મફત મોતિયાના ઓપરેશન કરી આપશે શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ, વાંસદામાં નવી શાખા

પ.પૂ.શ્રી સદ્દગુરુદેવ ભગવાનશ્રી રણછોડદાસજીબાપુશ્રીનાં જીવન સિદ્ધાંત - મૂજે ભૂલ જાના પર નેત્રપશકો નહીં ભૂલના" તથા " મરીજ મેરે ભગવાન હૈ" નાં સિધ્ધાંતે સાર્થક કરીને સમગ્ર ગુજરાત રાજય તથા સમગ્ર ભારતભરમાં ગરીબ લોકોની સેવા માટે મફત આંખનાં મોતિયાનાં ઓપરેશનો કરવામાં આવે છે.

આ મફત આંખના મોતિયાનાં ઓપરેશન સેવાનો લાભ સમગ્ર સુરત શહેરનાં લોકોને મળે અને તેમને સુરતથી વધારે દૂરના જવું પડે તથા આંખના મોતિયાનાં ઓપરેશન કયાં કરાવવા જવા, અને કેટલે દુર જવુ? જેવા પ્રશ્નોથી કાયમી ધોરણે મુક્તિ મળે અને સુરતની નજીક જ તેમને સારવાર મળી રહે એ માટે શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ, રાજકોટ દ્વારા વાંસદામાં નવી શાખાનો તા.૦2/10/2025, ગુરુવાર,વિજયાદશમીનાં રોજ શુભારંભ કરવામાં આવનાર છે.

39

આ વાંસદામાં નવી શાખાનાં શુભારંભથી સમગ્ર સુરત તથા જિલ્લાને મોતિયાવિહિન કરવાનો સંકલ્પ કરેલ છે, જેથી સુરતનો કોઈપણ વ્યકિત મોતિયાનાં ઓપરેશનથી વંચિત ના રહી જાઈ એ માટે વાંસદામાં નવી શાખાનો પ્રારંભ કરવામાં આવનાર છે. તથા નવી શાખા વાંસદાથી નવસારી જીલ્લો તથા સમગ્ર ડાંગ જીલ્લાનાં 311 આદિવાસી ગામ, વાપી, વસલાડ, નાસિક (મહારાષ્ટ્ર)નાં ગરીબ લોકોને મફત આંખના મોતિયાનાં ઓપરેશનનો અમૂલ્ય લાભ મળશે.

40

આ મોતિયાનાં ઓપરેશનમાં આવનાર દરેક દર્દી ભગવાનને આધુનિક ફેકોમશીનથી ટાંકા વગરનાં સોફટફોલ્ડેબલ નેત્રમણી સાથે રૂ.20,૦૦૦ વાળું મફત ઓપરેશન, તથા નાના ગરીબ બાળકોનાં ઓપરેશન કે જે અન્ય હોસ્પિટલમાં કરાવતા રૂ.5૦,૦૦૦થી પણ વધારે થાય છે, તે ઓપરેશન અહિંયા મફત કરી આપવામાં આવશે તથા રહેવા, ચા, નાસ્તો, શુદ્ધ ઘીનો શીરો, ગરમ ભોજન, એક-એક ધાબળો, એક સાડી, ર(બે) કીલો ચોખા, ૧ (એક) કિલો ઘઉંનો લોટ, અડધો કિલો મીઠી ગુંદી, દવા, ટીપાં, કાળા ચરમા તથા દક્ષિણા રૂપે દરેક દર્દી ભગવાનને રૂ. ૧૦૦ દક્ષિણા સાથે દર્દી ભગવાનની સેવા કરવામાં આવશે, તથા દરેક દર્દી ભગવાનને સંસ્થાની બસ દ્વારા વિનામૂલ્યે જ લઈ જવામાં આવશે તથા ઓપરેશન બાદ પરત વિનામૂલ્યે મુકી જવામાં આવશે, તથા દરેક દર્દી ભગવાનને ઓપરેશનનાં એક માસ બાદ નંબરળવાળા ચશ્મા પણ મફત આપવામાં આવશે. અને દર્દી ભગવાનની આરતી ઉતારી ચરણવંદન કરીને તેમને રજા આપવામાં આવશે, અને દર્દી ભગવાનની નેત્રદાન, અન્નદાન,વસ્ત્રદાન તથા સંપતિદાન દ્વારા સુપૂર્ણ સેવા કરવામાં આવશે.

