- Gujarat
- શું ગોંડલમાં અલ્પેશ કથિરીયાની લડાઇ વિધાનસભાની ચૂંટણીની તૈયારીનો ભાગ છે?
શું ગોંડલમાં અલ્પેશ કથિરીયાની લડાઇ વિધાનસભાની ચૂંટણીની તૈયારીનો ભાગ છે?
-copy55.jpg)
ગણેશ ગોંડલે આપેલી ચેલેન્જ સ્વીકારીને અલ્પેશ કથિરીયા રવિવારે ગોંડલ પહોંચ્યા હતા અને તેમની સાથે ધાર્મિક માલવિયા, જિગિશા પટેલ જેવા પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા પણ હતા. ગોંડલની બબાલ ત્યારે ઉભી થઇ જ્યારે સુરતમાં તાજેતરમાં પાટીદાર યુવા નેતાઓએ સુરતમાં એક બેઠક કરીને નક્કી કર્યુ હતું કે, ગોંડલમાં વિનુ શિંગાળાની પ્રતિમા મુકાશે. આ પછી ગણેશ જાડેજા કે જેમને ગણેશ ગોંડલ તરીકે ઓળખવમાં આવે છે તેમણે એક જાહેર સભામાં કહ્યુ હતું કે, માનું ધાવણ પીધું હોય તે મારા આડે આવે.
એક એવી ચર્ચા ઉભી થઇ છે કે ગોંડલમાં વર્ષોથી જયરાજસિંહ જાડેજાનું રાજ છે અને 2017 અને 2022નિ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે જયરાજસિંહના પત્ની ગીતાબાને ટિકિટ આપી હતી અને તેઓ 2 ટર્મથી ધારાસભ્ય છે. ગોંડલમાં પાટીદાર નેતાઓને ટિકીટ મળતી નથી. એટલે 2027 વિધાનસભા ચૂંટણી પહેલા અલ્પેશ કથિરીયા ચૂંટણીનો તખ્તો તૈયાર કરી રહ્યા છે.
Top News
સીઝફાયરમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર DGMO રાજીવ ઘઈ કાશ્મીરનો ચપ્પો-ચપ્પો જાણે છે, 33 વર્ષથી...
સૌરાષ્ટ્રના આ ખેડૂત કોથિંબાની કાચરી થકી લાખોનો બિઝનેસ કરે છે
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Opinion
