અમિત શાહના પૂર્વ વકીલ હવે રાહુલ ગાંધી કેસમાં જજ, એન્કાઉન્ટર કેસમાં વકીલાત કરેલી

મોદી સરનેમ માનહાનિ કેસમાં સુરતની કોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને 2 વર્ષની સજા સંભળાવી હતી અને તે પછી તેમનું સંસદ પદ છીનવાયું હતું. એ પછી રાહુલ ગાંધીએ 3 એપ્રિલે સેશન્સ કોર્ટમાં પિટિશન દાખલ કરીને પોતાની સજા પર રોક લગાવવા માટે અપીલ કરી હતી, જેની સુનાવણી 13 એપ્રિલે એડિશનલ સેશન્સ જજ રોબિન મોગેરાએ કરી હતી. રોબિન મોગેરા એ વ્યક્તિ છે જે એક સમયે ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના વકીલ હતા.

 જજ રોબિન મોગેરા એક સમયે અમિત શાહના વકીલ રહી ચૂક્યા છે એ વિશે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા ચાલી રહી છે. ન્યાયાધીશ રોબિન મોગેરા તુલસી પ્રજાપતિ ફેક એનકાઉન્ટર કેસમાં અમિત શાહના વકીલ હતા. વર્ષ 2006માં ચર્ચિત તુલસી પ્રજાપતિ એનકાઉન્ટરની ઘટના બની હતી. અમિત શાહનો કેસ રોબિન મુગરાએ CBI કોર્ટમાં લડ્યો હતો.

 અત્યારે રાહુલ ગાંધીની અપીલ પર 13 એપ્રિલે સુનાવણી કરવાના છે તે જજ રોબિલ પોલ મોગેરા એક જમાનામાં ગુજરાતમાં કાબિલ વકીલ તરીકેની નામના ધરાવતા હતા. તેમના ક્લાયન્ટસમાં અમિત શાહ જેવા હાઇપ્રોફાઇલ નામ હતા. ગુજરાત હાઇકોર્ટ તરફથી 28 ડિસેમ્બર 2017ના દિવસે જારી કરેલા નોટીફિકેશન મુજબ તેમની જિલ્લા જજ તરીકે પસંદગી કરવામાં આવી હતી. વકીલો માટે નિર્ધારીત 25 ટકા કોટા હેઠળ તેમની પસંદગી કરવામાં આવી હતી. એના માટેની પરીક્ષામાં જજ મોગેરાએ 250માંથી 147.33 માર્ક મેળવીને ટોપ કર્યું હતું.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 2019ના માનહાનિ કેસમાં તેમની દોષિત અને બે વર્ષની જેલની સજા સામે અપીલ દાખલ કરી છે. બાર એન્ડ બેન્ચના જણાવ્યા અનુસાર, જસ્ટિસ મોગેરાએ ગુરુવારે, 13 એપ્રિલના દિવસે રાહુલ ગાંધીની લોકસભામાંથી તેમની ગેરલાયકાતને દૂર કરવા માટે તેમની દોષિત ઠરાવ પર સ્ટે મૂકવાની માંગ કરતી અરજીની ખાસ સુનાવણી કરી હતી અને 20 એપ્રિલે ચુકાદો આપવાનું કહ્યું હતું.

એક અંગ્રેજી વેબસાઇટના જણાવ્યા મુજબ ન્યાયાધીશ મોગેરા, જેમને જાન્યુઆરી 2018માં ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરાયા હતા, તેમણે વર્ષ 2006માં નકલી એનકાફન્ટરના કેસમાં અમિત શાહનો બચાવ કર્યો હતો ત્યારે નેશનલ લેવલે તેમનું નામ ચમક્યું હતું. જજ રોબિન મોગેરા  લગભગ 2014 સુધી અમિત શાહના વકીલ રહ્યા હતા. જાણવા મળેલી વિગત મુજબ જજ રોબિન મોગેરાએ વર્ષ 2011માં ગુજરાતના ગુલબર્ગ કાંડના આરોપીઓનો પણ કેસ લડ્યો હતો.

About The Author

Top News

બદલાયા LPG બૂકિંગના આ 3 નિયમો; ડબલ ગેસ બંધ, OTP આધારિત ડિલિવરી...

મધ્ય પૂર્વમાંથી તેલ અને ગેસ પુરવઠો ખોરવાયા બાદ, સરકાર અને તેલ કંપનીઓએ ગભરાટ ટાળવા અને સરળ કામગીરી સુનિશ્ચિત કરવા...
Business 
બદલાયા LPG બૂકિંગના આ 3 નિયમો; ડબલ ગેસ બંધ, OTP આધારિત ડિલિવરી...

EVM, પોસ્ટલ બેલેટ, સ્ટ્રોંગ રૂમ... મતદાનથી લઈને ગણતરી સુધી શું છે પ્રોટોકોલ?

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે, અને પરિણામો આવવાના હજુ બાકી છે. જોકે, મતદાન...
National 
EVM, પોસ્ટલ બેલેટ, સ્ટ્રોંગ રૂમ... મતદાનથી લઈને ગણતરી સુધી શું છે પ્રોટોકોલ?

આવા કેવા લોકો છે... સાસરે બર્થડેના નામે બોલાવી પિતા સાથે મળીને પત્નીએ જ પતિને પીવડાવ્યું મોતનું ડ્રિન્ક

ઉત્તર પ્રદેશના આગ્રામાં એક મોટો ખુલાસો થયો છે, જેણે સસરા-જમાઈ અને પતિ-પત્ની વચ્ચેના સંબંધોને કલંકિત કર્યા છે. આ ખુલાસો...
National 
આવા કેવા લોકો છે... સાસરે બર્થડેના નામે બોલાવી પિતા સાથે મળીને પત્નીએ જ પતિને પીવડાવ્યું મોતનું ડ્રિન્ક

વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ – સુરત, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા, CEO, સંબોધન

ભારતના કુલ જમીન વિસ્તારના માત્ર 6 ટકા ધરાવતા ગુજરાતે ઔદ્યોગિક ઉત્પાદન, નિકાસ અને રોકાણમાં દેશના અગ્રણી યોગદાનકાર્તા તરીકે સ્થાન મળ્યું...
Gujarat 
વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ – સુરત, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા,  CEO, સંબોધન
Copyright (c) Khabarchhe All Rights Reserved.