે આ સોશિયલ મીડિયા પોસ્ટ પર ટિપ્પણી કરી હતી. ત્યારબાદ, બહિયાલના મુસ્લિમ યુવક ગુસ્સે ભરાયા અને તોડફોડ કરી અને યુવકની દુકાન અને નજીકની દુકાનોમાં આ*ગ લગાવી દીધી હતી. ત્યારબાદ તેઓ જ્યાં ગરબા રમાઈ નવરાત્રી ગરબા રમાઈ રહ્યા હતા ત્યાં ગયા અને પથ્થર*મારો કર્યો. ત્યારબાદ વાતાવરણ તંગ બની ગયું હતું.

બહિયલ ગામ લગભગ 16-17 હજારની વસતિ ધરાવતું ગામ છે, જેમાં 70 ટકાથી પણ વધુ લોકો મુસ્લિમ સમુદાયના લોકો રહે છે. જ્યારે બાકીની 30 ટકા જેટલા લોકો હિન્દુ સમુદાયના છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે બહિયલના મહિલા સરપંચ અફસાનાબાનુ સજ્જાદહુસૈન ચૌહાણે અગમ્ય કારણોસરપોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. સરપંચના આ અચાનક નિર્ણયથી ગામ નોંધારી સ્થિતિમાં મુકાઈ ગયું છે અને રાજનીતિક તેમજ સામાજિક ગલિયારામાં ચર્ચાનો વિષય બન્યો છે.

About The Author

Top News

સાંસદ ગેનીબેન બોલ્યા- ‘એકાદ લાગવગ કે મિત્રતાના નાતે નાની-મોટી નોકરી મળે, બાકી..’

પાટણમાં આજે સિંધવાઈ માતા મંદિર પરિસરમાં સમગ્ર પાટણ જિલ્લાના ઠાકોર સમાજનું સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં અલ્પેશ ઠાકોર, ગેનીબેત્ન...
Gujarat 
સાંસદ ગેનીબેન બોલ્યા- ‘એકાદ લાગવગ કે મિત્રતાના નાતે નાની-મોટી નોકરી મળે, બાકી..’

ધારાસભ્યએ સરકારી એન્જિનિયરને કહ્યું, 'હું તને ચપ્પલથી માર મારીશ, તારા કપડા ઉતારીને ફેરવીશ...'

ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગરના 'અપના દલ'ના ધારાસભ્ય વિનય વર્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ...
National 
ધારાસભ્યએ સરકારી એન્જિનિયરને કહ્યું, 'હું તને ચપ્પલથી માર મારીશ, તારા કપડા ઉતારીને ફેરવીશ...'

GTUની પરીક્ષામાં ગત વર્ષનું પેપર 'કૉપી-પેસ્ટ' કરી બેઠું છાપી દેવાયું

ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (GTU) વધુ એક પરીક્ષા સંબંધિત વિવાદના કારણે શરમજનક સ્થિતિમાં મુકાઈ છે. ગુરુવારે લેવાયેલી સિવિલ એન્જિનિયરિંગના સેમેસ્ટર ...
Education 
GTUની પરીક્ષામાં ગત વર્ષનું પેપર 'કૉપી-પેસ્ટ' કરી બેઠું છાપી દેવાયું

સેમસંગના વોટરપ્રૂફ ફોનમાં પાણી ઘૂસી ગયું, કોર્ટે ગ્રાહકને આટલા રૂપિયા ચૂકવવા કર્યો કંપનીને આદેશ

આજે, અમે સ્માર્ટફોન સંબંધિત એક એવા સમાચાર બતાવવા જઈ રહ્યા છીએ જે તમને ખુશીની સાથે આશા પણ આપશે. તે...
Tech and Auto 
સેમસંગના વોટરપ્રૂફ ફોનમાં પાણી ઘૂસી ગયું, કોર્ટે ગ્રાહકને આટલા રૂપિયા ચૂકવવા કર્યો કંપનીને આદેશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.