SIRથી SP કરતા BJPના વિસ્તારોમાં વધારે મતદારોના નામ કપાયા, શું CM યોગીનો ડર સાચો પડવાનો?

ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથે ડિસેમ્બર 2025માં કહ્યું હતું કે જો મતદાર યાદીઓના ખાસ સઘન સુધારણા (SIR) દરમિયાન કાર્યકરો બૂથ સ્તરે સખત મહેનત નહીં કરે, તો BJPને નુકસાન થશે. હવે, UP માં SIR પછી, યોગી આદિત્યનાથેનો ડર સાચો સાબિત થતો દેખાય છે. હવે UPમાં SIRની કાર્યવાહીમાં, SP અથવા વિપક્ષના ગઢવાળા વિસ્તારોમાં ઓછા મતદારોના નામો કાઢી નાખવામાં આવ્યા હતા, જ્યારે BJPના ગઢવાળા વિસ્તારોમાં વધુ નામો કાઢી નાખવામાં આવ્યા હતા. ઉદાહરણ તરીકે, લખનઉ, ગાઝિયાબાદ, પ્રયાગરાજ અને કાનપુરમાં, 18થી 23 ટકા મતો કાઢી નાખવામાં આવ્યા હતા. જ્યારે બિજનૌર, મુરાદાબાદ અને સહારનપુર જેવા જિલ્લાઓમાં, 10થી 12 ટકા મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા હતા.

02

અમે તમને એક અંદાજો બતાવ્યો, હવે ચાલો તેને વિગતવાર જણાવીએ. ઉત્તર પ્રદેશ SIRમાં આશરે 2 કરોડ 4 લાખ મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા હતા. તેને ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો, ઉત્તર પ્રદેશ ગુજરાત પછી દેશનું બીજું રાજ્ય બન્યું છે, જ્યાં સૌથી વધુ મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા છે. UPમાં હવે કુલ 13.24 ટકા મતદારો ઘટ્યા છે. SIR પછી ગુજરાતમાં સૌથી વધુ 13.40 ટકા મતદારોના નામ કાપી નાંખવામાં આવ્યા. 2022ની વિધાનસભા ચૂંટણીમાં SP102 બેઠકો જીતી હતી. આ બેઠકો પર મતદારોના નામ કપાવવાનું પ્રમાણ 26,000થી 1,07,000 સુધી હતું. 2022માં BJP257 બેઠકો જીતી હતી.

04

આ બેઠકો પર મતદારોના નામ કપાવવાનું પ્રમાણ 26,000થી 3,16,000 સુધી હતું. શહેરી બેઠકો પર BJPએ સરેરાશ 18.11 ટકા મતદારોના નામ કપાયા. જ્યારે SPએ શહેરી બેઠકો પર સરેરાશ 16.36 ટકા મતદારોના નામ ગુમાવ્યા. જોકે, ગ્રામીણ બેઠકો પર બંને પક્ષો વચ્ચે મતદારોના નામ કપાવવાનો તફાવત ફક્ત 1 ટકા જેટલો છે. ચાલો હવે કેટલીક ચોક્કસ અને હાઇ-પ્રોફાઇલ લોકસભા બેઠકોના ઉદાહરણોનો ઉપયોગ કરીને તમને આ સમજાવીએ. આનાથી તમને સમજવામાં સરળતા રહેશે. સ્વાભાવિક છે કે, એક લોકસભા બેઠક પર અનેક વિધાનસભા બેઠકો રહેલી હોય છે.

