ગાંધીનગરમાં PM આવાસમાં રહેતા પરિવારનું લાઇટ બિલ 4.97 લાખ આવ્યું

રાજ્યમાં મીટર બિલને લઈને છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. કેટલીક જગ્યાએ મસમોટા બિલ પકડાવી દેવામાં આવે છે. જેને કારણે લોકો મુશ્કેલીમાં મુકાઇ જાય છે. એવી જ એક ઘટના ગાંધીનગરથી સામે આવી છે.  દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, ગાંધીનગરમાં ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL)3 જુલાઈના રોજ ન્યૂ વાવોલ વિસ્તારમાં આવેલી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના ગુડા આવાસમાં રહેતા એક સામાન્ય લાભાર્થીને વીજ કંપનીએ અચાનક રૂ. 4,97,420.38નું ભારેભરકમ  વીજ બિલ પકડાવી દેતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. મહિનાના અંતે હાથમાં આવેલું બિલ જોઈને પરિવારના હોશ ઉડી ગયા છે.

પીડિત લાભાર્થી રણજીત ઠાકુરે જણાવ્યું હતું કે, તેમના ઘરમાં અન્ય મધ્યમવર્ગીય પરિવારોની જેમ જ વીજળીનો વપરાશ થાય છે. મહિનાના અંતે સામાન્ય બિલ આવતું હોય છે, પરંતુ આ વખતે હાથમાં આવેલું બિલ જોઈને પરિવારના હોશ ઉડી ગયા હતા. વીજ કંપની દ્વારા મોકલવામાં આવેલા આ આસમાની બિલના આંકડા જોઈને પરિવાર આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યો છે. ઘરની આર્થિક સ્થિતિ સામાન્ય હોય ત્યારે આટલી મોટી રકમ ક્યાંથી ભરવી તે પ્રશ્ન તેમને મૂંઝવી રહ્યો છે.

Bill
divyabhaskar.co.in

આ મામલે સ્થાનિક રહીશોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહેવાસીઓના મતે આ કોઈ ટેકનિકલ ખામી કે મીટર રીડિંગમાં થયેલી ગંભીર ભૂલ હોઈ શકે છે. આટલો મોટો વપરાશ કોઈ સામાન્ય ઘરગથ્થુ મીટરમાં શક્ય જ નથી. આવાસ યોજના હેઠળ રહેતા ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે સરકાર દ્વારા સુવિધા આપવામાં આવે છે, ત્યારે વીજ કંપનીની આ પ્રકારની બેદરકારી તેમને વધુ મુસીબતમાં મૂકી રહી છે. સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ગરીબ માણસોને આવી રીતે હેરાનગતિ કરવી વાજબી નથી. વીજ કંપનીએ ગ્રાહકોની સ્થિતિ સમજવાને બદલે સીધું જ આટલું મોટું બિલ પકડાવી દેતા અધિકારીઓની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે.

પીડિત લાભાર્થીએ આ બાબતે તાત્કાલિક અસરથી UGVCLની કચેરીમાં લેખિત રજૂઆત કરી બિલની પુનઃચકાસણી કરવાની માંગ કરી છે. ખોટી રીતે આવેલું આ બિલ તાત્કાલિક રદ કરીને તેમાં યોગ્ય સુધારો કરવામાં આવે તેવી પરિવારની માંગ છે.

Bill
divyabhaskar.co.in

આ અંગે પીડિત રણજીતભાઈએ કહ્યું કે, હું પહેલાં ખાનગી નોકરી કરતો હતો. પરંતુ તબિયત ખરાબ રહેતી હોવાથી હાલ નોકરી કરતો નથી. બિલ મુદ્દે વીજ કંપનીને રજુઆત કરતા કંપનીએ બિલ ચેન્જ કરી આપ્યું છે. હાલ મારું બિલ 4824 આવ્યું છે. જે પેલા પોણા પાંચ લાખનું હતું. ટેકનિકલ ભૂલના લીધે આવું થયું હોવાનું કંપનીનું કહેવું છે. રાજ્યમાં મીટર બિલને લઈને છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. કેટલીક જગ્યાએ મસમોટા બિલ પકડાવી દેવામાં આવે છે. જેને કારણે લોકો મુશ્કેલીમાં મુકાઇ જાય છે. એવી જ એક ઘટના ગાંધીનગરથી સામે આવી છે.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, ગાંધીનગરમાં ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL)3 જુલાઈના રોજ ન્યૂ વાવોલ વિસ્તારમાં આવેલી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના ગુડા આવાસમાં રહેતા એક સામાન્ય લાભાર્થીને વીજ કંપનીએ અચાનક રૂ. 4,97,420.38નું ભારેભરકમ  વીજ બિલ પકડાવી દેતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. મહિનાના અંતે હાથમાં આવેલું બિલ જોઈને પરિવારના હોશ ઉડી ગયા છે.

