જન્માષ્ટમી નિમિત્તે દ્વારકાધીશ પ્રભુને સુરતના નેહલ અને તુષાર દેસાઇના પરીવાર તરફથી વાઘા અને શણગાર અર્પણ

શ્રીકૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ધાર્મિક મહત્ત્વ ઘરાવતો તહેવાર છે. એમ તો સામાન્ય દિવસોમાં પણ ભગવાન દ્વારકાધીશના વાઘા અર્પણ કરવા એ ખુબ મહત્ત્વની ક્ષણ ગણાય છે પરંતુ જન્માષ્ટમીના પાવન પર્વ પર ભગવાન શ્રીકૃષ્ણને વાઘા અર્પણ કરવી એ જીવનની શ્રેષ્ઠ પળ ગણી શકાય. આ શ્રેષ્ઠ પળ જીવવાનો સુરતના નેહલ દેસાઇ અને તુષાર દેસાઇના પરિવારને મોકો મળ્યો હતો. ફેબ્રુઆરી મહિનામાં જ્યારે નેહલ દેસાઇ પરિવાર સાથે દ્વારકાધીશના દર્શને ગયા ત્યારે જ પ્રભુ માટે વાઘા બનાવવાનો આદેશ જાણે ભગવાન દ્વારા જ થયો હતો. ભગવાન દ્વારકાધીશ માટે વાઘા તૈયાર કરવા માટેની તૈયારી છેલ્લા ચાર મહિનાથી ચાલી રહી હતી. આ દરમિયાન આ કાર્યની તૈયારી માટે 3 મહિનામાં ત્રણ વાર દ્વારકાધીશના દર્શન કરવાનો પણ મોકો આ પરિવારને સાંપડ્યા હતો. આ વાઘા તૈયાર કરવા માટેની તૈયારી દરમિયાન જ દર્શન, પાદુકા પૂજન અને સત્સંગ તેમજ પ્રભુનો અનંત પ્રેમ આ પરિવાર અને મિત્રમંડળને મળ્યો હતો.

surat
Khabarchhe.com

ચાર મહિનાની અથાક મહેનત બાદ જ્યારે પ્રભુને વાઘા અર્પણ થયા એ ક્ષણ ભાવુક કરી દેનારી હતી. મંદિરમાં ઉપસ્થિત સહુની આંખમાં આંસુ હતા અને એ જ અશ્રુભીની આંખે સહુ ભગવાન દ્વારકાધીશને નીહાળી રહ્યા હતા. દેસાઇ પરિવાર દ્વારા ન માત્ર દ્વારકાધીશ પરંતુ સાથે 24 મંદિરોના પણ વાઘા તૈયાર કરવામાં આવ્યા હતા જે જન્માષ્ટમીના દિવસે તમામ મંદિરોને અર્પણ કરવામાં આવ્યા હતા. આ વાધા બનાવવાં માટે રિયલ જરી અને ચાંદીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બે મહિનાની અંદર 28 જેટલા લોકોએ રાતદિવસ એક કરીને આ તમામ વાઘા અને શણગારમાં સહયોગ આપ્યો હતો. આ તમામ વાઘા અને શણગાર હંસ પદ્મલીલાના થીમ પર તૈયાર કરાયા હતો જેનો અર્થ રાજશાહી શણગારે આકૃતિત થયેલું સર્જન એમ થાય છે. ગર્ભગૃહના શણગારમાં દશાવતાર અને સુવર્ણ દરવાજો બનાવવામાં આવ્યો હતો. બધા વાઘા અને શણગાર સુરતમાં તૈયાર કરવામાં આવ્યો અને બાયરોડ દ્વારકા લઇ જવામાં આવ્યા. આ દિવ્ય શણગારમાં ચાંદી અને મોતીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એવું પહેલી વખત બન્યું કે જ્યારે એક સાથે 24 મંદિરોના વાઘા એક જ પરિવાર તરફથી અર્પણ કરવામાં આવ્યા હતા. 

surat
Khabarchhe.com

આ ભગીરથ કાર્યને લઇને નેહલ દેસાઇએ કહ્યું કે, આ અવસરને ઉત્સવ બનાવવાં માટે મને નિમિત્ત માત્ર કરવા માટે સ્વંય દ્વારકાધીશની સાથે સાથે  ચૈતન્યભાઇ,  દીપકભાઈ,  વિજયભાઈ અને જીતેન્દ્રભાઈ (જેઓ પુજારી છે) નો નતમસ્તક થઈ દંડવત થઈ હું મારા સમગ્ર પરિવારના સભ્યો વૈશાલી, ધ્વનિ, તુષાર, શિવાની અને વિશાંતનો આભાર માનું છું. સાથે જ આ ઋણ સ્વીકાર એ મારી સાથે સતત ૨ મહિનાથી આ સત્કાર્ય મા અડીખમ કાર્ય કરનાર હાર્દિક સોરઠિયા, નિમિષા પારેખ, જિજ્ઞેશ દુધાને, ગૌત્તમભાઈ કાપડિયા, શિવમ માવાવાળા, નકુલ પંડિત, જેનિલ મીઠાઈવાળા, કુશલ ચંદારાણા, મોનિક ગણાત્રા, બાબુભાઈ કે અને એ કે જેઓ એ અમને આ સત્કાર્ય માં આ દિવસો દરમ્યાન પ્રત્યક્ષ કે પરોક્ષ મદદ કરી અને આશીર્વાદ આપ્યા એ સૌને પણ ધન્યવાદ આપું છું. મારા સમગ્ર પરિવાર ને શત શત નમન કે જેમણે મને દિવસ રાત વગર માગ્યાનો સહકાર અને પ્રોત્સાહન બળ આપ્યું.

 

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.