IVY ગ્રોથ એસોસિએટ્સ દ્વારા સુરતમાં 21BY72 સ્ટાર્ટઅપ સમિટની ચોથી આવૃત્તિનું આયોજન

સુરત. IVY ગ્રોથ એસોસિએટ્સ દ્વારા સુરતમાં 21BY72 સ્ટાર્ટઅપ સમિટની ચોથી આવૃત્તિનું આયોજન કરવામા આવ્યું છે, જે CIFDAQ દ્વારા પ્રસ્તુત અને સંગિની દ્વારા સહ-સંચાલિત છે. અવધ યુટોપિયા ખાતે આયોજિત આ બે દિવસીય કાર્યક્રમમાં ભારત તેમજ વિદેશના સ્ટાર્ટઅપ સાથે સંકળાયેલા લોકો, રોકાણકારો વગેરે ભાગ લેશે અને ગ્લોબલ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને એકસાથે લાવવામાં આવશે. નોંધનીય છે કે IVY ગ્રોથ એસોસિએટ્સ એક અગ્રણી કેપિટલ વેન્ચર ફર્મ છે અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના વિકાસને સમર્થન આપે છે. આ કાર્યક્રમ ગ્લોબલ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના નકશા પર સુરતને નવી ઓળખ આપવાનો પ્રયાસ કરશે.

ઇવેન્ટ ઓર્ગેનાઇઝર પ્રતિક તોષનીવાલે જણાવ્યું હતું કે તેમના ભાગીદારો રચિત પોદ્દાર, મેહુલ શાહ અને શરદ ટોડી દર વર્ષે સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા માટે આ સમિટનું આયોજન કરે છે. આ વખતે આ ઇવેન્ટ 14 અને 15 જૂને સુરતના અવધ યુટોપિયા ખાતે યોજાશે. આમાં ગ્લોબલ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને એકસાથે લાવવામાં આવશે જેથી નવા સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન મળે અને રોકાણકારોનો સંપર્ક મળી શકે.

આ ઇવેન્ટમાં 80થી વધુ સ્ટાર્ટઅપ્સ રજૂ કરવામાં આવશે. અત્યાર સુધીમાં, ભારતના તમામ મોટા શહેરો ઉપરાંત, યુએસના 10 લોકો, યુએઈના 18, જાપાનના 4, લંડનના 12 અને સિંગાપોરના 5 લોકોએ આ ઇવેન્ટ માટે નોંધણી કરાવી છે. બે દિવસીય ઇવેન્ટના પ્રારંભ પ્રસંગે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ગજેન્દ્ર શેખાવત હાજર રહેશે. આ કાર્યક્રમ સવારે 10 થી સાંજે 7 વાગ્યા સુધી ચાલશે જેમાં સ્ટાર્ટઅપ પિચ, રોકાણકાર સ્પીચ, પેનલ ચર્ચા, વર્કશોપ વગેરેનું આયોજન કરવામાં આવશે. શાર્ક અઝહર ઇકબાલ પણ ખાસ હાજર રહેશે.

સુરતમાં આ કાર્યક્રમના આયોજન અંગે પ્રતિક તોષનીવાલે જણાવ્યું હતું કે સ્ટાર્ટઅપ્સની દ્રષ્ટિએ સુરત અને ગુજરાત સમગ્ર દેશમાં ત્રીજા ક્રમે છે અને અહીં જેટલા રોકાણકારો મળે છે, તે ભાગ્યે જ બીજા શહેરોમાંથી મળે છે.

CIFDAQના સ્થાપક અને અધ્યક્ષ  હિમાંશુ મારાડિયાએ જણાવ્યું હતું કે, "ભારતની સાચી સંભાવના સ્વપ્ન જોનારા, કર્તાઓમા રહેલી છે જે ભવિષ્યને એક સમયે એક વિચાર દ્વારા આકાર આપી રહ્યા છે. 21by72 સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને એકસાથે લાવે છે, જે આવા અદ્ભુત વિચારોને મૂડી, માર્ગદર્શન અને સૌથી ઉપર, યોગ્ય નેટવર્કની ઍક્સેસ આપે છે. આ પ્લેટફોર્મ એવા લોકો માટે લોન્ચપેડ તરીકે કામ કરે છે જેઓ મોટા સ્વપ્ન જોવાની અને હિંમતભેર નિર્માણ કરવાની હિંમત કરે છે. અત્યાધુનિક ઉકેલો સાથે વ્યવસાયો અને વ્યક્તિઓને સશક્તિકરણમાં પરિવર્તન માટે વૈશ્વિક ઉત્પ્રેરક તરીકે, CIFDAQ 21by72 સાથે ભાગીદારી કરવાનો, નવીનતાને ટેકો આપવા, દ્રષ્ટિને પોષવા અને લીડર્સની નવી પેઢીને સક્ષમ બનાવવાનો ગર્વ અનુભવે છે. 21by72 સાથેનો આ જોડાણ ભારતની ઉદ્યોગસાહસિક ભાવનાની અમર્યાદિત સંભાવનાને શક્તિ આપવા માટે એક સહિયારી પ્રતિબદ્ધતા છે."

Related Posts

Top News

લાડકી બહેન યોજનાથી 14000 પુરૂષોએ લીધો નાણાકીય લાભ, અજીત પવાર બોલ્યા- ‘બધા પાસે વસૂલ કરીશું’

મહારાષ્ટ્રમાં આર્થિક રીતે પછાત મહિલાઓ માટે બનાવવામાં આવેલી લાડકી બહેન યોજના હેઠળ 14000થી વધુ પુરુષોએ છેતરપિંડી કરીને નાણાકીય લાભ મેળવ્યા...
National  Politics 
લાડકી બહેન યોજનાથી 14000 પુરૂષોએ લીધો નાણાકીય લાભ, અજીત પવાર બોલ્યા- ‘બધા પાસે વસૂલ કરીશું’

PM મોદીએ માલદીવ્સને 4850 કરોડ રૂપિયાની લોન કેમ આપી?

  જે માલદીવ્સના રાષ્ટ્રપતિ મુઇજ્ઝુએ 2024માં ઇન્ડિયા આઉટ કેમ્પેઇન કર્યું હતું એ જ રાષ્ટ્રપતિએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે લાલ જાજમ...
World 
PM મોદીએ માલદીવ્સને 4850 કરોડ રૂપિયાની લોન કેમ આપી?

આ ભારતીય કંપનીએ 12000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા, CEO કહે- અમે AI પર ભાર મૂકી રહ્યા છીએ

ભારતની સૌથી મોટી IT કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS)એ છટણીની જાહેરાત કરી છે. નાણાકીય વર્ષ 2026માં TCS પોતાના...
Business 
આ ભારતીય કંપનીએ 12000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા, CEO કહે- અમે AI પર ભાર મૂકી રહ્યા છીએ

2 દિવસમાં યુ-ટર્નઃ ગુજરાત સરકારને નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવી હતી, વિરોધ થયો તો નિર્ણય રદ્દ

રાજ્યમાં એક તરફ હજારો ઉમેદવારો સરકારી ભરતીની રાહ જોઈ રહ્યા છે, તો બીજી તરફ ખાલી જગ્યા પર રિટાયર્ડ શિક્ષકોની...
Education  Gujarat 
2 દિવસમાં યુ-ટર્નઃ ગુજરાત સરકારને નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવી હતી, વિરોધ થયો તો નિર્ણય રદ્દ
Copyright (c) Khabarchhe All Rights Reserved.