- Gujarat
- બે દિવસ બાદ મેઘરાજા ફરી ભૂક્કા બોલાવશે, ગુજરાતના આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
બે દિવસ બાદ મેઘરાજા ફરી ભૂક્કા બોલાવશે, ગુજરાતના આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
મેઘરાજાએ ગુજરાતભરમાં જોરદાર બેટિંગ કર્યા બાદ અત્યારે વિરામ લીધો છે. હવે વાતાવરણ ખુલ્લુ છે, તડકો પાડવા સાથે વાદળછાયું વાતાવરણ રહે છે, પરંતુ સાથે-સાથે બફારો પણ અનુભવાઈ રહ્યો છે. મેઘરાજાએ ભારદરવામાં ભારે કરી હતી. ત્યારે હવામાન વિભાગે આગામી દિવસોમાં ગુજરાતમાં વાતાવરણ કેવું રહેશે તેની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં રાજયમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા ઝાપટા પડી શકે છે.
ગુરુવારે ઉત્તર અરબી સમુદ્ર અને પાકિસ્તાનના મધ્ય ભાગો પર ડિપ્રેશન બન્યું હતું, જે સંભાવતઃ પશ્ચિમ તરફ આગળ વધ્યું છે અને આજે ઉત્તર-પશ્ચિમ અરબી સમુદ્ર અને નજીકના દક્ષિણ-પશ્ચિમ પાકિસ્તાન પર સ્પષ્ટ લૉ પ્રેશર સિસ્ટમમાં નબળું પડી છે, જેથી હોવાથી રાજ્યમાં વરસાદની સંભાવના નહિવત્ છે.

ગુજરાતમાં 14 સપ્ટેમ્બર સુધી વરસાદની કોઇ શક્યતા નથી. 14 સપ્ટેમ્બરે સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીના અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. . 14 સપ્ટેમ્બર બાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ આવી શકે છે, જે ભુક્કા બોલાવશે. આ વિસ્તાર ઉપરાંત ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આગામી બે દિવસ બાદ કેટલાક જિલ્લાઓમાં મધ્યમથી લઈને હળવો વરસાદ વરસી શકે છે.
આગામી દિવસોમાં વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર એલર્ટ પર છે અને નાગરિકોને પણ સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં પડેલા વરસાદની વાત કરીએ તો સરેરાશ 37.40 ઈંચ એટલે કે 107.76 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં સૌથી વધુ ઉત્તર ગુજરાતમાં 96.94 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાતમાં 96.91 ટકા, પૂર્વ-મધ્યમાં 93.79 ટકા, કચ્છમાં 85.14 ટકા જ્યારે સૌરાષ્ટ્રમાં 84.74 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગર દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

