- Gujarat
- નવરાત્રિની મજા પર વરસાદનું વિઘ્ન? અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું અનુમાન
નવરાત્રિની મજા પર વરસાદનું વિઘ્ન? અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું અનુમાન
ગુજરાતનો સૌથી મોટો તહેવાર નવરાત્રિ આજથી શરૂ થઈ રહ્યો છે. ગરબાના રંગમાં રંગાવા ખેલૈયાઓ અને આયોજકો આખરી તૈયારીઓમાં વ્યસ્ત છે. જોકે, તહેવાર પહેલા જ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હોવાથી ચિંતા વધી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના અનુમાન મુજબ, નવરાત્રિના દિવસોમાં વરસાદ ખેલૈયાઓ માટે વિઘ્નરૂપ બની શકે છે. ખાસ કરીને 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે.
તેમના અનુમાન મુજબ નવરાત્રિના પ્રારંભિક દિવસોમાં હળવો વરસાદ પડી શકે. દક્ષિણ અને મધ્ય સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે. તો રાજકોટ, હળવદ, સુરેન્દ્રનગર અને કચ્છના મોટાભાગના વિસ્તારોમાં પણ વરસાદ પડી શકે છે. વડોદરા, નડિયાદ, કપડવંજ સહિત મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદની આગાહી છે. 10થી 12 ઓક્ટોબર દરમ્યાન પણ વરસાદ વરસવાની શક્યતા છે.
અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે, બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ મજબૂત થવાથી ઓક્ટોબરમાં વાવાઝોડું સર્જાઈ શકે છે. નવેમ્બરમાં તો વધુ ખતરનાક વાવાઝોડું ઊભું થવાની સંભાવના છે.
છેલ્લા 24 કલાકમાં ધોધમાર વરસાદ

નવરાત્રિ પહેલાં જ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાકમાં 104 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ નર્મદા જિલ્લાના નાંદોદમાં 4.69 ઇંચ, છોટાઉદેપુરના બોડેલીમાં 3.94 ઇંચ અને પંચમહાલના હાલોલમાં 3.70 ઇંચ, જેતપુર પાવી, જાંબુઘોડા, નેત્રંગમાં 3 ઇંચ, જ્યારે ગોંડલ, મોડાસા, ગલતેશ્વરમાં 2-2 ઇંચ, સંખેડા, માલપુર, ખાનપુર અને કપડવંજમાં 2 ઇંચ વરસાદ નોંધાયો. કુલ મળીને રાજ્યના 20 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ થયો છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
ખેલૈયાઓની ચિંતા વધી
વરસાદના કારણે ગરબા આયોજકો ચિંતામાં મુકાયા છે અને ખેલૈયાઓમાં પણ નારાજગી જોવા મળી રહી છે. થોડા દિવસોથી વરસાદનું જોર ઘટ્યું હોવા છતાં, હવામાન નિષ્ણાતોના અંદાજ પ્રમાણે નવરાત્રિ દરમિયાન વરસાદ ફરીથી ખેલૈયાઓની મજા બગાડી શકે છે.
વરાત્રિ પહેલાં જ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાકમાં 104 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ નર્મદા જિલ્લાના નાંદોદમાં 4.69 ઇંચ, છોટાઉદેપુરના બોડેલીમાં 3.94 ઇંચ અને પંચમહાલના હાલોલમાં 3.70 ઇંચ, જેતપુર પાવી, જાંબુઘોડા, નેત્રંગમાં 3 ઇંચ, જ્યારે ગોંડલ, મોડાસા, ગલતેશ્વરમાં 2-2 ઇંચ, સંખેડા, માલપુર, ખાનપુર અને કપડવંજમાં 2 ઇંચ વરસાદ નોંધાયો. કુલ મળીને રાજ્યના 20 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ થયો છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.