વડોદરામાં એક યુવક રસ્તાની વચ્ચે ગાડી મૂકીને પેશાબ કરવા લાગ્યો, પોલીસે પાઠ ભણાવ્યો

સંસ્કાર નગરી વડોદરામાં અતિ વ્યસ્ત રહેતા ટ્રાફિક સર્કલ પર મંગળવારે રાત્રે ટ્રાફિક સિગ્નલ બંધ હતું, ત્યારે એક બાઈક ચાલક નશો કરેલી હાલતમાં બાઇક પરથી ઉતર્યો હતો અને લોકોની ભીડ વચ્ચે જાહેરમાં બેશરમની જેમ પેશાબ કરવા લાગ્યો હતો, ત્યારે ટ્રાફીકમાં ઉભેલા વાહન ચાલકો પૈકી એક નાગરિકે પીધેલી હાલતનો વીડિયો મોબાઇલમાં ઉતારીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી નાખ્યો હતો.

vadodara2
gujaratmitra.in

વાયરલ વીડિયોમાં એક વ્યકિત કહે છે કે, જુઓ આ પેલા ભાઈ અહીંયા ચાલુ ટ્રાફિક છે, એકદમ ચાલુ ટ્રાફિક છે, અહીં લોકો બેસે છે અને આ બાઈકવાળા ભાઈ એટલા વધારે પડતા બેશરમ છે કે બધા લોકોની સામે ત્યાં શું-શું કરવા બેઠા છે! અફકોર્સ આ 99.99% આ પીધેલો છે આ ભાઈ. આ ભાઈ જોઈ લો તમે. જો આ પરફેક્ટ પીધેલા ભાઈ છે આ. આ લાલ સિગ્નલ ઉપર આ વ્યક્તિ... તો હું વડોદરા પોલીસને તો કહેવા માંગુ છું કે 31st ચાલુ થઈ ગઈ છે તો આવા તત્વો પણ દેખાય છે. વીડિયોમાં યુવક જેમ-તેમ ચાલી ચાલતો જોવા જોવા મળે છે.

ગોરવા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમને સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વીડિયોની જાણ થઈ હતી. ત્યારબાદ તાત્કાલિક પોલીસે એક્શનમાં આવી આ વીડિયો પરથી જાહેર સ્થળે નશાની હાલતમાં શરમજનક હરકત કરતા ગણેશ દિનકર સોનવણે (ઉં.વ. 26 રહે. રાજલક્ષ્મી ટેનામેન્ટ,લક્ષ્મીપુરા, વડોદરા)ને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો હતો અને તેની બાઇક જપ્ત કરી છે અને તેને કાન પકડાવીને ઉઠક-બેઠક કરાવી હતી. ઉલ્લેખનીય છે કે યુવક વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં સલૂન ચલાવતો હોવાનું જાણવા મળ્યું છે.

vadodara3
gujaratmitra.in

ગોરવા પોલીસ સ્ટેશનના PI કિરીટ લાઠીયાએ જણાવ્યું હતું કે, યુવકનો વીડિયો વાયરલ થતા અમે તુરંત તેની શોધખોળ શરૂ કરી હતી અને તેને લક્ષ્મીપુરા વિસ્તારમાંથી તેને ઝડપી પાડ્યો છે અને તેની સામે પ્રોહીબિશનનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

About The Author

Top News

પુત્રના નિધનથી આઘાતમાં અબજપતિ અનિલ અગ્રવાલ, કમાણીનો 75% હિસ્સો દાન કરશે

વેદાંતા ગ્રુપના સંસ્થાપક અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશ અગ્રવાલનું અમેરિકામાં નિધન થઈ ગયું. પુત્રના નિધન બાદ અનિલ અગ્રવાલે સંપત્તિનો 75 ટકા...
Business 
પુત્રના નિધનથી આઘાતમાં અબજપતિ અનિલ અગ્રવાલ, કમાણીનો 75% હિસ્સો દાન કરશે

થલાપતિ વિજયની છેલ્લી ફિલ્મ ‘જના નાયકન'ને લઈને શું વિવાદ છે? સેન્સર બોર્ડ તરફથી કેમ સર્ટિફિકેટ ન મળ્યું?

અભિનેતામાંથી રાજકારણી બનેલા થલાપતિ વિજય હાલમાં તેમની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘જના નાયકન’ માટે લાઇમલાઇટમાં છે. આ ફિલ્મ 9 જાન્યુઆરીએ...
Entertainment 
થલાપતિ વિજયની છેલ્લી ફિલ્મ ‘જના નાયકન'ને લઈને શું વિવાદ છે? સેન્સર બોર્ડ તરફથી કેમ સર્ટિફિકેટ ન મળ્યું?

પ્રેમ લગ્ન કરી સુરક્ષા માંગવા ગયેલી યુવતીનું SP ઓફિસની બહારથી કરાયું અપહરણ! પોલીસને પણ અડફેટમાં લેવાનો પ્રયાસ

રાજસ્થાનના ભીલવાડા જિલ્લામાં એક સનસનાટીભરી ઘટના સામે આવી છે, જેણે કાયદો અને વ્યવસ્થાને પણ પડકાર ફેંક્યો છે. પ્રેમ લગ્ન...
National 
પ્રેમ લગ્ન કરી સુરક્ષા માંગવા ગયેલી યુવતીનું SP ઓફિસની બહારથી કરાયું અપહરણ! પોલીસને પણ અડફેટમાં લેવાનો પ્રયાસ

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -09-01-2026 વાર- શુક્રવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.