સુરતની ડાયમંડ કંપનીમાં પીવાના પાણીમાં કોઈએ ઝેરી દવા નાખી દીધી,  100થી વધુ રત્નકલાકારો હોસ્પિટલમાં

સુરતના વરાછા વિસ્તારમાં એક સમાચારે હડકંપ મચી ગયો છે. અનબ જેમ્સ નામની ડાયમંડ કંપનીમાં બુધવારે  લગભગ 104 રત્નકલાકારોને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. જાણવા મળેલી વિગત મુજબ કંપનીના RO પ્લાન્ટના પાણીમાં કોઇકે અનાજ નાંખવાની ઝેરી દવા નાંખી દીધી હતી. ત્યાંથી સેલ્ફોસ નામની દવાની પડીકી પણ મળી હતી.

રત્નકલાકારોને જ્યારે પાણીનો સ્વાદ અલગ લાગ્યો ત્યારે ખબર પડી કે પાણીમાં કોઇકે અનાજમાં નાંખવાની દવા નાંખી છે. સ્ટાફની સુરક્ષા માટે ડાયમંડ હોસ્પિટલ અને કિરણ હોસ્પિટાલમાં લઇ જવામાં આવ્યા હતા. જાણવા મળેલી માહિતી મુજબ 2 રત્નકલાકારોને ICUમાં દાખલ કરવા પડ્યા છે.

કાપોદ્રા-2ના પોલીસ ઇન્સ્પેક્ટ એમ.એસ. સોલંકીએ કહ્યું કે, બેઝીક ફરિયાદ નોંધીને તપાસ કરવામાં આવી રહી છે કે પાણીમાં અનાજ નાંખવાની દવા કોણે નાંખી હતી?

Related Posts

Top News

સૌરાષ્ટ્રના આ ખેડૂત કોથિંબાની કાચરી થકી લાખોનો બિઝનેસ કરે છે

સૌરાષ્ટ્રના એક ખેડૂત કોથિંબાની કાયરીનો એવો ગૃહઉદ્યોગ ચલાવે છે જેનાથી તેઓ લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. ખેડૂતો અને આજના...
Gujarat 
સૌરાષ્ટ્રના આ ખેડૂત કોથિંબાની કાચરી થકી લાખોનો બિઝનેસ કરે છે

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 16-05-2025 દિવસ: શુક્રવાર મેષ: તમારી કેટલીક યોજનાઓ લાંબા સમયથી કાર્યસ્થળ પર લટકી રહી હતી, તેથી તમારે તેનું ધ્યાન રાખવું...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે

સામાન્ય રીતે એવી છાપ છે કે ભારતીય આર્મીમાં ગુજરાતીઓ જોડાતા નથી, ગુજરાતીઓને માત્ર બિઝનેસમાં જ રસ છે. પરંતુ ઓપરેશન...
Gujarat 
સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે

બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

પાકિસ્તાન અધિકૃત બલુચિસ્તાનમાં બલુચ લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને તેમનો રાષ્ટ્રીય ચુકાદો છે કે બલુચિસ્તાન પાકિસ્તાન નથી અને...
World 
બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન
Copyright (c) Khabarchhe All Rights Reserved.