- Gujarat
- સુરતના હીરાના કારખાનામાં 118 લોકોને હોસ્પિટલે મોકલી દેનારાએ જણાવ્યું દવા શું કામ પાણીમાં નાખેલી
સુરતના હીરાના કારખાનામાં 118 લોકોને હોસ્પિટલે મોકલી દેનારાએ જણાવ્યું દવા શું કામ પાણીમાં નાખેલી
-copy19.jpg)
સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી અનભ ડાયમંડ કંપનીમાં 9 એપ્રિલના દિવસે પાણીમાં અનાજ નાંખવાની કોઇકે ઝેરી દવા નાંખી હતી એ કેસ પોલીસે ઉકેલી નાંખ્યો છે. કંપનીના એડમિનિસ્ટ્રેશન વિભાગમાં નોકરી કરતા નિકુંજ દેવમુરારીને પક઼ડી લેવામાં આવ્યો છે.
કાપોદ્રા પોલીસ સ્ટેશન-2ના પી.આઇ. એમ.આર. સોલંકીએ કહ્યું હતું કે, અનભ ડાયમંડના પાણીમાં સેલફોસ નાંખનાર પકડાયો છે. પોલીસે પહેલા કારીગરોની પુછપરછ શરૂ કરી હતી અને બીજી તરફ સેલફોસના બેચ નંબર પરથી તપાસ શરૂ કરી હતી કે આ પાઉચ ક્યાંથી ખરીદાયું હતું. કારીગરોની પુછપરછમાં પોલીસને ઠોસ કઇં ન મળ્યું એટલે ટોપ લેવલના કર્મચારીઓના ફોન તપાસવામાં આવ્યા. જેમાં નિકુંજના મોબાઇલમાંથી એવી ચેટ મળી કે તેની પાસે લોકો ઉઘરાણી કરતા હોય. એક વ્યક્તિ પાસે તેણે 8 લાખ ઉછીના લીધા હતા. પોલીસે જ્યારે નિકુંજની પુછપરછ કરી તો તે ભાંગી પડ્યો હતો કે દેવું થવાને કારણે પોતે આપઘાત કરવા માંગતો હતો અને 10 દિવસથી સેલફોસની પડીકી ગજવામાં હતી. તે દિવસે જ્યારે પાણીની પરબ પાસે દવા ખાવા જતો હતો ત્યારે કેટલાંક કારીગરો આવતા દેખાતા ગભરાટમાં આવીને પાણીમાં સેલફોસનું પકીડું નાંખી દીધું હતું.
Related Posts
Top News
સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો
પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?
15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...
Opinion
