ગુજરાત સરકારના 3.70 લાખ કરોડના બજેટમાં જાણો કોને શું મળ્યું

ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આજે રાજ્ય સરકારનું નાણાકીય વર્ષ 2025-26 માટેનું 3,70,250 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું હતું, જેમાં કોને શું મળ્યું છે, તેની હાઇલાઇટ્સ આપણે આજે અહિંયા જોઈએ. નાણામંત્રીએ જાહેરાત કરી હતી કે...

મહિલા અને  બાળ વિકાસ વિભાગ માટે કુલ ₹7668 કરોડની જોગવાઇ

01

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ ₹23,385 કરોડની જોગવાઈ

02

શિક્ષણ વિભાગ માટે કુલ ₹59,999 કરોડની જોગવાઇ

03

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે કુલ ₹2782 કરોડની જોગવાઇ

04

આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ ₹5120 કરોડની જોગવાઇ.

05

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ ₹6807 કરોડની જોગવાઇ.

06

સર્વાંગી અને સંતુલિત ક્ષેત્રિય વિકાસ થકી ગુજરાતને વિકસિત અને સમૃદ્ધ રાજ્ય બનાવવાની નેમ સાથે રાજ્યમાં કુલ 6 ગ્રોથ હબ વિકસાવવામાં આવશે.

07

 

રાજ્યના નાગરિકોની સલામતી અને સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા સાથે રાજ્યકક્ષાએ સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ તેમજ તમામ જિલ્લાઓમાં સાયબર ફોરેન્સિક લેબ બનાવવા ઉપરાંત, Anti-Narcotics Task Forceનું ઓપરેશનલ યુનિટ ઊભું કરવામાં આવશે.

08

રાજ્યમાં લાસ્ટ માઇલ કનેક્ટિવિટી માટે પ્રગતિના ધોરીમાર્ગ સમાન ગરવી ગુજરાત હાઇસ્પીડ કોરિડોર ઉપરાંત નમોશક્તિ એક્સપ્રેસ-વે અને સોમનાથ-દ્વારકા એક્સપ્રેસ-વેનું થશે નિર્માણ.

09

નવીન ટેક્નોલોજીના ઉપયોગ થકી સુશાસનની નેમ સાથે રાજ્યના વહીવટી માળખામાં તેમજ કાર્યપદ્ધતિને વધુ અસરકારક બનાવવા ગુજરાત વહીવટી સુધારણા પંચની કરાશે રચના.

10

શહેરી વિકાસની સાથોસાથ પૌરાણિક અને સાંસ્કૃતિક વિરાસતની જાળવણીના ધ્યેય સાથે આ વર્ષને શહેરી વિકાસ વર્ષ જાહેર કરી શહેરી વિકાસ વિભાગના બજેટમાં કરવામાં આવ્યો 40%નો વધારો.

11

રાજ્યના જરૂરીયાતમંદ પરિવારોને સુવિધાયુક્ત ઘરના પાકા ઘરનું સ્વપ્ન પરિપૂર્ણ કરવા માટે મળતી ₹1.20 લાખની સહાયમાં થયો ₹50,000નો માતબર વધારો.

12

દિવ્યાંગજનોનો આધાર બની તેમના જીવનને વધુ સુગમ અને સન્માનનીય બનાવવાના નિર્ધાર સાથે ₹170 કરોડની જોગવાઈ સાથે સંત સુરદાસ યોજના.

13

નારીશક્તિને આત્મનિર્ભર બનાવવાના ધ્યેય સાથે મહિલાઓને સાધન સહાય, લોન ગેરંટી તથા તાલીમ માટે ₹100 કરોડની જોગવાઈ સાથે નવી સખી સાહસ યોજનાની જાહેરાત.

14

સરકારે જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રાજ્યના નાગરિકો માટેના ‘Living Well, Earning Well’ના વિઝનને સાકાર કરવાના ધ્યેય સાથે કરવામાં આવશે ₹50,000 કરોડના વિકસિત ગુજરાત ફંડની સ્થાપના.

15

About The Author

Related Posts

Top News

ધોની, દીપિકા અને અશ્નીર ગ્રોવરના રૂપિયા ડૂબવાના? બધાએ એ કંપનીમાં લગાવેલા પૈસા જે...

ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની, બોલિવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ અને શોર્ટ ટેન્કની પહેલી સીઝનમાં જજ રહેલા અશ્નીર ગ્રોવરના લાખો રૂપિયાના...
Business 
ધોની, દીપિકા અને અશ્નીર ગ્રોવરના રૂપિયા ડૂબવાના? બધાએ એ કંપનીમાં લગાવેલા પૈસા જે...

કોચિંગ વગર JEE મેઈન્સમાં 100 પર્સન્ટાઈલ, આ છે સાઈ મનોગનાનો ગોલ્ડન રુલ અને લક્ષ્ય!

JEE મેન્સ સત્ર-2 (એપ્રિલ સત્ર)નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ સત્રમાં, વિવિધ રાજ્યોના કુલ 24 વિદ્યાર્થીઓએ ...
Education 
કોચિંગ વગર JEE મેઈન્સમાં 100 પર્સન્ટાઈલ, આ છે સાઈ મનોગનાનો ગોલ્ડન રુલ અને લક્ષ્ય!

જનોઈ પહેરીને વિદ્યાર્થીને એક્ઝામ હોલમાં જતા રોકાયો, પરીક્ષા અધિકારી સસ્પેન્ડ

કર્ણાટકના શિવમોગામાં આદિચુંચનગિરી સ્કૂલમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) આપવા ગયેલા વિદ્યાર્થીઓ પાસેથી જનોઈ ઉતારવાના મામલો સામે આવ્યા બાદ, ...
National 
જનોઈ પહેરીને વિદ્યાર્થીને એક્ઝામ હોલમાં જતા રોકાયો, પરીક્ષા અધિકારી સસ્પેન્ડ

અંબાલાલ પટેલે જણાવ્યું- આ વર્ષે ગુજરાતમાં કેવી રહેશે વરસાદની ઋતુ

અત્યારે ઉનાળાની સીઝન ચાલી રહી છે, અને રાજ્યમાં મિશ્રા ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે વાદળછાયું વાતાવરણ જોવા મળી...
Gujarat 
અંબાલાલ પટેલે જણાવ્યું- આ વર્ષે ગુજરાતમાં કેવી રહેશે વરસાદની ઋતુ
Copyright (c) Khabarchhe All Rights Reserved.