પેપર લીક ગેંગ પર 5 દિવસોથી ATSની હતી નજર, 15 કરતા વધુ અરેસ્ટ

ગુજરાત જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા લીક મામલે ગુજરાત ATSના હાથે મોટી સફળતા મળી છે. ગુજરાત ATSએ 15 કરતા વધુ લોકોની ધરપકડ કરી છે. પકડાઇ ગયેલા લોકોમાં 5 લોકો રાજ્યના બતાવવામાં આવી રહ્યા છે, જ્યારે 10 કરતા વધુ લોકો ગુજરાત બહારના છે. ATSની ટીમો ગુજરાતનાં બહાર પણ પેપર લીક મામલે તપાસ કરી રહી છે. આ દરમિયાન પેપર લીકથી નારાજ વિદ્યાર્થી રસ્તા પર ઉતરી આવ્યા છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

ગુજરાત ATSએ એક નિવેદનમાં કહ્યું કે, અમે છેલ્લા 4-5 દિવસથી હ્યુમન અને ટેક્નિકલ ઇન્ટેલિજેન્સના માધ્યમથી નજર રાખી રહ્યા હતા. અમે ક્વેશ્ચન પેપર સાથે આરોપીને પકડ્યો છે. તો 15 કરતા વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આગળની તપાસ ચાલી રહી છે. ATSએ આ મામલે ખૂબ મોટી ઇન્ટર સ્ટેટ ગેંગ સામેલ હોવાની વાત કહી છે. તેમના કામ કરવાની એક રીત હોય છે. સરકાર તરફથી એવી ઘટનાઓમાં ઝીરો ટોલરેન્સના નિર્દેશ છે. આ મામલામાં સંડોવાયેલા લોકોને છોડવામાં નહીં આવે.

રિપોર્ટ્સ મુજબ, ગુજરાત બહારથી પેપર મળ્યા બાદ ઇન્ટર સ્ટેટ ઓપરેટ કરનાર પ્રોસ્પેક્ટ બાયર્સની શોધમાં હતા. પહેલી ડીલ લગભગ 1.5 લાખ રૂપિયામાં થઇ હતી, ગુજરાત બહારના આરોપી કાગળ સોંપવા માટે અહીં આવ્યા હતા. ત્યારે પોલીસે તેમને પકડી લીધા, આગળની તપાસ ચાલી રહી છે. GPSSBએ જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષા માટે સખત સુરક્ષાની વ્યવસ્થા કરી હતી. 29 જાન્યુઆરીના રોજ પરીક્ષા કુલ 2,995 કેન્દ્રો પર પરીક્ષા થવાની હતી. પરીક્ષા કેન્દ્રો પર 100 ટકા CCTV કેમેરા અને લાઇવ ફીડ ટેક્નિકનો ઉપયોગ કરવાનો હતો. ક્વેશ્ચન પેપરની સિક્યોરિટી માટે 42 સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યા હતા. 291 અધિકારીઓની ફ્લાઇંગ સ્ક્વોડ અને 7,500 પોલીસકર્મી ઠેર ઠેર તૈનાત હતા.

ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોષીએ દાવો કર્યો કે, તે 15મી સરકારી પ્રતિયોગી પરીક્ષા હતી, જેને છેલ્લા 12 વર્ષમાં પ્રશ્ન પત્ર લીક થવાના કારણે રદ્દ કરવામાં આવી હતી. સરકાર સખત કાર્યવાહીનો દાવો કરે છે, પરંતુ મુખ્ય દોષીઓની ધરપકડ કરવામાં આવી નથી. સરકાર રાજ્યના યુવાઓના ભવિષ્ય સાથે ખેલવાડ કરી રહી છે. મનીષ દોષીએ દાવો કર્યો કે, પરીક્ષા જેના માટે વર્ષ 2016માં પહેલી જાહેરાત બહાર પાડવામાં આવી હતી, ત્રીજી વખત રદ્દ કરી દેવામાં આવી.

આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ઇસુદાન ગઢવીએ પેપર લીક મુદ્દે રાજ્યમાં ભાજપ સરકાર પર નિશાનો સાધ્યો છે. તેમણે ટ્વીટ કરતા લખ્યું કે, ગુજરાત પ્રતિયોગી પરીક્ષાઓના પ્રશ્ન પત્રો લીક થવાના મામલે ઝઝૂમી રહ્યો હતું, જેના કારણે રાજ્યમાં યુવાઓ વ્યાપક આંદોલન અકર્યું હતું. ગયા મહિને થયેલી વિધાનસભાની ચૂંટણી પહેલા આ મુદ્દે ભાજપ સરકારને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સખત વિરોધનો સામનો કરવો પડ્યો હતો. રાજ્યમાં ચૂંટણી પ્રચાર દરમિયાન આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે વાયદો કર્યો હતો કે પરીક્ષા પેપર લીક વિરુદ્ધ સખત કાયદો લાવવા માટે 10 વર્ષની સજાનું પ્રવધાન કરવામાં આવશે.

About The Author

Related Posts

Top News

ભગવાન શિવનું અનોખું મંદિર, જ્યાં ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે લગાવે છે તાળું, અદ્ભુત પરંપરા

પ્રયાગરાજની પવિત્ર ભૂમિ પર ઘણા પ્રાચીન અને ચમત્કારિક મંદિરો આવેલા છે, પરંતુ આ બધા વચ્ચે, નાથેશ્વર મહાદેવ મંદિર તેની અનોખી...
Astro and Religion 
ભગવાન શિવનું અનોખું મંદિર, જ્યાં ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે લગાવે છે તાળું, અદ્ભુત પરંપરા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 20-07-2025 વાર - રવિવાર મેષ - પૈસાનો સાચો ઉપયોગ કરી શકશો, આજના દિવસે ધાર્મિક યાત્રા મંદિર જવાથી માનસિક શાંતિ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

સેમસંગે લોન્ચ કર્યો નવો 5G ફોન, કિંમત 15,999 રૂપિયા, જાણી લો ફીચર

જો તમે ઓછા બજેટમાં નવો સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો સેમસંગનો નવો ફોન તમારા માટે યોગ્ય વિકલ્પ બની...
Tech and Auto 
સેમસંગે લોન્ચ કર્યો નવો 5G ફોન, કિંમત 15,999 રૂપિયા, જાણી લો ફીચર

ગુજરાતમાં વરસાદ ગાયબ, હવે ક્યારે પાછો ફરશે? અંબાલાલની આગાહી જાણો

ગુજરાતમાં આ વખતે એક જ મહિનામાં 51 ટકા જેટલો વરસાદ પડી ગયો છે. જૂન અને જુલાઇ બંને મહિનામાં સારો વરસાદ...
Gujarat 
ગુજરાતમાં વરસાદ ગાયબ, હવે ક્યારે પાછો ફરશે? અંબાલાલની આગાહી જાણો
Copyright (c) Khabarchhe All Rights Reserved.