રાજનાથ સિંહ લખનઉના સાંસદ છે. અહીં 28.73 ટકા મતદારોના નામ કપાયા. PM નરેન્દ્ર મોદી વારાણસીના સાંસદ છે. અહીં 15.63 ટકા મતદારોના નામ કપાયા. કમલેશ પાસવાન ગોરખપુરના બાંસગાંવ લોકસભા મતવિસ્તારના સાંસદ છે. ત્યાં 12.32 ટકા મતદારોના નામ કપાયા. UP BJPના વડા પંકજ ચૌધરી મહારાજગંજ લોકસભા મતવિસ્તારના સાંસદ છે. ત્યાં 10.04 ટકા મતદારોના નામ કપાયા. રવિ કિશનના ગોરખપુર મતવિસ્તારમાં 09.71 ટકા મતદારોના નામ કપાયા.

01

આદિત્ય યાદવ બદાયૂં લોકસભા મતવિસ્તારના સાંસદ છે. ત્યાં 16.65 ટકા મતદારોના નામ કપાયા. અખિલેશ યાદવના કન્નૌજ મતવિસ્તારમાં 14.47 ટકા મતદારોના નામ કપાયા. ડિમ્પલ યાદવ મૈનપુરીના સાંસદ છે. ત્યાં 10.06 ટકા મતદારોના નામ કપાયા. ધર્મેન્દ્ર યાદવના આઝમગઢ મતવિસ્તારમાં 9.9 ટકા મતદારોના નામ કપાયા. અક્ષય યાદવ ફિરોઝાબાદના સાંસદ છે. ત્યાં 8.6 ટકા મતદારોના નામ કપાયા.

ચાલો કોંગ્રેસ દ્વારા જીતવામાં આવેલી લોકસભા બેઠકો વિશે પણ વાત કરી લઈએ. અમેઠીમાં 12.97 ટકા મતદારોના નામ કપાયા. રાહુલ ગાંધીની રાયબરેલીમાં 11.24 ટકા મતદારોના નામ કપાયા.

તમે તફાવત જોઈ શકો છો. ખાસ કરીને, BJP અને SP દ્વારા જીતવામાં આવેલી બેઠકોમાં કાઢી નાંખવામાં આવેલા મતદારોના નામોની સંખ્યામાં ખુબ મોટો તફાવત છે. ઉદાહરણ તરીકે, સમાજવાદી પાર્ટી અમરોહામાં જીતી, જ્યાં સૌથી ઓછા 26,233 મતદારોના નામ કપાયા, BJP સાહિબાબાદમાં જીતી, જ્યાં સૌથી વધુ 3,16,484 મતદારોના નામ કપાયા. આ છે UP SIRની ઉપર ઉપરની ગણતરી.

About The Author

Top News

રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

મંગળવારે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના નવા ડિરેક્ટરની નિમણૂક માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવાસસ્થાન 7 લોક કલ્યાણ...
Politics 
રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ક ફ્રોમ હોમ (WFH) અને પેટ્રોલ ડીઝલના વપરાશ મુદ્દેના નિવેદન બાદ ગુજરાતના મોટા નેતાઓ અને અધિકારીઓએ...
Gujarat 
PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

અમેરિકા-ઈરાન યુદ્ધની અસર હવે ભારતમાં વ્યાપકપણે જોવા મળી રહી છે. PM નરેન્દ્ર મોદી પોતે લોકોને બચત કરવા માટે વિનંતી કરી...
Business 
યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

સૂર્યા મિધા... 22 વર્ષની ઉંમરે બન્યો અબજપતિ, કંપની બનાવી 20000 કરોડ ભેગા કર્યા, ઝુકરબર્ગને પાછળ છોડ્યો!

22 વર્ષની ઉંમરે, મોટાભાગના છોકરાઓ કોલેજ પુરી કરીને તેમની પહેલી નોકરી શોધવામાં અથવા તેમની કારકિર્દી બનાવવામાં વ્યસ્ત હોય છે....
Tech and Auto 
સૂર્યા મિધા... 22 વર્ષની ઉંમરે બન્યો અબજપતિ, કંપની બનાવી 20000 કરોડ ભેગા કર્યા, ઝુકરબર્ગને પાછળ છોડ્યો!
Copyright (c) Khabarchhe All Rights Reserved.