ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલે અભિનેત્રી તાનિયા ચેટર્જી પર માનહાનિનો કેસ દાખલ કર્યો

ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ ફરી એકવાર હેડલાઇન્સમાં છવાઈ ગયો છે. B-ગ્રેડ ફિલ્મ અભિનેત્રી તાનિયા ચેટર્જી યુઝવેન્દ્ર ચહલના સંદેશાઓ જાહેર કર્યા પછી ખરાબ રીતે ફસાઈ ગઈ છે. અભિનેત્રીનો દાવો છે કે, ચહલે તેની સામે માનહાનિનો દાવો દાખલ કર્યો છે. આ વિવાદ ત્યાર પછીથી સામે આવ્યો છે. તો ચાલો આપણે જાણી લઈએ કે, આ સમગ્ર વિવાદ કેવી રીતે અને ક્યારે શરૂ થયો હતો.

Taniya
bhaskar.com

તેની બોલ્ડ OTT વેબ સિરીઝ માટે જાણીતી અભિનેત્રી તાનિયા ચેટર્જીએ તાજેતરમાં દાવો કર્યો હતો કે, ભારતીય સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલે તેને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કર્યો હતો. આ વીડિયો વાયરલ થયા પછી, યુઝવેન્દ્ર ચહલની ટીમે તેને મેસેજ ડિલીટ કરવા કહ્યું. તાનિયા ચેટર્જી કહે છે કે, જ્યારે તેણે મેસેજ ડિલીટ ન કર્યા, ત્યારે ​​યુઝવેન્દ્ર ચહલે તેની સામે માનહાનિનો દાવો દાખલ કરી દીધો.

તાનિયાએ પાપારાઝીની સામે આવીને કહ્યું હતું કે, 'મને ખ્યાલ નહોતો કે આ વીડિયો આટલો વાયરલ થઇ જશે. અને તેઓ મને જ સૌથી વધુ ટ્રોલ કરી રહ્યા છે. હું જ બદનામ થઈ રહી છું. તેમનું તો બધું ઠીક છે, કંઈ નથી થઈ રહ્યું. તેણે મારી સામે માનહાનિનો કેસ દાખલ કર્યો. અને સાચું કહું તો, મને તે એકદમ બકવાસ જેવું લાગ્યું. કારણ કે, અહીં કોઈ પણ રીતે માનહાનિનો કેસ દાખલ કરવા જેવું કઈ છે જ નહીં.

મેં તેમની છબી ખરાબ નથી કરી. માનહાનિનો અર્થ એવો થાય કે તમે કોઈનું અપમાન કર્યું હોય. મેં તેમનું અપમાન કર્યું જ નથી. તે એક ભારતીય ક્રિકેટર છે, અને મને તેમના પર ગર્વ છે. હું તેમનો આદર કરું છું અને જીવનભર આમ કરતી રહીશ. મેં તેમની અંગત છબી પર કોઈ ટિપ્પણી કરી નથી, કે ન તો તેમના ચરિત્ર પર કોઈ ટિપ્પણી કરી. તેથી, અહીં બદનામ કરવા જેવું કઈ બનતું જ નથી. તેમણે મને ક્યૂટ કહ્યું, અને મેં તે શેર કરી દીધું.

Chahal-Taniya
mykhel.com

જ્યારે પાપારાઝીએ તાનિયાને પૂછ્યું કે, ચહલે તેમને ક્યારે મેસેજ કર્યો હતો, ત્યારે તેણે કહ્યું 2023માં, જોકે, અત્રે ઉલ્લેખનીય છે કે તે સમયે ક્રિકેટર ચહલના લગ્ન ધનશ્રી વર્મા સાથે ચાલુ હતા. ધનશ્રી અને ચહલના 2025માં છૂટાછેડા થયા હતા.

આ બધા વચ્ચે, ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલે હજુ સુધી આ અંગે સત્તાવાર રીતે કોઈ ટિપ્પણી કરી નથી.

About The Author

Related Posts

Top News

એક્શનમાં CM વિજય, મંદિર-મસ્જિદ, શાળાઓ અને બસ સ્ટેન્ડ નજીક દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ

પશ્ચિમ બંગાળની જેમ, તમિલનાડુમાં પણ નવી સરકારે સત્તા સંભાળી છે, અને શરૂઆતથી જ એક્શન મોડમાં હોય તેવું લાગે...
એક્શનમાં CM વિજય, મંદિર-મસ્જિદ, શાળાઓ અને બસ સ્ટેન્ડ નજીક દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ

વોટ્સએપ પ્લસ થયું લોન્ચ, મળશે વધુ ફીચર્સ, પણ ખિસ્સા હળવા કરવા પડશે

તમે કદાચ પહેલાથી જ વોટ્સએપનો ઉપયોગ કરી જ રહ્યા છો. હવે, વોટ્સએપ પ્લસ અજમાવીને જુઓ. અસલી, નકલી વર્ઝન...
Tech and Auto 
વોટ્સએપ પ્લસ થયું લોન્ચ, મળશે વધુ ફીચર્સ, પણ ખિસ્સા હળવા કરવા પડશે

ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને LPGના સ્ટોક અંગે કેન્દ્ર સરકારે આપી બધી માહિતી

વૈશ્વિક ઉર્જા બજારમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે, ભારત સરકારે દેશવાસીઓને મોટી રાહત આપતા સ્પષ્ટ કર્યું છે કે દેશમાં ઈંધણની...
National 
ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને LPGના સ્ટોક અંગે કેન્દ્ર સરકારે આપી બધી માહિતી

NEET (UG) પરીક્ષા 24 લાખ વિદ્યાર્થીઓ ફરીથી આપશે; નવી એક્ઝામ અંગે જાણો સંપૂર્ણ વિગતો

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા ગત 3 મે 2026ના રોજ લેવાયેલી NEET (UG) 2026ની પરીક્ષા સત્તાવાર રીતે...
Education 
NEET (UG) પરીક્ષા 24 લાખ વિદ્યાર્થીઓ ફરીથી આપશે; નવી એક્ઝામ અંગે જાણો સંપૂર્ણ વિગતો
Copyright (c) Khabarchhe All Rights Reserved.