પીડિત લાભાર્થી રણજીત ઠાકુરે જણાવ્યું હતું કે, તેમના ઘરમાં અન્ય મધ્યમવર્ગીય પરિવારોની જેમ જ વીજળીનો વપરાશ થાય છે. મહિનાના અંતે સામાન્ય બિલ આવતું હોય છે, પરંતુ આ વખતે હાથમાં આવેલું બિલ જોઈને પરિવારના હોશ ઉડી ગયા હતા. વીજ કંપની દ્વારા મોકલવામાં આવેલા આ આસમાની બિલના આંકડા જોઈને પરિવાર આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યો છે. ઘરની આર્થિક સ્થિતિ સામાન્ય હોય ત્યારે આટલી મોટી રકમ ક્યાંથી ભરવી તે પ્રશ્ન તેમને મૂંઝવી રહ્યો છે.

gukuldham
divyabhaskar.co.in

આ મામલે સ્થાનિક રહીશોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહેવાસીઓના મતે આ કોઈ ટેકનિકલ ખામી કે મીટર રીડિંગમાં થયેલી ગંભીર ભૂલ હોઈ શકે છે. આટલો મોટો વપરાશ કોઈ સામાન્ય ઘરગથ્થુ મીટરમાં શક્ય જ નથી. આવાસ યોજના હેઠળ રહેતા ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે સરકાર દ્વારા સુવિધા આપવામાં આવે છે, ત્યારે વીજ કંપનીની આ પ્રકારની બેદરકારી તેમને વધુ મુસીબતમાં મૂકી રહી છે. સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ગરીબ માણસોને આવી રીતે હેરાનગતિ કરવી વાજબી નથી. વીજ કંપનીએ ગ્રાહકોની સ્થિતિ સમજવાને બદલે સીધું જ આટલું મોટું બિલ પકડાવી દેતા અધિકારીઓની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે.

પીડિત લાભાર્થીએ આ બાબતે તાત્કાલિક અસરથી UGVCLની કચેરીમાં લેખિત રજૂઆત કરી બિલની પુનઃચકાસણી કરવાની માંગ કરી છે. ખોટી રીતે આવેલું આ બિલ તાત્કાલિક રદ કરીને તેમાં યોગ્ય સુધારો કરવામાં આવે તેવી પરિવારની માંગ છે.

આ અંગે પીડિત રણજીતભાઈએ કહ્યું કે, હું પહેલાં ખાનગી નોકરી કરતો હતો. પરંતુ તબિયત ખરાબ રહેતી હોવાથી હાલ નોકરી કરતો નથી. બિલ મુદ્દે વીજ કંપનીને રજુઆત કરતા કંપનીએ બિલ ચેન્જ કરી આપ્યું છે. હાલ મારું બિલ 4824 આવ્યું છે. જે પેલા પોણા પાંચ લાખનું હતું. ટેકનિકલ ભૂલના લીધે આવું થયું હોવાનું કંપનીનું કહેવું છે.

About The Author

Related Posts

Top News

શું બદ્રીનાથ ધામમાં પણ દાનની ચોરી થઈ રહી હતી? સમિતિ તપાસ કરાવશે

રામ મંદિરમાંથી દાન ચોરાઈ જવાનો મુદ્દો હજુ શાંત થયો નથી. દેશભરમાં આના પર હોબાળો મચી ગયો છે. અયોધ્યામાં લાગેલી આગ...
National 
શું બદ્રીનાથ ધામમાં પણ દાનની ચોરી થઈ રહી હતી? સમિતિ તપાસ કરાવશે

શક્તિશાળી પાસપોર્ટના ઈન્ડેક્સમાં ભારતનું રેટિંગ ઘટ્યું, 125માં સ્થાને પહોંચ્યું

રેસિડેન્સી અને સિટિઝનશિપ એડવાઇઝરી ફર્મ 'ગ્લોબલ સિટિઝન સોલ્યુશન્સ' (GCS) દ્વારા ગ્લોબલ પાસપોર્ટ ઇન્ડેક્સ (GPI)ની પાંચમી વાર્ષિક...
National 
શક્તિશાળી પાસપોર્ટના ઈન્ડેક્સમાં ભારતનું રેટિંગ ઘટ્યું, 125માં સ્થાને પહોંચ્યું

સ્માર્ટ મીટર નાખવા ગ્રાહકની પૂર્વ સંમતિ જરૂરી નથી, જૂનું મીટર ફરી લગાવવાની માંગ ગેરકાનૂની: GERC વીજ લોકપાલનો ચુકાદો

ગુજરાતમાં સ્માર્ટ મીટરના સ્થાપનને લઈને ચાલી રહેલા વિવાદો વચ્ચે ગુજરાત વિદ્યુત નિયામક આયોગ (GERC)ના વીજ લોકપાલ   દ્વારા એક...
Gujarat 
સ્માર્ટ મીટર નાખવા ગ્રાહકની પૂર્વ સંમતિ જરૂરી નથી, જૂનું મીટર ફરી લગાવવાની માંગ ગેરકાનૂની: GERC વીજ લોકપાલનો ચુકાદો

કેપ્ટન તરીકે 4 મેચમાંથી 3માં હાર... ઐયર થયો હતાશ અને નિરાશ, આ વખતે જાણો કોની પર હારનો દોષ ઢોળ્યો

ભારતીય ટીમનો ઇંગ્લેન્ડ સામે 5 મેચની T20 શ્રેણીની બીજી મેચમાં 4 વિકેટથી પરાજય થયો. 4 જુલાઈ, શનિવારના રોજ માન્ચેસ્ટરના...
Sports 
કેપ્ટન તરીકે 4 મેચમાંથી 3માં હાર... ઐયર થયો હતાશ અને નિરાશ, આ વખતે જાણો કોની પર હારનો દોષ ઢોળ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.