- Gujarat
- શું સિદ્ધપુરમાં હીરાબા સરોવરનું કામ સવજી ધોળકીયાનું ફાઉન્ડેશન નથી કરવાનું?
શું સિદ્ધપુરમાં હીરાબા સરોવરનું કામ સવજી ધોળકીયાનું ફાઉન્ડેશન નથી કરવાનું?
માતૃ શ્રાદ્ધ માટે ગુજરાતનું એક માત્ર શહેર સિદ્ધપુરમાં સરસ્વતી રિવર ફ્રન્ટ પ્રોજેક્ટ છે જેમાં સરોવર બન્યું તો સ્થાનિક લોકો ખુશ હતા, પરંતુ 17 સપ્ટેમ્બર 2025 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસે આ સરોવરને અચાનક માતૃશ્રી હીરાબા સરોવર નામ આપી દેવાતા કોંગ્રેસે ભારે વિરોધ કર્યો છે, પરંતુ કોંગ્રેસને કલેકટરે રેલીની પરવાનગી નહોતી આપી.
અમને એવું જાણવા મળ્યુ કે, આ સરોવરના ફેઝ-1નું કામ ડાયમંડ કિંગ સવજીભાઇ ધોળકીયાના ધોળકીયા ફાઉન્ડેશન દ્રારા પોતાના ખર્ચે પુરુ કરવામાં આવ્યું. ધોળકીયા ફાઉન્ડેશનું 100 તળાવો બનાવવાનું મિશન છે. પરંતુ જે તક્તી લાગી તેમાં ધોળકીયા ફાઉન્ડેશનનું નામ ક્યાંયે નથી. આ વાતથી ફાઉન્ડેશન નારાજ થયું હોવાનું જાણવા મળ્યું છે અને ફેઝ-2નું કામ ધોળકીયા ફાઉન્ડેશન નહીં કરશે એવી ચર્ચા છે. આ બાબતે અમે ધોળકીયા ફાઇન્ડેશન સહિત અનેક જગ્યાએ કર્ન્ફેમશન મેળવવાનો પ્રયાસ કર્યો પરંતુ આ વાતનું કર્ન્ફમેશન મળ્યું નથી.

