- Gujarat
- ઓરો યુનિવર્સિટીનો 13મો દીક્ષાંત સમારોહ શનિવારે
ઓરો યુનિવર્સિટીનો 13મો દીક્ષાંત સમારોહ શનિવારે
ઓરો યુનિવર્સિટી, સુરત, શનિવાર, 27 ડિસેમ્બર 2025ના રોજ સાંજે 4:45 વાગ્યે યુનિવર્સિટી કેમ્પસ ખાતે 13મા દીક્ષાંત સમારોહનું આયોજન કરવા જઈ રહી છે. આ ગૌરવપૂર્ણ સમારોહમાં શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ પ્રા. લિ. (SRK) તથા શ્રી રામકૃષ્ણ નોલેજ ફાઉન્ડેશન (SRKKF) ના સ્થાપક અને ચેરમેન એમેરિટસ ગોવિંદ ધોળકિયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.
હસમુખભાઈ પી. રામાના નેતૃત્વ હેઠળ સ્થાપિત અને અરવિંદ તથા માતાજીના તત્વજ્ઞાનથી પ્રેરિત ઔરો યુનિવર્સિટી ઈન્ટિગ્રલ અને ટ્રાન્સફોર્મેશનલ લર્નિંગનું અગ્રણી શૈક્ષણિક સંસ્થાન છે. યુનિવર્સિટીએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ–2020 (NEP-2020)ને અસરકારક રીતે અમલમાં મૂકી છે.
13મા દીક્ષાંત સમારોહ દરમિયાન કુલ 313 વિદ્યાર્થીઓ (160 પુરૂષ અને 153 મહિલા) ને પી.એચ.ડી., અનુસ્નાતક, સ્નાતક ડિગ્રી તથા ડિપ્લોમા એનાયત કરવામાં આવશે. આ પ્રસંગે 32 રેન્ક હોલ્ડરોને સન્માનિત કરવામાં આવશે, જેમાં 14 સુવર્ણ પદક અને 18 રજત પદકનો સમાવેશ થાય છે. સાથે જ, બે સંશોધન વિદ્વાનોને પી.એચ.ડી. ડિગ્રી એનાયત કરવામાં આવશે. આ સમારોહ વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિઓની ઉજવણી તેમજ તેમના વ્યાવસાયિક જીવનની નવી શરૂઆતનું મહત્વપૂર્ણ મથક છે.

