- Gujarat
- શ્રી સમસ્ત લેઉવા પટેલ કાપડિયા પરિવારનું 31મો સ્નેહમિલન સમારોહ
શ્રી સમસ્ત લેઉવા પટેલ કાપડિયા પરિવારનું 31મો સ્નેહમિલન સમારોહ
શ્રી સમસ્ત લેઉવા પટેલ કાપડિયા પરિવાર દ્વારા આયોજિત 31મો સ્નેહમિલન સમારોહ ભવ્ય આયોજન અને ઉત્સાહપૂર્ણ માહોલ વચ્ચે સફળતાપૂર્વક સંપન્ન થયો. આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો, વડીલો, યુવાનો, મહિલાઓ તથા બાળકોની નોંધપાત્ર ઉપસ્થિતિ રહી હતી.

સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે પદ્મશ્રી મથુરભાઈ સવાણી,વિશેષ આમંત્રિત મહેમાન તરીકે મનિષભાઈ કાપડિયા,ર્ડો.ભરતભાઈ કાપડિયા,ર્ડો.મુકેશભાઈ કાપડિયા તેમજ આધ્યાત્મિક માર્ગદર્શન માટે સંત જેરામબાપુની ઉપસ્થિતિ રહી હતી. મહેમાનોનું પુષ્પગુચ્છ તથા સ્મૃતિચિહ્ન દ્વારા સન્માન કરવામાં આવ્યું.

કાર્યક્રમ દરમિયાન સમાજની એકતા, સંસ્કાર, શિક્ષણ અને સામાજિક વિકાસ વિષયક પ્રેરણાત્મક પ્રવચનો આપવામાં આવ્યા. પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ અને સમાજમાં નોંધપાત્ર યોગદાન આપનાર વ્યક્તિઓનું સન્માન કરી તેમને પ્રોત્સાહન આપવામાં આવ્યું.

સાંસ્કૃતિક કાર્યક્રમો, સામૂહિક સંવાદ અને સૌહાર્દપૂર્ણ મિલન દ્વારા સમાજમાં એકતા અને સહકારની ભાવના વધુ મજબૂત બની. ઉપસ્થિત તમામ મહેમાનોએ આયોજનની પ્રશંસા કરી અને ભવિષ્યમાં પણ આવા લોકહિતકારી કાર્યક્રમો સતત યોજાતા રહે તેવી શુભેચ્છા વ્યક્ત કરી.
આ સફળ કાર્યક્રમ માટે પરિવારના પ્રમુખ ભરતભાઈ કાપડિયા,ઉપપ્રમુખ વિપુલભાઈ કાપડિયા મંત્રી રવિભાઈ કાપડિયા, તથા સમગ્ર કાર્યકારિણી સમિતિ, સ્વયંસેવકો અને સહયોગીઓનો હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

