ઓપન હાર્ટ સર્જરી વગર હૃદયના વાલ્વનું રિપ્લેસમેન્ટ TAVI

દરેક ક્ષેત્રમાં ટેકનોલોજીના ઉપયોગથી મનુષ્ય નવી ઉંચાઈઓ પર પહોંચી રહ્યા છે. એવી જ રીતે હૃદય રોગના સારવાર ક્ષેત્રમાં એક નવી ટેકનોલોજી આવી ગઈ છે જેમાં છાતી પર એક પણ કાપ મૂકયા વગર તમારા હૃદયની અંદર ખરાબ થયેલો વાલ્વ બદલી શકાય છે અને આ ટ્રીટમેન્ટને ટ્રાન્સ કેથેટર એઓરટીક વાલ્વ ઈમ્પ્લાન્ટેશન (TAVI) કહેવામાં આવે છે.

77 વર્ષના એક વડીલને વધતી ઉંમરના કારણે કેલ્શિયમ જામી જવાથી, હૃદયની અંદરનો એક મુખ્ય વાલ્વ જેને એઓરટીક વાલ્વ કહેવામાં આવે છે, એ સંકોચાઈ ગયો હતો અને એના કારણે હૃદયનું પંપીંગ માત્ર 25% થઈ ગયું હતું. આજથી અમુક વર્ષો પહેલા આ ખરાબ થયેલા વાલને બદલવા માટે ઓપન હાર્ટ સર્જરી સિવાયનો બીજો કોઈ વિકલ્પ ન હતો. આ પેશન્ટમાં વધારે ઉંમર, ફેફસામાં તકલીફ, ગળાની નળીઓના બ્લોકેજ અને અન્ય તકલીફોના કારણે ઓપન હાર્ટ સર્જરીનું જોખમ ખૂબ વધારે હતું. આ કારણોસર આ દર્દીમાં TAVI એકમાત્ર ઓછા જોખમ વાળો સારવારનો વિકલ્પ હતો. આ કેસને ડો. રાજીવ ખરવર અને ડો. પ્રેમ રતન દેગાવતની ટીમ દ્વારા સુરતમાં સનશાઈન ગ્લોબલ હોસ્પિટલ ખાતે સફળતાપૂર્વક કરવામાં આવ્યો હતો.

TAVI પ્રક્રિયામાં પેશન્ટના જાંઘમાંથી એક નસ પકડી એની અંદરથી તાર નાખી અને વાલ્વમાં બલૂન ફુલાવી એક નવો વાલ્વ નાખવામાં આવે છે. આ આખી પ્રક્રિયા ફક્ત લોકલ એનેસ્થેસિયામાં કરવામાં આવે છે અને દર્દી મોટાભાગે 48થી 72 કલાકની અંદર ડિસ્ચાર્જ કરી દેવામાં આવે છે. એ વાતની નોંધ લેવી કે આ સમસ્ત સાઉથ ગુજરાતનો પહેલો કેસ હતો જેમાં નેવીટોર વિઝન નામનો સેલ્ફ એક્સપેન્ડિંગ વાલ્વ વપરાયો હતો. 

આવી જટિલ પ્રોસિજર માટે સાઉથ ગુજરાત અને સુરતના પેશન્ટને પહેલા મુંબઈ અથવા અમદાવાદ જવું પડતું હતું, પરંતુ હવે TAVI સુરતમાં પણ શક્ય છે.

About The Author

Related Posts

Top News

માનવ 150 વર્ષ સુધી જીવી શકશે; ચીની વૈજ્ઞાનિકોએ વૃદ્ધત્વ જલ્દી આવતું અટકાવવા માટે દવા વિકસાવી!

ચીની વૈજ્ઞાનિકો દ્રાક્ષના બીજમાંથી મેળવેલી PCC1 નામની દવા પર કામ કરી રહ્યા છે, જે ઉંદરોના આયુષ્યને 150 વર્ષ સુધી...
Science 
માનવ 150 વર્ષ સુધી જીવી શકશે; ચીની વૈજ્ઞાનિકોએ વૃદ્ધત્વ જલ્દી આવતું અટકાવવા માટે દવા વિકસાવી!

સાંસદ ગેનીબેન બોલ્યા- ‘એકાદ લાગવગ કે મિત્રતાના નાતે નાની-મોટી નોકરી મળે, બાકી..’

પાટણમાં આજે સિંધવાઈ માતા મંદિર પરિસરમાં સમગ્ર પાટણ જિલ્લાના ઠાકોર સમાજનું સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં અલ્પેશ ઠાકોર, ગેનીબેત્ન...
Gujarat 
સાંસદ ગેનીબેન બોલ્યા- ‘એકાદ લાગવગ કે મિત્રતાના નાતે નાની-મોટી નોકરી મળે, બાકી..’

ધારાસભ્યએ સરકારી એન્જિનિયરને કહ્યું, 'હું તને ચપ્પલથી માર મારીશ, તારા કપડા ઉતારીને ફેરવીશ...'

ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગરના 'અપના દલ'ના ધારાસભ્ય વિનય વર્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ...
National 
ધારાસભ્યએ સરકારી એન્જિનિયરને કહ્યું, 'હું તને ચપ્પલથી માર મારીશ, તારા કપડા ઉતારીને ફેરવીશ...'

GTUની પરીક્ષામાં ગત વર્ષનું પેપર 'કૉપી-પેસ્ટ' કરી બેઠું છાપી દેવાયું

ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (GTU) વધુ એક પરીક્ષા સંબંધિત વિવાદના કારણે શરમજનક સ્થિતિમાં મુકાઈ છે. ગુરુવારે લેવાયેલી સિવિલ એન્જિનિયરિંગના સેમેસ્ટર ...
Education 
GTUની પરીક્ષામાં ગત વર્ષનું પેપર 'કૉપી-પેસ્ટ' કરી બેઠું છાપી દેવાયું
Copyright (c) Khabarchhe All Rights Reserved.