સરકારની યોજનાઓ આપણા માટે જ છે જેનો દરેક લોકોએ લાભ લેવો જોઇએ: રૂપાલા

કેન્દ્ર સરકાર અને રાજય સરકારની કલ્યાણકારી યોજનાઓ લાભ છેવાડાના ગ્રામજનો સુધી પહોચે તેવા આશયથી સુરત જિલ્લાના મહુવા તાલુકાના ઉમરા ગામ ખાતે કેન્દ્રીય મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલન મંત્રી પરષોત્તમ રૂપાલાની અધ્યક્ષતામાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સંકલ્પ યાત્રા રથનું ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારતની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. ગ્રામીણકક્ષા અને ટ્રાઇબલ તાલુકામાં સરકારની યોજનાના સ્ટોલ દ્વારા નાગરિકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની જાણકારી તેમજ નવા લાભાર્થીઓની નોંધણી કરવામાં આવી હતી.

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, PM નરેન્દ્ર મોદીએ સમગ્ર ભારતમાં ભગવાન બિરસા મુંડાના જન્મજયંતિ દિવસે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કર્યો છે. દેશના તમામ લોકો સરકારની જનકલ્યાણકારી કલ્યાણકારી યોજનાઓના લાભોથી વંચિત ન રહી જાય માટે સંકલ્પ યાત્રા શરૂ કરવામાં આવી છે. છેવાડાના ગરીબ, મધ્યમ વર્ગના લોકોના હિત માટે સરકાર હરહંમેશા પ્રયત્નશિલ રહી છે. સરકારની યોજનાઓ આપણા માટે જ છે જેનો દરેક લોકોએ લાભ લેવો જોઇએ.

વધુમાં રૂપાલાએ કહ્યું હતું કે,આદિવાસી વિસ્તારના વિકાસ માટે સૌપ્રથમ વનબંધુ યોજના નરેન્દ્ર મોદીએ શરૂ કરી હતી. ગ્રામ્ય વિસ્તારના પ્રારંભિક તબક્કામાં આદિમ જૂથના વિકાસ માટે અનેક યોજના અમલી બનાવી છે. વડાપ્રધાને ઝીરો બેલેન્સમાં જનધન યોજના થકી નાના લોકોના બેંકમાં ખાતા ખોલી આપવાનો નિર્ણય લઇ દેશભરમાં 50 કરોડ લોકોના બેંકમાં ખાતા ખોલવામાં આવ્યા છે, જેના થકી બે લાખ કરોડ રૂપિયાની ડીપોઝીટ જમા થઈ. જે ભારતના વિકાસને ટેકો આપવા માટેનું મોટું યોગદાન આપી રહી છે. ભારતનું અર્થતંત્ર પાંચમાં નંબરથી ચોથા નબંર પર આવ્યું છે. સરકારની કલ્યાણકારી યોજનાઓ 100 ટકા અમલી બને તેવા આશયથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગામે ગામ ફરી રહી છે. તમામ લોકોએ સરકારની યોજનાનો લાભ લેવાનો અનુરોધ કર્યયો હતો.

આ અવસરે ધારાસભ્ય મોહન ઢોડિયાએ જણાવ્યું હતું કે, આદિવાસી વિસ્તારમાં પ્રજાજનોને સરકારની વિવિધ યોજનાની માહિતી પુરી પાડવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા એક માધ્યમ બન્યું છે. સરકારે ગરીબ-મધ્યમવર્ગીય નાગરિકોના જનધન યોજના હેઠળ બેંક ખાતા ખોલાવી ગંગાસ્વરૂપા, કિસાન સન્માન, શિષ્યવૃત્તિ સહાય જેવી અનેક આર્થિક સહાય કોઈ પણ વચેટિયા વિના સીધા બેંક ખાતામાં જ આપવાની પારદર્શી વ્યવસ્થા કરી છે. તેમણે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી ઘર આંગણે વિવિધ યોજનાઓના લાભો જરૂરિયાતમંદોને આપવામાં આવતા હોવાનું જણાવી રાજય સરકાર પ્રજાલક્ષી યોજનાઓના લાભો જનજન સુધી પહોચાડવા કટિબધ્ધ હોવાનું કહ્યું હતું.

Related Posts

Top News

સીઝફાયરમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર DGMO રાજીવ ઘઈ કાશ્મીરનો ચપ્પો-ચપ્પો જાણે છે, 33 વર્ષથી...

ઓપરેશન સિંદુર પછી ભારતના ડિરેકટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO) રાજીવ ઘઇ ચર્ચામાં છે. પાકિસ્તાનના DGMOએ રાજીવ ઘઇ...
National 
સીઝફાયરમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર DGMO રાજીવ ઘઈ કાશ્મીરનો ચપ્પો-ચપ્પો જાણે છે, 33 વર્ષથી...

સૌરાષ્ટ્રના આ ખેડૂત કોથિંબાની કાચરી થકી લાખોનો બિઝનેસ કરે છે

સૌરાષ્ટ્રના એક ખેડૂત કોથિંબાની કાયરીનો એવો ગૃહઉદ્યોગ ચલાવે છે જેનાથી તેઓ લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. ખેડૂતો અને આજના...
Gujarat 
સૌરાષ્ટ્રના આ ખેડૂત કોથિંબાની કાચરી થકી લાખોનો બિઝનેસ કરે છે

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 16-05-2025 દિવસ: શુક્રવાર મેષ: તમારી કેટલીક યોજનાઓ લાંબા સમયથી કાર્યસ્થળ પર લટકી રહી હતી, તેથી તમારે તેનું ધ્યાન રાખવું...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે

સામાન્ય રીતે એવી છાપ છે કે ભારતીય આર્મીમાં ગુજરાતીઓ જોડાતા નથી, ગુજરાતીઓને માત્ર બિઝનેસમાં જ રસ છે. પરંતુ ઓપરેશન...
Gujarat 
સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.