વકફ ટ્રિબ્યુનલની કચેરીનું ઉદ્દઘાટન કરતા કાયદા મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા

વકફ ટ્રિબ્યુનલની કચેરીનું આજે બ્લોક નં.6, ડૉ. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર ખાતે કાયદા રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં કાયદા મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ઉદ્દઘાટન કર્યું હતું. આ ઉદ્દઘાટન બાદ કાયદા મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે વકફના વહીવટ અને વકફની સંપત્તિ સંબધિત કામગીરી વધુ ઝડપી અને અસરકારક બનાવવાનો અમારો નિર્ધાર છે. વર્ષ 1995માં વકફ અધિનિયમ અમલમાં આવ્યો જે હેઠળ વકફની નોંધણી કરવામાં આવે છે. વકફ સંબધિત તકરારોનું ઝડપી અને સુયોગ્ય નિવારણ આવે તે માટે વર્ષ 2013 વકફ અધિનિયમનો સુધારો અમલમાં આવતા ગુજરાત રાજ્ય વકફ ટ્રિબ્યુનલ ની રચના કરવામાં આવી હતી. આ ટ્રિબ્યુનલમાં રાજ્યની ન્યાયિક સેવાના સભ્ય, રાજ્યની વહીવટી સેવાના સભ્ય અને ઇસ્લામિક કાયદા ન્યાય શાસ્ત્રના જાણકાર વિદ્વાન એમ ત્રણ સભ્યોનો સમાવેશ થાય છે. હાલ વકફ ટ્રિબ્યુનલ માં એક ચેરમેન અને બે સભ્યો દ્વારા સંચાલન કરવામાં આવે છે. વકફ ટ્રિબ્યુનલના ચેરમેન તરીકે ડિસ્ટ્રીક્ટ જજ કક્ષાના અધિકારી ફરજ નિભાવે છે.

આ પ્રસંગે કાયદા રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે વકફ મિલકતોના સંરક્ષણ અને સંવર્ધન માટે વકફ ટ્રિબ્યુનલ મહત્વની ભૂમિકા ભજવે છે. વકફ મિલ્કતોની જાળવણી અને વિકાસ માટે ગુજરાતમાં વકફ બોર્ડ કાર્યરત છે. વકફ સંબંધિત કોઈ પણ તકરાર, ભાડુઆત દૂર કરવા, પટ્ટેદાર સંબંધિત પ્રશ્નોના નિવારણ માટે અને વકફ બોર્ડ દ્વારા આપવામાં આવેલા ચુકાદા સામે ટ્રિબ્યુનલમાં દાવો માંડી અથવા તો અપીલ કરી શકાય છે જે તે સમયે આ સત્તા જિલ્લાની સિવિલ કોર્ટ પાસે હતી. આજે ગુજરાત રાજ્ય વકફ બોર્ડમાં 13000 કરતા પણ વધુ ટ્રસ્ટો નોંધાયેલા છે ત્યારે તેમના પ્રશ્નોનું ઝડપી નિવારણ લાવવામાં આ ટ્રિબ્યુનલ મહત્વની ભૂમિકા ભજવી રહી છે.

આ પ્રસંગે ગુજરાત રાજ્ય વકફ ટ્રિબ્યુનલના સભ્ય ડૉ. રિઝવાન કાદરીએ મીડિયાને માહિતી આપતા કહ્યું હતું કે આ નવી માળખાકીય સુવિધા અને વ્યવસ્થાથી ટ્રિબ્યુનલમાં દાખલ કેસોનું વધુ ઝડપી નિરાકરણ આવશે. ગુજરાત રાજ્ય વકફ ટ્રિબ્યુનલમાં મોટેભાગે સંવાદિતાના માધ્યમથી દાખલ અપીલોનું સમાધાન કરાવીને ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. ગુજરાત રાજ્ય વકફ ટ્રિબ્યુનલ દ્વારા આપવામાં આવેલા ચુકાદાઓ લેન્ડમાર્ક જજમેન્ટ તરીકે વકફ મિલકતોના સંરક્ષક પુરવાર થયા છે.

આ કાર્યક્રમમાં કાયદા વિભાગના સચિવ ડી. એમ. વ્યાસ, ગુજરાત રાજ્ય વકફ ટ્રિબ્યુનલના ચેરમેન એ. આઈ. શેખ, સંયુક્ત ચેરિટી કમિશનર યશવંત શુક્લ, ગુજરાત રાજ્ય વકફ ટ્રિબ્યુનલના સભ્ય યુ. એ. પટેલ તથા કાયદા વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

About The Author

Related Posts

Top News

આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

રૂપિયામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે પણ રૂપિયો અમેરિકન ડોલરની તુલનમાં ઐતિહાસિક નીચલા સ્તર પર 90.41ના પર બંધ...
Business 
આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

અમરોહામાં પોલીસે બાંગ્લાદેશી મહિલા રીના બેગમ અને તેના પતિ રાશિદ અલીની ધરપકડ કરી. રીનાએ સોશિયલ મીડિયા પર 'બાય-બાય બાંગ્લાદેશ...
National 
દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.