આમ સમગ્ર સુરત શહેર તથા જિલ્લો તથા વાંસદા, ડાંગ જિલ્લો, વાપી, વલસાડ, નાસિક (મહારાષ્ટ્ર)નાં ગરીબ, આદિવાસી લોકોને આંખના મોતિયાની ઉત્તમોત્તમ સેવાનો લાભ મળશે અને તેમને ભગવાનની જેમ સેવા કરવામાં આવશે.

37

આ મફત મોતિયાનાં ઓપરેશનનો લાભ દરેક વ્યકિતને મળે એ માટે સમગ્ર સુરત શહેરનાં વિવિધ વિસ્તારોમાં નેત્રયજ્ઞનું આયોજન પણ કરવામાં આવશે, જયાંથી સંસ્થાની બસ દ્વારા જ તેમને ઓપરેશન સ્થળ, વાંસદા સુધી વિનામૂલ્યે પહોંચાડવામાં આવશે, તથા ઓપરેશન બાદ પરત સુરત મુકી જવામાં આવશે, જેથી તેમને એક પણ રૂપિયાનો ખર્ચના થાઈ અને સારી સેવાનો મફતમાં લાભ મળશે. 

36

શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ, રાજકોટ, નવી શાખા, વાંસદા, જિ.નવસારી, મો. ૮૮૬૬૧૨૨૧૬૭, ૮૪૬૦૯૨૮૫૦૮, ૯૫૮૬૩૦૮૧૭૮.

 

About The Author

Related Posts

Top News

લગ્ન અગાઉ 25 લાખની જોબ છોડીને ડિલિવરી બોય બન્યો યુવક, પરિવારજનો પરેશાન, જાણો કારણ

એક સારી એવી નોકરી છોડીને નવા પ્લાન પર કામ કરવું પડકારજનક કામ છે. એવામાં પરિવારથી લઈને સમાજ સુધી કોઈ પણ...
Offbeat 
લગ્ન અગાઉ 25 લાખની જોબ છોડીને ડિલિવરી બોય બન્યો યુવક, પરિવારજનો પરેશાન, જાણો કારણ

અહીં સરકાર માત્ર 1 રૂપિયામાં આપી રહી છે જમીન, બસ તમારે આ શરતો પૂરી કરવી પડશે

ઘણીવાર જોવા મળે છે કે સારો બિઝનેસ આઇડિયા હોવા છતા જમીનના આસમાને પહોંચતા ભાવ ઉદ્યોગસાહસિકોના સપનાને ચકનાચૂર કરી નાખે છે....
Business 
અહીં સરકાર માત્ર 1 રૂપિયામાં આપી રહી છે જમીન, બસ તમારે આ શરતો પૂરી કરવી પડશે

મેવાણીએ જણાવ્યું- ગુજરાતમાં નશીલા પદાર્થનું અભિયાન કેવી રીતે શરૂ થયું?

જિગ્નેશ મેવાણીએ ડો. હરિ દેસાઇને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યુ હતું કે, ગુજરાતમાં દારૂ- નશીલા પદાર્થના અભિયાનનું કોઇ પ્લાનીંગ નહોતુ અચાનક...
Gujarat 
 મેવાણીએ જણાવ્યું- ગુજરાતમાં નશીલા પદાર્થનું અભિયાન કેવી રીતે શરૂ થયું?

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 07-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.